Home> Health
Advertisement
Prev
Next

Apple: એક દિવસમાં કેટલા સફરજન ખાવા ? કેવી રીતે ખાવાથી ફાયદો કરે સફરજન જાણો

Apple Health Benefits: રોજ સફરજન ખાવાથી ડોક્ટર પાસે નથી જવું પડતું. આ વાત તમે પણ સાંભળી હશે. પરંતુ આજે જાણો કે દિવસમાં કેટલા સફરજન ખાવાથી શરીરને ખરેખર લાભ થાય અને સફરજન કેવી રીતે ખાવા.
 

Apple: એક દિવસમાં કેટલા સફરજન ખાવા ? કેવી રીતે ખાવાથી ફાયદો કરે સફરજન જાણો

Apple Health Benefits: રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. એટલે કે સફરજન ખાવાથી શરીર તંદુરસ્ત અને નીરોગી રહી શકે છે. સફરજન એવું ફળ છે જે શરીરને અનેક ફાયદા કરી શકે છે. સફરજન ખાવાથી શરીર બીમાર પડતા અટકે છે. સફરજનથી થતા ફાયદાનો લાભ ઉઠાવવો હોય તો એ વાત જાણવી પણ જરૂરી છે કે દિવસમાં કેટલા સફરજન ખાવાથી શરીરને વધારે ફાયદો થાય. આજે તમને જણાવીએ કે દિવસમાં કેટલા સફરજન ખાવાથી ફાયદો થાય છે અને સફરજન કેવી રીતે ખાવા જોઈએ. 

fallbacks

આ પણ વાંચો: Frozen Matar: ફ્રોઝન વટાણા ખાવાથી પાચનથી લઈ શરીરને થઈ શકે છે આ 5 ગંભીર નુકસાન

હેલ્થ એક્સપોર્ટના જણાવ્યા અનુસાર સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ રોજ બે સફરજન ખાવા જોઈએ. બે સફરજન ખાવાથી શરીરને થતા લાભ પણ બમણા થઈ જાય છે. આજના સમયમાં જ્યારે ગંભીર બીમારીઓનું જોખમ દિવસે ને દિવસે વધતું જાય છે ત્યારે સફરજન ખાવાથી કઈ કઈ બીમારીઓનું જોખમ ઘટે છે તે પણ જાણીએ. 

આ પણ વાંચો: એનર્જી બુસ્ટર છે કાળા તલ, આ રીતે લાડુ બનાવી ખાશો તો સ્વાદની સાથે સારું સ્વાસ્થ મળશે

રોજ 2 સફરજન ખાવાથી થતા ફાયદા 

1. સફરજન એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે આ તત્વ લીવરને ડીટોક્ષ કરવામાં મદદ કરે છે અને ફેટી લીવર જેવી બીમારીનું જોખમ ઘટાડે છે. સફરજન ખાવાથી લીવર સ્વસ્થ રહે છે. 

2. સફરજનમાં એવા પ્રો એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે મોટા આંતરડા એટલે કે કોલનને સ્વસ્થ રાખે છે. આ તત્વ આંતરડામાં થતા હાનિકારક બદલાવને રોકે છે અને કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. 

આ પણ વાંચો: શરીરમાં ક્યાંથી શરુ થાય હાડકાનું કેન્સર ? જાણો હાડકાના કેન્સરથી બચવા શું કરવું જોઈએ

3. સફરજનમાં ઘુલનશીલ ફાયબર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. સફરજન હાર્ટની બીમારીઓને ઘટાડવામાં પણ મદદ કરે છે. 

4. સફરજનમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે એટલે તે ધીરે ધીરે સુગર રિલીઝ કરે છે સાથે જ તેમાં રહેલું ફાઇબર બ્લડ સુગરને સંતુલિત રાખે છે અને ટાઈપ 2 ડાયાબિટીસથી બચાવ કરે છે. 

આ પણ વાંચો: પબ્લિક ટોયલેટ યુઝ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું, નહીં તો યુઝ કર્યા પછી ચેપ લાગશે

5. સફરજનમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેના કારણે વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

કયા સમયે ખાવું સફરજન ?

આ પણ વાંચો: પેટની તકલીફો માટે વરદાન છે આ 7 મસાલા, ખાધાની સાથે અસર દેખાડવાનું શરુ કરી દે છે

ઉપર જણાવેલા ફાયદા મેળવવા માટે રોજ 2 સફરજન ખાવા જોઈએ. આમ તો દિવસમાં કોઈ પણ સમયે બે તાજા સફરજન ખાઈ શકાય છે પરંતુ જો રોજ સવારે ખાલી પેટ સફરજન ખાવામાં આવે તો તેનાથી સૌથી વધુ ફાયદો થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More