Healthy Heart: હાર્ટ હેલ્થ ખરાબ હોય તો હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી જીવલેણ કંડીશન્સ સર્જાઈ શક છે. હાર્ટ સંબંધિત કેસની સંખ્યા દુનિયાભરના દેશોમાં ઝડપથી વધી રહી છે. લોકો પોતાની કાર્ડિયોવૈસ્કુલર હેલ્થ તરફ ધ્યાન આપતા નથી અને પછી સ્થિતિ જીવલેણ બની જાય છે. ડોક્ટર્સ પણ લોકોને સલાહ આપતા હોય છે તે હૃદયના રોગોથી બચવું હોય તો હાર્ટનું સારી રીતે ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો: Milk Side Effects: આ લોકોને 1 ચમચી દૂધ પણ કરે નુકસાન, જાણો દૂધ કોના માટે નુકસાનકારક
હાર્ટનું ધ્યાન રાખવું મુશ્કેલ નથી. નિષ્ણાંતો જણાવે છે કે લોકો જો નિયમિત ફક્ત 2 કામ કરે તો પણ આજીવન હાર્ટ હેલ્ધી રહી શકે છે. આજે તમને આ 2 સરળ ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી તમે હાર્ટને હેલ્ધી રાખી શકો છો. હાર્ટને હેલ્ધી અને સ્ટ્રોંગ રાખવા માટે 2 નિયમનું પાલન કરવું જોઈએ. એક છે યોગ્ય આહાર અને ફિઝિકલ એક્ટિવિટી.
આ પણ વાંચો: Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળશે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?
કસરત કરવી
કસરત કરવી હાર્ટ માટે સારો ઉપાય છે. તેનાથી હાર્ટને પંપ કરવામાં સરળતા રહે છે. નિયમિત રીતે જો 30 મિનિટ પણ કસરત કરવામાં આવે તો તેનાથી બ્લડ પ્રેશર લેવલ ઘટે છે અને તમે ફીટ રહો છો. આ સિવાય કસરત કરવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે. કસરત કરવાથી વજન પણ ઓછું થાય છે.
આ પણ વાંચો: Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ
હેલ્ધી ડાયટ
હાર્ટને આજીવન હેલ્ધી રાખવું હોય તો યોગ્ય ડાયટ જરૂરી છે. હેલ્ધી ડાયટ એવી રીતે તૈયાર કરો કે શરીરને જરૂરી બધા જ પોષકતત્વો મળી રહે. દૈનિક આહારમાં શાકભાજી, ફળ, દાળ, આખા અનાજનો સમાવેશ કરવો અને સાથે જ હેલ્ધી ફેટ એટલે કે નટ્સ, સીડ્સ, ઓલિવ ઓઈલ અને એવોકાડો જેવી હેલ્ધી વસ્તુઓ ખાવી.
આ બે વાતોનું ધ્યાન રાખવાની સાથે પ્રોસેસ્ડ ફૂડ, રિફાઈંડ ફૂડ અને પેકેટના ફૂડ ખાવાથી બચો. વધારે તેલ, ખાંડ અને મીઠું ખાવાનું પણ બંધ કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે