India vs England 5th Test : કેનિંગ્ટન ઓવલ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચ રોમાંચક બની ગઈ છે. શ્રેણીને 2-2થી સમાપ્ત કરવા માટે, ટીમ ઇન્ડિયાએ કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. તો ઇંગ્લેન્ડની ટીમ જીતથી માત્ર 35 રન દૂર છે, પરંતુ ટીમ ઇન્ડિયા માટે જીતનો એક પ્લસ પોઈન્ટ પણ છે. ઇંગ્લેન્ડનું બેટિંગ કોમ્બિનેશન ખોરવાઈ ગયું છે.
રૂટ-બ્રુકે સદી ફટકારી
બીજા દાવમાં યશસ્વી જયસ્વાલની સદીના આધારે ભારતે યજમાન ટીમ સામે 374 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ઇંગ્લેન્ડની પહેલી વિકેટ 50ના સ્કોર પર પડી, ત્યારબાદ ચોથા દિવસે પણ ટીમ ઇન્ડિયાની શરૂઆત શાનદાર રહી. કૃષ્ણાએ બેન ડકેટને 54ના સ્કોર પર આઉટ કર્યો જ્યારે સિરાજે 27ના સ્કોર પર ઓલી પોપને આઉટ કર્યો. આ પછી હેરી બ્રુક બેટિંગ કરવા આવ્યો જેણે 5મા ગિયરમાં બેટિંગ કરી. સિરાજ પાસે 19 રનના સ્કોર પર બ્રુકની વિકેટ લેવાની સુવર્ણ તક હતી, પરંતુ કમનસીબે તે કેચ સિક્સરમાં ફેરવાઈ ગયો. ત્યારબાદ જો રૂટ અને હેરી બ્રુકની સદીએ ભારતીય ચાહકોની આશાઓ પર પાણી ફેરવી દીધું.
35મી ઓવરમાં સિરાજે કરેલી આ ભૂલ ભારતને પડી જશે ભારે...હાથમાં આવેલી મેચ સરકી જશે
સિરાજ-કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરી
બ્રુક અને રૂટે ભારતીય બોલરોને સંપૂર્ણપણે થકવી દીધા હતા. પરંતુ સિરાજ અને કૃષ્ણાએ હાર ન માની અને સ્થિતિ પલટી નાખી. આકાશ દીપે 111 રનના સ્કોર પર હેરી બ્રુકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આગામી 44 બોલ જોવા લાયક હતા ઈંગ્લેન્ડે માત્ર 9 રન બનાવ્યા અને 2 વિકેટ ગુમાવી દીધી. જો રૂટ 105 રન પર પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો અને ત્યારબાદ જેકબ બેથેલ પણ તેની જાળમાં ફસાઈ ગયો. 36 રન બનાવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે તેના ત્રણ બેટ્સમેન ગુમાવી દીધા. હવે સંપૂર્ણ જવાબદારી જેમી સ્મિથ અને જેમી ઓવરટન પર આવી ગઈ છે.
ભારતની જીતની શક્યતા
ઇંગ્લેન્ડની ટીમ જીતના ઉંબરે હતી અને તેને ફક્ત 35 રનની જરૂર હતી. પરંતુ વરસાદને કારણે મેચ રોકાઈ ગઈ. હવે ટીમ ઈન્ડિયાની જીતની શક્યતા વધી ગઈ છે કારણ કે ક્રિસ વોક્સના હાથમાં ફ્રેક્ચર છે. જે સ્પષ્ટ કરે છે કે તે બેટિંગ કરવા માટે મેદાનમાં નહીં આવે. પાંચમા દિવસે ભારતીય બોલરો ઈંગ્લેન્ડના બેટ્સમેનો પર હુમલો કરશે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે ફક્ત 3 વિકેટની જરૂર છે. ટીમ ઈન્ડિયા શ્રેણી ડ્રો કરી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે