Health News: ગર્ભાવસ્થાથી લઈને ડિલીવરી સુધીનો સમય દરેક મહિલાના જીવનમાં ખૂબ મહત્વનો હોય છે. આ દરમિયાન તેને ઇમોશનલ સપોર્ટની ખૂબ જરૂર હોય છે, જેના કારણે લેબર રૂમમાં પતિની હાજરીને લઈને ઘણીવાર સવાલો ઉઠી ચૂક્યા છે. શું ભારતની હોસ્પિટલોમાં ડિલીવરી સમયે પતિ પોતાની પત્ની સાથે લેબર રૂમમાં હાજર રહી શકે છે? આવો તેનો જવાબ જાણીએ.
ભારતમાં શું છે કાયદો?
ભારતમાં પ્રસવ દરમિયાન લેબર રૂમમાં પતિ કે કોઈ અન્ય સહયોગીની હાજરીને લઈને કોઈ સ્પષ્ટ કાયદો નથી, જેનાથી તેની મંજૂરી મળવા કે પ્રતિબંધ લગાવવાની જાણકારી મળતી હોય. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 2016મા એક મહત્વની નીતિ લાગૂ કરી હતી, જે હેઠળ જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓમાં જન્મ સહયોગી (Birth Companion) ની હાજરીની મંજૂરી આપવામાં આવી. આ નીતિ પ્રમાણે ડિલીવરી દરમિયાન ગર્ભવતી મહિલાની સાથે કોઈ મહિલા સંબંધી કે કેટલાક મામલામાં પતિને ઇમોશનલ સપોર્ટ આપવા માટે લેબર રૂમમાં રહેવાની મંજૂરી આપી શકાય છે. તેનો ઈરાદો માતા મૃત્યુ દર (MMR) અને શિશુ મૃત્યુદર (IMR) ને ઘટાડવાનો છે.
આ યોજનાઓ હેઠળ લાગૂ કરવામાં આવી નીતિ
તમને જણાવી દઈએ કે આ નીતિ ખાસ કરીને લક્ષ્મીબાઈ જન્મ સુરક્ષા યોજના અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) હેઠળ લાગુ કરવામાં આવી હતી. આ હેઠળ, જે મહિલાએ પહેલા ડિલિવરીનો અનુભવ કર્યો હોય તેને જન્મ જીવનસાથી તરીકે પ્રાથમિકતા આપવામાં આવે છે, પરંતુ ગુપ્તતાના પ્રોટોકોલનું પાલન કરતી સુવિધાઓમાં, પતિને પણ મંજૂરી આપી શકાય છે. જો કે, આ પરવાનગી હોસ્પિટલની નીતિઓ, ડૉક્ટરની સંમતિ અને ગર્ભવતી મહિલાની તબીબી સ્થિતિ પર આધાર રાખે છે.
આ પણ વાંચોઃ માત્ર રાત્રે સૂવા સમયે જોવા મળે છે લિવર ડેમેજના આ 3 લક્ષણ, ભૂલમાં પણ ન કરો નજરઅંદાજ
લેબર રૂમને લઈને શું છે હોસ્પિટલોની નીતિઓ?
ખાનગી હોસ્પિટલઃ ખાસ કરીને શહેરી વિસ્તારમાં આવેલી ઘણી ખાનગી હોસ્પિટલ પતિને લેબર રૂમમાં રહેવાની મંજૂરી આપે છે. પરંતુ સાફ-સફાઈ અને ગોપનીયતાના પ્રોટોકોલનું પાલન કરવા જેવી શરતો લાગૂ હોય છે. હકીકતમાં ખાનગી હોસ્પિટલોમાં લેબરરૂમ હંમેશા ઓપરેશન થિએટર કોમ્પ્લેક્સની અંદર હોય છે, જ્યાં ઈન્ફેક્શનનો ખતરો વધુ રહે છે.
સરકારી હોસ્પિટલઃ સરકારી હોસ્પિટલોના લેબર રૂમમાં ડિલીવરી દરમિયાન પતિની હાજરીનું ચલણ ખુબ ઓછું છે. મોટા ભાગની સરકારી હોસ્પિટલોમાં પતિને લેબર રૂમમાં પ્રવેશની મંજૂરી આપતી નથી, કારણ કે ત્યાં સંસાધનોની કમી રહે છે. પરંતુ 2016ની સ્વાસ્થ્ય મંત્રાલયની નીતિ બાદ કેટલીક સરકારી હોસ્પિટલોએ પતિ કે મહિલા સંબંધીને જન્મ સહયોગીના રૂપમાં મંજૂરી આપવાનું શરૂ કર્યું છે.
સિજેરિયન ડિલીવરીઃ સિજેરિયન ડિલીવરીના મામલામાં પતિની હાજરીને લઈને નિયમ ખૂબ કડક છે. હકીકતમાં ભલે ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ, મોટા ભાગે સિજેરિયન દરમિયાન પતિને ઓપરેશન થિએટરમાં પ્રવેશની મંજૂરી આપતી નથી.
ડિસ્ક્લેમરઃ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અને નિયમોના આધારે આ સ્ટોરી લખવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે