Covid-19 New Variant Symptoms: ભારતમાં પણ કોવિડ 19 નું નવું વેરિયન્ટ JN.1 ફેલાઈ રહ્યું છે. કોવિડ 19 ના નવા નવું વેરિયન્ટને જે JN.1 નામ આપવામાં આવ્યું છે જે સિંગાપુર અને હોંગકોંગમાં ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ભારતમાં 19 મે 2025 સુધી કોવિડ 19 ના નવા વેરીયન્ટના 257 એક્ટિવ કેસ નોંધાયા હતા. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલે લોકોએ પણ સતર્ક થઈ જવાનો સમય આવી ગયો છે. JN.1 Covid 19 ના લક્ષણો કયા છે અને તે કેટલો જોખમી છે ચાલો જાણીએ.
આ પણ વાંચો: મોઢામાં વારંવાર થતા ચાંદા કેન્સરની શરુઆતની ચેતવણી હોય શકે છે, આ રીતે ઓળખો લક્ષણ
JN.1 Covid 19 થી કોને જોખમ વધારે ?
કોવિડ 19 ના નવા વેરીયન્ટના લક્ષણ ડેલ્ટા અને ઓમીક્રોન વેરીયન્ટ જેવા જ છે. કોરોનાના આ વેરિયન્ટના લક્ષણોને અવગણના કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય, ડાયાબિટીસના દર્દી હોય, હાર્ટ પેશન્ટ હોય, કેન્સરના દર્દી હોય તેમના માટે આ વેરીયન્ટ વધારે જોખમી છે.
આ પણ વાંચો: ઉનાળાનું અમૃત પીણું છાશ કેટલાક લોકો માટે ઝેર સમાન, આ 3 બીમારીના દર્દીએ ન પીવી છાશ
JN.1 Covid 19 ના લક્ષણ
કોરોનાના નવા વેરીયન્ટમાં સૂકી ઉધરસની સમસ્યા થઈ શકે છે. ઉધરસ સિવાય સ્વાદમાં ફેરફાર અને સુગંધ ન આવવી તે પણ નવા વેરીયન્ટનું લક્ષણ છે. કોરોનાના આ નવા વેરીયન્ટમાં દર્દીને માથામાં તીવ્ર દુખાવો પણ થઈ શકે છે અને ગળામાં તકલીફ અને નાકમાંથી પાણી નીકળવું પણ નવા લક્ષણો છે.
આ પણ વાંચો: Coconut Water: આ 4 બીમારી હોય તેણે રોજ પીવું નાળિયેર પાણી, તબિયત ઝડપથી સુધરશે
વેક્સિન લીધા પછી પણ થઈ શકે છે JN.1 Covid
કોરોનાની વેક્સિન લીધી હોય તે લોકોને પણ કોવિડનું નવું વેરિયન્ટ થઈ શકે છે. જોકે વેક્સિન લીધી હોવાના કારણે સ્થિતિ ગંભીર થવાથી બચી શકાય છે. એક્સપર્ટસનું કહેવું છે કે જે લોકોએ વેક્સિન અને બુસ્ટરડોઝ લીધા છે તેઓ લગભગ 80% સુધી હોસ્પિટલમાં દાખલ થવાથી સ્થિતિએ પહોંચવાથી બચી શકે છે. નિષ્ણાંતોની સલાહ છે કે જે લોકોએ બુસ્ટર ડોઝ હજુ સુધી લીધો ન હોય તેમણે બુસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ અને આ સમય દરમિયાન ભીડ વાળી જગ્યા પર માસ્ક પહેરવું. હાથ સાફ કરતાં રહેવું અને સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે