Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: ટ્રમ્પના ટેરિફ બોમ્બે સોનાની પથારી ફેરવી, ભાવ જબ્બર ઉછળીને ક્યાંના ક્યાં પહોંચી ગયા, લેટેસ્ટ રેટ જાણો

Gold Price Today: ટેરિફના ટ્રિગર અને ડોલરની નબળાઈના પગલે સોના અને ચાંદીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજારની સાથે સાથે વૈશ્વિક બજારમાં પણ સોનું સતત નવા સેન્ટીમેન્ટલ લેવલ્સ ક્રોસ કરી રહ્યું છે. જાણો આજનો ભાવ. 

Gold Rate Today: ટ્રમ્પના ટેરિફ બોમ્બે સોનાની પથારી ફેરવી, ભાવ જબ્બર ઉછળીને ક્યાંના ક્યાં પહોંચી ગયા, લેટેસ્ટ રેટ જાણો

ટેરિફ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જે નિર્ણય લેવાયો અને ભારત પર 25 ટકાની જગ્યાએ 50 ટકા ટેરિફ  લાદી દેવાયો. ટેરિફના ટ્રિગર અને ડોલરની નબળાઈના પગલે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઘરેલુ વાયદા બજારમાં આજે વધારા સાથે શરૂઆત જોવા મળી. ત્યારબાદ બંને જ બુલિયન્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો. આ સાથે રિટેલ બજારના ભાવ પણ ખાસ જાણો. 

fallbacks

આજનો સોના ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન  (IBJA) મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 452 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 100904 રૂપિયા પર પહોંચ્યો. જે કાલે 100452 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 1020 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ભાવ 114505 રૂપિયાના સ્તરે પહોંચ્યો જે કાલે 113485 પર ક્લોઝ થયો હતો. 

કેરેટ પ્રમાણે ભાવ

MCX Gold-Silver Price
સવારે 10.30 વાગ્યાની આસપાસ ગોલ્ડ ફ્યૂચર્સ 210 રૂપિયાની તેજી સાથે 1,01,472 રૂપિયાના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ઓપનિંગ બાદ તે 101539 પર પહોંચ્યું હતું. કાલે તે 1,01,262 પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 685 રૂપિયાની તેજી સાથે 1,14,340 રૂપિયાના લેવલ પર ટ્રેડ થતી જોવા મળી હતી. જો કે કાલે 1,13,655 પર બંધ થઈ હતી. 

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીમાં તેજી
ગુરુવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી. કારણ કે રોકાણકારોએ ફરીએકવાર સેફ હેવન એટલે કે સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોના તરફ નજર ફેરવી છે. તેનું મોટું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારતથી આયાત થનારા સામાન પર 25 ટકા વધુ ટેરિફની જાહેરાત રહી. જેનાથી વૈશ્વિક વેપાર તણાવ વધ્યો. 

કિંમતોમાં તેજી
સ્પોટ ગોલ્ડનો ભાવ 0.4% વધીને $3,380.76 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. જ્યારે અમેરિકાનું ગોલ્ડ ફ્યૂચર્સ 0.3% ની તેજી સાથે $3,443.30 પર ટ્રેડ થતું જોવા મળ્યું. બજાર વિશેષજ્ઞોનું કહેવું છે કે ટ્રમ્પ દ્વારા સતત નવી ટેરિફ ચેતવણીઓ આપવી, રોકાણકારોને રિસ્ક એસેટ્સથી દૂર કરી રહ્યા છે અને સોના તરફ ખેંચી રહ્યા છે. સોનું હવે $3400 ના મનોવૈજ્ઞાનિક સ્તરના ઊંબરે પહોંચી ચૂક્યું છે. વિશ્લેષકોના જણાવ્યાં મુજબ જ્યારે પણ બજારમાં અનિશ્ચિતતાઓ અને જિયો પોલિટિકલ તણાવ વધે છે ત્યારે સોનું એક ભરોસાપાત્ર સંપત્તિ તરીકે ઊભરે છે. ટ્રમ્પની સતત જાહેરાતો રોકાણકારોને અસમંજસમાં નાખી રહી છે જેનાથી સોનાની માંગણી વધી છે. 

આ ઉપરાંત નબળા અમેરિકી ડોલરે પણ સોનાને સપોર્ટ કર્યો છે. ડોલર ઈન્ડેક્સ ગત અઠવાડિયે આવેલા અમેરિકાના નબળા જોબ્સ ડેટા બાદ એક અઠવાડિયાના નીચલા સ્તરે બનેલો છે. આ ડેટા બાદ હવે સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં કાપની આશા વધી છે. ડોલરની નબળાઈથી અન્ય મુદ્રાઓના ધારકો માટે સોનું ખરીદવું સસ્તું બને છે. જેનાથી માંગમાં વધારો થાય છે. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More