Health Tips: આયુર્વેદમાં લીમડાને ઔષધી માનવામાં આવે છે. લીમડામાં એવા ગુણ હોય છે જે શરીરને દરેક સમસ્યામાં ફાયદો કરી શકે છે. સવારે ખાલી પેટ લીમડાના પાનનું પાણી પીવાથી બેક્ટેરિયલ બીમારીઓથી તુરંત રાહત મળે છે. આ પાણી પાચન ક્ષમતાને મજબૂત કરે છે. લીમડાનો ઉપયોગ કરવાથી ઇમ્યુનિટી વધે છે અને સ્કીન, લીવર, હાર્ટ સહિતની સમસ્યામાં ફાયદો થાય છે. લીમડો બોડી ડિટોક્ષ કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. આજે તમને લીમડાના 5 સૌથી મોટા ફાયદા વિશે જણાવીએ.
આ પણ વાંચો: ઉદાસી, વધારે પડતી ભુખ સહિત આ 5 લક્ષણોને ન કરો ઈગ્નોર, ડિપ્રેશનની શરુઆતમાં થાય છે આવુ
બ્લડ સુગર કંટ્રોલ કરશે
આયુર્વેદ અનુસાર ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડાના પાનનું પાણી રામબાણ દવા જેવું છે. લીમડાના પાનમાં હાઇપોગ્લાયસેમિક ગુણ હોય છે જે બ્લડ સુગરને કાબુ કરવામાં મદદ કરે છે. તેનાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ વધે છે. જેના કારણે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: ધમનીઓ બ્લોક હોય ત્યારે શરીરમાં દેખાય આ લક્ષણો, 5 માંથી 1 ને પણ ઈગ્નોર ન કરતાં
પેટની ચરબી ઘટે છે
રોજ સવારે ખાલી પેટ લીમડાના પાનનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. તેનાથી કેલરી ઝડપથી બળે છે. નિયમિત આ પાણી પીવાથી વધતું વજન કંટ્રોલમાં રહે છે અને શરીર ફીટ લાગે છે. લીમડાનું પાણી પીવાથી ઓવર ઈટિંગથી પણ બચી શકાય છે.
આ પણ વાંચો: શરીરના આ અંગોમાં થતો દુખાવો કિડની ડેમેજનું હોય શકે લક્ષણ, સમયસર ધ્યાન આપવું જરૂરી
બોડી ડીટોક્ષ થશે
રોજ સવારે લીમડાનું પાણી પીવાથી બોડી ડિટોક્ષ થઈ જાય છે. શરીરમાં વધતા વિષાક્ત પદાર્થ નિત્ય ક્રિયા અને યુરિન મારફતે શરીરમાંથી નીકળી જાય છે. જેના કારણે લીવર ભોજનને સારી રીતે પચાવી શકે છે અને પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. લીમડાનું પાણી શરીરનું રક્ત શુદ્ધ કરે છે.
આ પણ વાંચો: નાળિયેર તેલમાં આ સફેદ વસ્તુ મિક્સ કરી મસાજ કરો, મટી જશે સ્નાયૂ અને સાંધાના દુખાવા
સ્કિન દેખાશે સુંદર
લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. લીમડાનું પાણી પીવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. લીમડો બ્લડને શુદ્ધ કરે છે જેના કારણે ત્વચા સુંદર બને છે કારણ કે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે