Home> India
Advertisement
Prev
Next

જયા બચ્ચન પર ઉપરાષ્ટ્રપતિ સામે આંગળી દેખાડતા હંગામો, લોકો ગુસ્સે થયા, Video

દિગ્ગજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે રાજ્યસભામાં સભાપતિ તરફ આંગળી દેખાડતા જોવા મળી રહ્યાં છે. 
 

જયા બચ્ચન પર ઉપરાષ્ટ્રપતિ સામે આંગળી દેખાડતા હંગામો, લોકો ગુસ્સે થયા, Video

નવી દિલ્હીઃ Jaya Bachchan Angry Video: દિગ્ગજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન પોતાના ગુસ્સા  માટે ખુબ જાણીતા છે. ઘણીવાર તેઓ પાપરાજી પર ભડકતા જોવા મળ્યા છે. હવે રાજ્યસભા સત્ર દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેને લઈને ટ્વિટર યૂઝર્સ તેમની વિરુદ્ધ ગુસ્સો જાહેર કરી રહ્યાં છે. વીડિયોમાં જયા બચ્ચન ખુબ ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે. તમે પણ જાણો શું છે આ મામલો. 

fallbacks

જયા બચ્ચનનો નવો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગૃહમાં ચેર તરફ આંગળી ઉઠાવી કંઈક કહી રહ્યાં છે. રાજ્યસભામાં તે સમયે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચેર પર જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ સીટ પરથી ઉભા થઈને બધાને પોતાની સીટ પર બેસવાનું કહી રહ્યાં છે. આ દરમિયાન સામેથી જયા બચ્ચન પસાર થઈ રહ્યાં છે અને પોતાનો ગુસ્સે વ્યક્ત કરી રહ્યાં છે. 

યૂઝર્સ કરી રહ્યાં છે વ્યવહારની ટીકા
ટ્વિટર પર લોકો ગૃહમાં સમાજવાદી પાર્ટીના સાંસદના આ વર્તનની ટીકા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે વીડિયોની તે ક્લિપ શેર કરી છે, જેમાં જયા બચ્ચન ખુરશી તરફ આંગળી ઉઠાવીને કંઈક કહેતા જોવા મળે છે. વીડિયો શેર કરતા એક યુઝરે લખ્યું કે, "જયા બચ્ચને ફરી પોતાનો ગુસ્સો બતાવ્યો અને સંસદમાં મર્યાદાની રેખા પાર કરી."

એક યૂઝરે લખ્યું, “શું આ જયા બચ્ચન ક્યારેય ખુશ થાય છે? તેના ચહેરા પર હંમેશા હેરાનગતિ જોવા મળે છે, હંમેશા જાહેરમાં ઝઘડતા રહે છે. તે પોતાની ફિલ્મોમાં હંમેશા મીઠા હસતા પાત્રમાં જોવા મળે છે. મને આશ્ચર્ય થાય છે કે તેમનામાં આટલી કડવાશ કેમ છે. તેની આસપાસ રહેવું એ એક પીડા છે."

આ પણ વાંચોઃ અમિત શાહે કેમ કર્યા 'કાંતારા'ના વખાણ? ફિલ્મ વિશેના નિવેદનનો વીડિયો થઈ ગયો વાયરલ

નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ
જયા બચ્ચનનો પાછલા મહિને એક વીડિયો સામે આવ્યો હતો, જેને લઈને તેમના વ્યવહારની આલોચના થઈ હતી. બિગ બીની સાથે કોઈ ઈવેન્ટમાં પહોંચેલા જયા બચ્ચને તે સમયે પાપરાજી પર ભડકતા કહ્યું હતું કે આવા લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ. આ દરમિયાન તેમની સાથે ત્યાં અમિતાભ બચ્ચન પણ હતા. જ્યા બચ્ચન પાપરાજીને ફોટો લેવાની ના પાડી રહ્યાં હતા, ત્યારબાદ તેમણે પોતાનો ગુસ્સે વ્યક્ત કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More