Diabetes Morning Symptoms: ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખરાબ આહારના કારણે ડાયાબિટીસના મામલા દિવસેના દિવસે વધતા જાય છે. યુવાનોથી લઈ બાળકો પણ આ બીમારીનો શિકાર થઈ રહ્યા છે. ડાયાબિટીસ એક એવી ખતરનાક બીમારી છે જે શરીરને નબળું કરી નાખે છે. જો સમયસર તેના લક્ષણોને ઓળખી લેવામાં ન આવે તો તે ગંભીર રૂપ પણ લઈ શકે છે.
આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવા 3 રીતે ખાઈ શકાય છે લસણ, નસોમાં જામેલી ગંદકી થઈ જશે સાફ
મોટાભાગના લોકો ડાયાબિટીસમાં શરૂઆતથી લક્ષણોને ઇગ્નોર કરે છે અને પછી સ્થિતિ બગડી જાય છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ડાયાબિટીસ છે. આવું ન થાય તે માટે આજે તમને ડાયાબિટીસના કેટલાક શરૂઆતથી સંકેતો વિશે જણાવીએ. ડાયાબિટીસની શરૂઆતમાં સવારના સમયે શરીરમાં કેટલાક ફેરફાર દેખાય છે. આ ફેરફાર કાયમી રીતે જોવા મળતા હોય તો સમયસર ચેકઅપ કરાવી લેવું.
સવારના સમયે દેખાતા ડાયાબિટીસના લક્ષણો
આ પણ વાંચો: લીવર માટે એસિડ સમાન છે આ 5 ફુડ્સ, રોજ ખાવાથી શરીરમાં ડબલ સ્પીડથી વધે કેન્સર સેલ્સ
થાક અને નબળાઈ
જો રોજ સવારે તમને થાક અને નબળાઈનો અનુભવ થાય છે તો તે ખતરાની ઘંટી છે. રાત્રે ઊંઘ કર્યા પછી પણ સવારે શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થવો ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. સવારના સમયે લો એનર્જી ફીલ કરવાનો અર્થ છે શરીરમાં કોઈ સમસ્યા છે. ઘણી વખત હાઈ બ્લડ સુગર લેવલના કારણે સુસ્તી અથવા તો લો એનર્જી અનુભવાય છે.
આ પણ વાંચો: Fatty Liver: આ 4 આદતોના કારણે જુવાનીમાં જ સડી જાય છે લીવર, તમને તો નથી ને આ આદતો ?
તરસ લાગવી
સવારે જાગો ત્યારે તમને વધારે પડતી તરસ લાગી હોય અથવા તો પાણી પીધા પછી તુરંત જ મોં સુકાઈ ગયું હોય તેવું લાગતું હોય તો તે પણ હાઈ બ્લડ સુગરનો સંકેત હોઈ શકે છે.જ્યારે શરીરમાં શુગર લેવલ વધે છે તો કિડની એક્સ્ટ્રા ગ્લુકોઝને યુરીનના માધ્યમથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. આ સ્થિતિમાં ખાસ કરીને સવારના સમયે વધારે તરસ લાગે છે.
આ પણ વાંચો: મોઢામાં કેન્સર થયું હોય તો શરુઆતમાં દેખાય આ 8 સંકેત, સામાન્ય ગણી ઈગ્નોર ન કરવા
ધૂંધળું દેખાવું
હાઈ બ્લડ સુગરની અસર આંખ પર પણ થાય છે. બ્લડ શુગર વધી જાય તો આંખે બરાબર દેખાતું નથી. જો તમને આંખે અચાનક ધૂંધળું દેખાવા લાગે તો સમજી લેવું કે બ્લડ સુગર લેવલ વધી ગયું છે. સવારના સમયે બ્લર વિઝનની સમસ્યા થતી હોય તો તેને ઇગ્નોર કરવાની ભૂલ કરવી નહીં આ ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Tooth Cavity Remedy: જમ્યા પછી રોજ ચાવી લો આ 1 વસ્તુ, દાંત ક્યારેય નહીં થાય સડો
હાથ અને પગમાં ઝણઝણાટી
આ લક્ષણો દેખાવાની સાથે હાથ કે પગમાં ઝણઝણાટી નો અનુભવ થાય અથવા તો હાથ કે પગ વારંવાર સુન્ન પડી જતા હોય તો તે પણ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. સવાર-સવારમાં જો આ લક્ષણો શરીરમાં દેખાતા હોય તો તુરંત જ ડોક્ટર પાસે જઈને પોતાનું ચેકઅપ કરાવી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે