Home> Health
Advertisement
Prev
Next

Body Cooling Food: ઉનાળામાં બાળકોને રોજ ખવડાવો આ 5 વસ્તુઓ, ગરમીમાં બાળક નહીં પડે બીમાર

Body Cooling Food: ઉનાળા દરમિયાન બાળકોનો વેકેશનનો સમય હોય છે. આ સમયે બાળકો બહાર રમવા પણ જાય છે. આ સ્થિતિમાં તેમના આહારમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જે તમને ગરમીથી રાહત આપે અને બીમારીથી પણ બચાવે.
 

Body Cooling Food: ઉનાળામાં બાળકોને રોજ ખવડાવો આ 5 વસ્તુઓ, ગરમીમાં બાળક નહીં પડે બીમાર

Body Cooling Food: ગરમીમાં બાળકો ખાવાપીવામાં બેદરકારી કરે તો તુરંત બીમાર થી જાય છે. ઉનાળામાં ડિહાઈડ્રેશનનું જોખમ પણ રહે છે. દિવસ દરમિયાન બાળકો નાસ્તામાં અનહેલ્ધી વસ્તુ ખાય તો તેમને પેટ પણ બગડી જાય છે. આ સમય દરમિયાન બાળકોને વેકેશન હોય છે તેથી તેમના આહાર પર વિશેષ ધ્યાન આપી શકાય છે. 

fallbacks

આ પણ વાંચો: હોર્મોન બેલેન્સ કરે છે આ 3 ડ્રિંક્સ, PCOS ની સમસ્યા હોય તેવી મહિલાઓ માટે વરદાન છે

ઉનાળા દરમિયાન બાળકને આ 5 વસ્તુઓ નિયમિત આપવી જોઈએ. આ વસ્તુઓ બાળકનું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. આ વસ્તુઓ એવી છે જે બાળકને હેલ્ધી બનાવે છે અને બીમારીઓથી બચાવે છે. 

દહીં

ઉનાળામાં બાળકની ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ. દહીંમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, આયરન, ફોલિક એસિડ હોય છે જે પાચન સુધારે છે. દહીં ખાવાથી શરીરને ઠંડક મળે છે. દહીંથી હાડકા મજબૂત થાય છે. 

આ પણ વાંચો: પાણી, ખાંડ અને મીઠું આ માપથી લઈ ઘરે બનાવી શકો છો ORS, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો

નાળિયેર પાણી

ઉનાળામાં બાળક બીમાર ન પડે તે માટે તેને નાળિયેર પાણી પીવડાવવું જોઈએ. નાળિયેર પાણીમાં પોટેશિયમ હોય છે. પેટ માટે નાળિયેર પાણી સારું છે તેનાથી કબજિયાત કે એસિડિટી થતા નથી.

આ પણ વાંચો: Ice Apple: શરીર માટે નેચરલ કૂલર છે ગલેલી, ગરમીમાં ખાવાથી બીમારીઓ આસપાસ ફરકશે પણ નહીં

તરબૂચ

ઉનાળામાં તરબૂચ બાળકોને રોજ ખવડાવવું. તરબૂચમાં 90 ટકા પાણી હોય છે જે શરીરને હાઈડ્રેટેડ રાખે છે. તરબૂચ શરીરના તાપમાનને સામાન્ય રાખવામાં મદદ કરે છે. તેનાથી ઈમ્યૂનિટી સુધરે છે. 

આ પણ વાંચો: Kidney Stone: પથરી કાઢવાનો વર્ષો જુનો આયુર્વેદિક નુસખો, રોજ પી લો આ ખાસ ડ્રિંક

દ્રાક્ષ

દ્રાક્ષ ખાવાથી આંખ, ત્વચા, હાડકા, ઈમ્યુનિ સિસ્ટમને લાભ થાય છે. ઉનાળામાં દ્રાક્ષ ખાવાથી એન્ટી ઓક્સીડન્ટ શરીરને મળે છે. 

આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તેના થોડા દિવસ પહેલા ચહેરા પર દેખાતા 5 લક્ષણો

કેરી

કેરી ઉનાળામાં મળતું ફળ છે અને ઉનાળામાં કાચી તેમજ પાકી બંને કેરી ખાવી જોઈએ. કેરીને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો. કેરી એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામીન સીથી ભરપુર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More