Home> Sports
Advertisement
Prev
Next

ટેસ્ટ સિરીઝ વચ્ચે મળ્યા આઘાતજનક સમાચાર, યુવા ક્રિકેટર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, પિતા પણ હોસ્પિટલમાં દાખલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ વચ્ચે એક માઠા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બેટર સરફરાઝ ખાનના ભાઈ અને પિતા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે.

ટેસ્ટ સિરીઝ વચ્ચે મળ્યા આઘાતજનક સમાચાર, યુવા ક્રિકેટર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, પિતા પણ હોસ્પિટલમાં દાખલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ વચ્ચે એક માઠા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બેટર સરફરાઝ ખાનના ભાઈ અને પિતા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અને પિતા નૌશાદ ખાન આઝમગઢથી લખનઉ જઈ રહ્યા હતા અને અકસ્માત થયો. મુશીર મુંબઈ માટે ક્રિકેટ રમે છે અને તેની ઈરાની કપ માટે અજિંક્ય રહાણેની કેપ્ટનશીપવાળી ટીમમાં પસંદગી થયેલી છે. 

fallbacks

ગળામાં ઈજા
મુશીરને ગળામાં ગંભીર ઈજા થઈ છે. તે ઓછામાં ઓછા 3થી 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હજુ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. કાર રસ્તા પર ચારથી પાંચવાર પલટી ખાઈ ગઈ જેના કારણે મુશીર ગંભીર રીતે ઘાયલ થયો. મુશીર અને તેના પિતા નૌશાદ હાલ હોસ્પિટલમાં દાખલ છે અને બંને આઉટ ઓફ ડેન્જર હોવાનું કહેવાય છે. 

ઈરાની કપથી બહાર
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) તરફથી આ અકસ્માત અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. મુશીર ઈરાન કપમાં નહીં રમી શકે એ નક્કી માનવામાં આવી રહ્યું છે. જે 1 ઓક્ટોબરથી લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની છે. તેમાં રણજી ચેમ્પિયન મુંબઈનો સામનો રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમ સાથે થશે. મુશીર આ ઉપરાંત રણજી ટ્રોફીની શરૂઆતની કેટલીક મેચો પણ ગુમાવશે. 

મુશીરનું ફોર્મ
મુશીરે રેડ બોલ ક્રિકેટમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે. હાલમાં જ પૂરી થયેલી દુલીપ ટ્રોફીમાં તેણે ઈન્ડિયા બી માટે ઈન્ડિયા એ વિરુદ્ધ જીત મેળવવામાં 181 રનનું યોગદાન આપ્યું હતું. જો કે છેલ્લી ચાર ઈનિંગમાં તે બેવાર શૂન્ય પર આઉટ થયો છે. 19 વર્ષના મુશીરની ફર્સ્ટ  ક્લાસમાં સરેરાશ 51.14 ની છે. જેમાં 15 ઈનિંગમાં 716 રન સામેલ છે. તેણે 3 સદી અને એક અડધી સદી ફટકારી છે. 

ઈરાની કપ માટે ટીમો

રેસ્ટ ઓફ ઈન્ડિયા- ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન (વાઈસ કેપ્ટન), સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટ કિપર), ઈશાન કિશન (વિકેટ કિપર), માનવ સુથાર, સારાંશ જૈન, પ્રસિદ્ધ ક્રિષ્ણા, મુકેશ કુમાર, યશ દયાલ, રિકી ભુઈ, શાશ્વત રાવત, ખલીલ અહેમદ, રાહુલ ચહર

મુંબઈ- અજિંક્ય રહાણે (કેપ્ટન), પૃથ્વી શો, આયુષ મ્હાત્રે, મુશીર ખાન, શ્રેયસ ઐય્યર, સિદ્ધેશ લાડ, સૂર્યશ શેડગે, હાર્દિક તમોરે (વિકેટ  કિપર), સિદ્ધાંત અડ્ઢતરુ, શમ્સ મુલાની, તનુષ કોટિયન, હિમાંશુ સિંહ, શાર્દુલ ઠાકુર, મોહિત અવસ્થી, મોહમ્મદ જુનેદ ખાન અને રોયસ્ટન ડિયાસ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More