Home> Health
Advertisement
Prev
Next

Chia Seeds: 100% હેલ્ધી નથી ચિયા સીડ્સ, પાણીમાં મિક્સ કરીને પીતા પહેલા જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

Chia Seeds: ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેને ખાવાથી ઘણી બધી સમસ્યામાં રાહત થાય છે. પરંતુ ચિયા સીડ્સના કેટલાક નુકસાન પણ છે. ચિયા સીડ્સને ખાતા પહેલા આ નુકસાનને પણ ધ્યાનમાં લેવા જોઈએ.

Chia Seeds: 100% હેલ્ધી નથી ચિયા સીડ્સ, પાણીમાં મિક્સ કરીને પીતા પહેલા જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

Chia Seeds: ચિયા સીડ્સને સુપર ફૂડ કહેવામાં આવે છે. ચિયા સીડ્સ પોષક તત્વોથી ભરપૂર વસ્તુ છે. આ નાના નાના દાણામાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર, એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.  પરંતુ અનેક પોષક તત્વથી ભરપૂર અને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાતા ચિયા સીડ્સના પણ કેટલાક નુકસાન છે. ચિયા સીડ્સ બધાને ફાયદો કરે જ છે તેવું નથી. તેથી તેનો ઉપયોગ કરતા પહેલા તેના ફાયદાની સાથે તેના નુકસાન વિશે જાણવું પણ જરૂરી છે. 

fallbacks

ચિયા સીડ્સથી થતા નુકસાન 

આ પણ વાંચો: Morning Habits: સવારે કરેલા આ 5 કામથી ખરાબ થાય છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય

1. ચિયા સીડ્સમાં ફાઇબર સૌથી વધારે હોય છે. તે પાચનતંત્ર માટે લાભકારી છે. પરંતુ જો તમે અચાનકથી વધારે માત્રામાં ચિયા સીડ્સનું સેવન કરો છો તો પેટમાં ગેસ, સોજો અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ધીરે ધીરે આહારમાં સામેલ કરો.

2. કેટલાક લોકોને ચિયા સીડ્સનું સેવન કર્યા પછી ત્વચામાં ખંજવાળ, સોજો અને ત્વચા લાલ થઈ જવા જેવી સમસ્યાઓ થાય છે. તેથી ચિયા સીડ્સ પર તૂટી પડવાને બદલે થોડા પ્રમાણમાં તેનું સેવન કરી ચેક કરી લો કે તમને ચિયા સીડ્સથી એલર્જી તો નથી. 

આ પણ વાંચો: મંકીપોક્સનો વધ્યો પ્રકોપ, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ અને કેવા હોય તેના લક્ષણો

3. ચિયા સીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે રક્તને પાતળું કરવામાં મદદ કરે છે. ચિયા સીડ્સનો આ ગુણ એવા લોકો માટે ખતરનાક છે જેમનું લોહી પહેલાંથી જ પાતળું હોય અથવા તો જેઓ લોહી પાતળું કરવાની દવા લેતા હોય. આવા લોકો ચિયા સીડ્સનું સેવન કરે તો તેમને ગંભીર સમસ્યા થઈ શકે છે. 

4. ચિયા સીડ્સમાં રહેલા પોષક તત્વો ત્યારે જ ફાયદો કરે છે જ્યારે સંતુલિત માત્રામાં તેનું સેવન કરવામાં આવે. જો વધારે પ્રમાણમાં ચિયા સીડ્સ લેવામાં આવે તો હૃદય સંબંધિત બીમારી જેમકે હાઈ બ્લડ પ્રેશર પણ થઈ શકે છે. 

આ પણ વાંચો: કોરોનાનો પણ બાપ છે આ બિમારી, પરિવાર પણ પાણીનું નહીં પૂછે, શરીર પરાથી ખદબદી જશે

5. ચિયા સીડ્સમાં કેલેરી સારી એવી માત્રામાં હોય છે. જો તમે ફાયદા મેળવવાની લાલચમાં વધારે માત્રામાં ચિયા સીડ્સનું સેવન કરશો તો વજન વધી પણ શકે છે. તેથી નિષ્ણાંતની સલાહ લઈ ચિયા સીડ્સને સીમિત માત્રામાં જ આહારમાં સામેલ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More