Home> Jobs
Advertisement
Prev
Next

Best Diploma Courses: ડિગ્રી કરતા સારા આ ડિપ્લોમા કોર્સ, ઓછા સમયમાં પુરા થઈ જાય અને નોકરી મળે ઊંચા પગારવાળી

Best Diploma Courses: જો તમે ઈચ્છતા હોય કે તમારા દીકરા-દીકરીને અભ્યાસ પુરો કર્યાની સાથે  જ નોકરી મળી જાય અને નોકરી પણ ઊંચા પગારવાળી હોય તો તેમને આ ડિપ્લોમા કોર્સ કરાવી શકો છો. આજે તમને કેટલાક એવા ડિપ્લોમા કોર્સ વિશે જણાવીએ જે ખૂબ ડિમાંડમાં છે. 

Best Diploma Courses: ડિગ્રી કરતા સારા આ ડિપ્લોમા કોર્સ, ઓછા સમયમાં પુરા થઈ જાય અને નોકરી મળે ઊંચા પગારવાળી

Best Diploma Courses: હાલના સમયમાં ડિપ્લોમા કોર્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ ડીગ્રી કોર્સ કરવાને બદલે ડિપ્લોમા કોર્સ કરવાનું પસંદ કરે છે. તેની પાછળ સૌથી મોટું કારણ એ છે કે ડિપ્લોમા કોર્સ કરવામાં ખર્ચ ઓછો થાય છે સમય ઓછો લાગે છે અને કોર્સ કર્યા પછી સારી સેલેરીની જોબ મળે છે. ડિપ્લોમા કોર્સની ફી ડીગ્રી કોર્સની સરખામણીમાં ખૂબ ઓછી હોય છે અને તેને પૂરો કરવામાં સમય પણ ઓછો લાગે છે. 

fallbacks

આ પણ વાંચો: India Flag Quiz: આપણા રાષ્ટ્રધ્વજ વિશે તમે કેટલું જાણો છો? ચેક કરી લો તમારું GK

સૌથી મહત્વનું એ છે કે આજના સમયમાં અલગ અલગ સેક્ટરમાં વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા કરશે ઉપલબ્ધ છે. કેટલાક ડિપ્લોમા કોર્સ એવા છે જેને પૂરો કર્યા પછી હાઈ પેઈંગ જોબ પણ મળે છે. આજે તમને આવા જ કેટલાક ડિપ્લોમા કોર્સ વિશે જણાવીએ જે ડીગ્રી કોર્સ કરતાં દરેક બાબતમાં સારા છે. અને તેને કર્યા પછી સારી સેલેરીની જોબ મળી શકે છે. 

બેસ્ટ ડિપ્લોમા કોર્સિસ 

આ પણ વાંચો: આ કોલેજમાં ભણવું દરેક યુવતીનું સપનું, ફક્ત ગ્રેજ્યુએશન કરે તેની પણ લાઈફ થઈ જાય સેટ

ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ 

આ કોર્સ એવા છાત્રો માટે છે જે એન્જિનિયરિંગ સેક્ટરમાં જવા માંગે છે પરંતુ ચાર વર્ષની ડિગ્રી નથી કરવી. 

મેડિકલ લેબ ટેક્નિશિયન 

મેડિકલ લેબ ટેક્નિશિયન બ્લડ, ટિશ્યૂ અને શારીરિક તરલ પદાર્થોના ટેસ્ટ કરે છે. જેની હેલ્થ સર્વિસમાં ખૂબ જ ડિમાન્ડ હોય છે. આ ડિપ્લોમા કોર્સ બે વર્ષમાં જ પૂરો થઈ જાય છે. આ કોર્સ કર્યા પછી હોસ્પિટલ, ક્લિનિક અને લેબોરેટરીમાં નોકરી મળી શકે છે 

આ પણ વાંચો: High Paying Jobs: દેશના Top 5 સેક્ટર્સ, જેમાં કરિયર એટલે ઊંચા પગારની નોકરી પાક્કી

ડિજિટલ માર્કેટિંગમાં ડિપ્લોમા 

ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્ર સતત વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં નિષ્ણાંતોની ડિમાન્ડ પણ વધારે છે. ડિજિટલ માર્કેટિંગમાં ડિપ્લોમા કરીને તમે ઓનલાઇન પ્રોડક્ટ અને સેવાઓની માર્કેટિંગ સ્ટ્રેટેજી પ્લાન કરીને સારી એવી કમાણી કરી શકો છો. 

ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે ડિપ્લોમા 

ડિઝાઇનિંગમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ડિપ્લોમા કોર્સ શાનદાર ઓપ્શન છે. આ પ્રોગ્રામમાં સ્પેસ પ્લાનિંગ, કલર થિયરી અને ફર્નિચરની પસંદગી શીખવાડવામાં આવે છે. 

આ પણ વાંચો: આ કોલેજમાં MBBS ની ફી 12000 રૂપિયા, ચેક કરો દેશની સૌથી સસ્તી મેડિકલ કોલેજોનું લીસ્ટ

હોટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા 

ભારતમાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી સતત વધી રહી છે. તેવામાં હોટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કોર્સ કરીને હોટલ, રિસોર્ટ કે આ પ્રકારની ઓર્ગેનાઇઝેશનમાં કરિયર બનાવી શકાય છે. 

પાક કલામાં ડિપ્લોમા 

જો તમને ભોજન બનાવવામાં રસ છે તો તમે પાક કલામાં ડિપ્લોમા કરી શકો છો. આ ડિપ્લોમા કર્યા પછી તમે બેકિંગ, કુકિંગ જેવા ક્ષેત્રમાં કરિયર બનાવીને સારી કમાણી કરી શકો છો.

આ પણ વાંચો:  શેર માર્કેટમાં રસ પડે છે? તો ટ્રેડિંગ સેક્ટરમાં બનાવો કરિયર, રોજની આવક હશે લાખોમાં

એનિમેશન અને મલ્ટીમીડિયામાં ડિપ્લોમા 

ભારતમાં એનિમેશન અને મલ્ટીમીડિયા ઝડપથી વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં ડિપ્લોમા કોર્સ કરીને તમે ગ્રાફિક્સ, એનિમેશન અને અન્ય આર્ટ શીખીને કમાણી કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More