Herbal Drink to Control Blood Sugar: બ્લડ સુગર લેવલ અનિયંત્રિત હોય તો ડાયાબિટીસના દર્દીઓને ઘણી બધી સમસ્યા થઈ શકે છે. વારંવાર બ્લડ સુગર વધે અને ઘટે તો નર્વસ સીસ્ટમ ડેમેજ થઈ જાય છે અને સાથે જ કિડની ડેમેજનું રિસ્ક પણ વધી જાય છે. ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર મેનેજમેન્ટ માટે રોજની ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ એક્સરસાઇઝ કરીને હેલ્ધી રૂટીન ફોલો કરવો.
આ પણ વાંચો: Onion Benefits: ઉનાળામાં આ સમયે રોજ ખાવી કાચી ડુંગળી, શરીરને એક નહીં 5 ફાયદા થશે
આજે તમને ઘરમાં રહેલી ત્રણ એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને પાણીમાં ઉકાળીને સવારના સમયે પી લેવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ ત્રણ વસ્તુ એવી છે જેને પાણીમાં ઉકાળશો તો હેલ્ધી હર્બલ ટી બની જશે જે શરીરને ફાયદો પણ કરે છે અને સ્વાદમાં પણ ટેસ્ટી લાગે છે.
આ પણ વાંચો: નસકોરી ફુટે કે તુરંત આ કામ કરો તો 30 જ સેકન્ડમાં નાકમાંથી લોહી નીકળતું બંધ થઈ જાશે
બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે રોજ સવારે ખાલી પેટ તજ, વરિયાળી અને જીરુંથી બનેલી ચા પીવી જોઈએ. અનેક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે તજ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરતો મસાલો છે. સાથે જ જીરું અને વરિયાળીમાં પણ એવા ગુણ હોય છે જે રક્તમાં સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા ત્રિફળા, વરિયાળી અને અજમાનો પાવડર પીવાથી દુર થશે આ 4 સમસ્યાઓ
તજ જીરું અને વરીયાળીથી બનેલી હર્બલ ટીને દિવસમાં એક થી બે વખત પી શકાય છે. આ હર્બલ ટી સવારે ખાલી પેટ પીવાથી વધારે લાભ કરે છે.
કેવી રીતે બનાવવી હર્બલ ટી ?
આ પણ વાંચો: Detox Your Mind: મગજને ડિટોક્સ કરવાની સરળ રીત, ડિલીટ થઈ જશે મનમાં આવતા ખરાબ વિચારો
અડધો લીટર પાણી ગરમ કરવા મુકો. તેમાં એક ઇંચનો તજનો ટુકડો, એક ચમચી વરિયાળી, અડધી ચમચી જીરૂં ઉમેરી દસ મિનિટ સુધી સારી રીતે ઉકાળો. ત્યાર પછી પાણીને ગાળી લો. આ પાણી હુંફાળું હોય ત્યારે તેમાં મધ ઉમેરીને પી લેવું.
હર્બલ ટી પીવાથી થતા ફાયદા
- તજ, વરીયાળી અને જીરુંની ચા પીવાથી વજન ઝડપથી ઘટી શકે છે. આ ત્રણ મસાલાનું પાણી મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને શરીરનું વજન ઝડપથી ઘટાડે છે.
આ પણ વાંચો: સવારે જાગો ત્યારે આંખ લાલ હોવી આ બીમારીનું શરુઆતી લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી
- જીરું તજ અને વરીયાળીના પાણીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ઇમ્યુન પાવરને વધારે છે..
- સવારના સમયે ખાલી પેટ જીરું, વરિયાળી અને તજનું પાણી પીવાથી શરીરમાં જામેલા ટોક્સિન શરીરમાંથી નીકળી જાય છે અને શરીર અંદરથી પણ સ્વસ્થ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે