Tips for healthy hair: તમે વાળ માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે કેવી રીતે વાળ અને ત્વચા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો.
એલોવેરાનો કરો ઉપયોગ
વાળના ગ્રોથને વધારવા માટે તમે સીધુ એલોવેરા લગાવી શકો છો. આ માટે એલોવેરાના પત્તા લો. તેને વચ્ચેથી કાપી લો. હવે તેને થોડા સમય માટે સ્કાલ્પ પર લગાવો. આ પછી જેલને વાળમાં લગાવો. થોડી વાર રહેવા દો. આ પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.
એલોવેરા અને મેથી
એક બાઉલમાં જરૂરી માત્રામાં એલોવેરા જેલ લો. તેમાં મધ, ઈંડું, જોજોબા તેલ અને મેથીને પીસીને મિક્સ કરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળ અને સ્કાલ્પ પર લગાવો. તેને એક કલાક માટે રહેવા દો. આ પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આ હેર માસ્ક તમને તમારા વાળ ઝડપથી ઉગાડવામાં મદદ કરશે. તેનાથી તમારા વાળ ચમકદાર બનશે.
આ પણ વાંચો
શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે? આ પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ
Women's T20 WC: ભારત-પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચે મેચ, જાણો કોનું પલડું છે ભારે?
એલોવેરા હેયર ટોનર
એલોવેરા હેર ટોનર બનાવવા માટે અડધો કપ એલોવેરા જેલ અને અડધો કપ આદુનો રસ મિક્સ કરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. હવે એક સ્પ્રે બોટલમાં મૂકો. તેને વાળમાં લગાવો. તેને 20 મિનિટ સુધી રહેવા દો. વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. એલોવેરામાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તે ઝડપથી વાળ વધારવામાં મદદ કરે છે.
આંબળા અને એલોવેરા
એક મોટા બાઉલમાં એલોવેરા જેલ લો. તેમાં આંબળાનો રસ મિક્સ કરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને વાળ અને સ્કાલ્પ પર 15થી 20 મિનિટ સુધી રહેવા દો. પછી વાળ ધોઈ લો. આ હેર માસ્ક તમારા વાળને મજબૂત અને જાડા બનાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો
દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
અમિત શાહે કેમ કર્યા 'કાંતારા'ના વખાણ? ફિલ્મ વિશેના નિવેદનનો વીડિયો થઈ ગયો વાયરલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે