Black Sesame: વરસાદી વાતાવરણમાં ભેજ અને ઠંડકના કારણે અનેક બીમારીનો પ્રકોપ વધી જાય છે. બીમારીથી બચવું આ સમયે પડકાર સમાન સાબિત થાય છે. આ ઋતુ દરમિયાન પહાડી વિસ્તારોમાં ખાસ કાળા તલના લાડુ ખાવામાં આવે છે. આ દેશી નુસખો તબિયત સુધારવામાં અસરદાર સાબિત થાય છે. કાળા તલના લાડુ એક પારંપરિક મીઠાઈ છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને ચોમાસામાં લાભકરનાર સાબિત થાય છે.
આ પણ વાંચો: Frozen Matar: ફ્રોઝન વટાણા ખાવાથી પાચનથી લઈ શરીરને થઈ શકે છે આ 5 ગંભીર નુકસાન
કાળા તલ આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ જેવા પોષકતત્વોથી ભરપુર હોય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે. તે ઈમ્યૂનિટી બુસ્ટ કરે છે. કાળા તેલમાં રહેલું પ્રાકૃતિક તેલ ત્વચાને મોઈશ્ચુરાઈઝ કરે છે અને વરસાદમાં થતી સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: પબ્લિક ટોયલેટ યુઝ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું, નહીં તો યુઝ કર્યા પછી ચેપ લાગશે
આયુર્વેદમાં કાળા તલને ઉષ્ણ એટલે કે ગરમ પ્રકૃતિના માનવામાં આવ્યા છે. કાળા તલ શરીરમાં ગરમી જાળવી રાખે છે. કાળા તલ વાત સંબંધિત સમસ્યામાં લાભ કરે છે. બાળકો, વડિલો અને મહિલાઓ માટે આ લાડુ ફાયદાકારક માનવામાં આવે છે.
આ પણ વાંચો: શરીરમાં ક્યાંથી શરુ થાય હાડકાનું કેન્સર ? જાણો હાડકાના કેન્સરથી બચવા શું કરવું જોઈએ
કાળા તલના લાડુ બનાવવાની રીત
કાળા તલના લાડુ બનાવવા માટે 1 કપ કાળા તલ, 1 કપ ખમણેલો ગોળ, 2 ચમચી દેશી ઘીની જરૂર પડશે. સૌથી પહેલા કાળા તલને ધીમા તાપે શેકી લેવા અને પછી ઠંડા કરી લેવા. તલ ઠંડા થઈ જાય એટલે અધકચરા વાટી લેવા. હવે એક કઢાઈમાં 3 ચમચી જેટલું પાણી લઈ તેમાં ગોળ ઉમેરી ગોળને પકાવો. ગોળ ઓગળે પછી તેમાં ઘી ઉમેરો. ગોળ પાકી જાય પછી તેમાં અધકચરા વાટેલા તલ ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાના-નાના લાડુ વાળી લો.
આ પણ વાંચો: પેટની તકલીફો માટે વરદાન છે આ 7 મસાલા, ખાધાની સાથે અસર દેખાડવાનું શરુ કરી દે છે
આ લાડુને એરટાઈટ કંટેનરમાં ભરી સ્ટોર કરી શકો છો. ચોમાસા દરમિયાન 1 લાડુ સવારે અને 1 લાડુ સાંજે ખાવો. આ લાડુ ખાવાથી શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે