How to Apply Raw Milk on Face: વાત જ્યારે સ્કીન પર નેચરલ નિખાર લાવવાની હોય તો નેચરલ વસ્તુઓ જેટલી અસર કરે છે એટલી ઝડપથી અસર સ્કીન કેર પ્રોડક્ટ કરી શકતા નથી. નેચરલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની અસર ધીરે ધીરે દેખાય છે પરંતુ આ અસર કાયમી હોય છે. સાથે જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેનું રીઝલ્ટ તુરંત જ જોવા મળે છે અને આડઅસર પણ થતી નથી. સ્કિન પર તુરંત જ અસર કરે તેવી વસ્તુઓમાં કાચા દૂધનો સમાવેશ પણ થાય છે.
આ પણ વાંચો: Recipes: આ 5 શાકમાં લસણ-ડુંગળીનો વઘાર કરશો તો બગડી જશે સ્વાદ, હિંગનો કરવો વઘાર
કાચા દૂધથી ત્વચાને અઢળક ફાયદા થાય છે. જો કાચું દૂધ સ્કીન કેરમાં યોગ્ય રીતે યુઝ કરવામાં આવે તો પહેલી વખતથી જ તેની અસર દેખાવા લાગે છે. કાચું દૂધ એક નેચરલ વસ્તુ છે જેનો ઉપયોગ સ્કીન પર કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની ચિંતા પણ રહેતી નથી.
આ પણ વાંચો: મેટાબોલિઝમ બુસ્ટ કરવા દિવસની શરુઆત કરો આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંકથી
કાચા દૂધને લોકો ચહેરા પર અલગ અલગ રીતે લગાડતા હોય છે. મોટાભાગના લોકો દૂધ કોઈ વસ્તુમાં મિક્સ કરીને જ ઉપયોગમાં લે છે. પરંતુ જો બેસ્ટ રીઝલ્ટ જોતું હોય તો કાચું દૂધ કોઈપણ વસ્તુમાં મિક્સ કર્યા વિના ડાયરેક્ટ સ્ક્રીન પર અપ્લાય કરી જુઓ.
આ પણ વાંચો: 1 કે 2 નહીં.. જાણો 4 હેર પેક વિશે જેનાથી એકવારમાં કોલસા જેવા કાળા થઈ જશે સફેદ વાળ
દૂધને ગરમ કર્યા વિના જ થોડું દૂધ અલગ રાખી લેવું. કાચા દૂધથી ત્વચાને થતો ફાયદો જોવો હોય તો રાતના સમયે દૂધ સ્કિન પર લગાડો. કાચું દૂધ રાત્રે સુતા પહેલા ચહેરા પર અને ગરદન પર સારી રીતે લગાડો. દૂધને આખી રાત સ્કીન પર રાખી શકાય છે પરંતુ જો તમને દૂધ સાફ કરવું હોય તો 30 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.
આ પણ વાંચો: ફ્રીઝી હેર એકવારમાં જ દેખાશે સુપર સોફ્ટ, ટ્રાય કરો આ લાલ ફૂલનું હેર માસ્ક
આ રીતે નિયમિત સ્કિન પર કાચું દૂધ અપ્લાય કરશો તો ચહેરા પર નિખાર વધવા લાગશે અને ડ્રાઇનેસ દૂર થઈ જશે. રાત્રે ત્વચા પર કાચું દૂધ લગાડવાથી એજિંગના લક્ષણ પણ ઓછા થઈ જાય છે. કાચા દૂધની ખાસિયત એ છે કે મોટાભાગના લોકોને કાચું દૂધ સૂટ કરે છે. તેથી કોઈપણ વ્યક્તિ કાચા દૂધનો ઉપયોગ કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે