નવી દિલ્હીઃ ગરમીની સીઝનમાં ઠંડો શેરડીનો રસ પીવાનું લગભગ બધાને પસંદ હોય છે. ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો શેરડીના રસનું સેવન કરે છે. શેરડીનો રસ પીવાથી લૂનો ખતરો ઓછો થાય છે. પરંતુ શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે? શું શેરડીનો રસ પીવાથી બ્લડ સુગર વધી જાય છે? આવો જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ પીવો જોઈએ કે નહીં.
ડાયાબિટીસ દર્દીઓએ પીવો જોઈએ શેરડીનો રસ?
શેરડીનો રસ મીઠો હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ પીવાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેમાં સુક્રોઝ હોય છે જે બ્લડ સુગર લેવલને ઝડપથી વધારે છે. શેરડીના રસનું વધુ સેવન કરવાથી સુગર લેવલ વધી શકે છે. જો તમારૂ મન છે તો તમે શેરડીનો રસ પી શકો છો પરંતુ તે માટે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો તમારૂ સુગર લેવલ 200 પાર રહે છે તો ડોક્ટરની સલાહ વગર કોઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ.
શેરડીના રસમાં કેલેરીની માત્રા
એક ગ્લાસ શેરડીના રસમાં લગભગ 250 કેલેરી હોય છે. તત્કાલ એનર્જી માટે શેરરીનો રસ અસરકારક હોય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ સીમિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ શું તમને વારંવાર લાગે છે પેશાબ? આ 5 ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત!
વજન
શેરડીના રસમાં કેલેરી વધુ હોય છે, જેનાથી વજન વધી શકે છે. જો તમે વજન ઘટાડી રહ્યાં છો તો શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ. જો તમે દરરોજ શેરડીના રસનું સેવન કરો તો તમારૂ વજન ઝડપથી વધી શકે છે.
ઊંઘ ન આવવી
શેરડીના રસમાં પોલીકોસાનોલ હોય છે, જે અનિંદ્રાની સમસ્યાને વધારી શકે છે. જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા છે તો શેરડીના રસનું ઓછું સેવન કરવું જોઈએ.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે