Home> LifeStyle
Advertisement
Prev
Next

Glowing Skin: રસોડાની આ 5 વસ્તુઓ સ્કિન પરની કરચલીઓ કરે છે ઓછી, નિયમિત લગાડવાથી ઢીલી પડેલી ત્વચા ટાઈટ થઈ શકે

Anti Aging Skin Care Tips: 30 વર્ષ પછી સ્કિન કેર પર ધ્યાન આપવામાં આવે તો વધતી ઉંમરે પણ સ્કિન ટાઈટ રહે છે અને ત્વચા યુવાન જ દેખાય છે. ચહેરાની ત્વચા પર ઉંમરની અસર ન થાય તે માટે તમે રસોડામાં રહેલી આ 5 વસ્તુને સ્કિન પર અપ્લાય કરી શકો છો.
 

Glowing Skin: રસોડાની આ 5 વસ્તુઓ સ્કિન પરની કરચલીઓ કરે છે ઓછી, નિયમિત લગાડવાથી ઢીલી પડેલી ત્વચા ટાઈટ થઈ શકે

Anti Aging Skin Care Tips: જેમ જેમ ઉંમર વધે તેમ  ત્વચા પર પણ ઉંમરની અસર દેખાવા લાગે છે. તેથી જ 30 વર્ષની ઉંમર પછી ત્વચાની માવજત કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. ઉંમર વધે છે તેમ ત્વચામાં કોલેજનનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. જેના કારણે ત્વચા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ પડવા લાગે છે. ધીરે ધીરે ત્વચા ઢીલી પડી જાય છે. જેના કારણે ચેહરાની સુંદરતા ઘટી જાય છે. આવું ન થાય તે માટે જ સ્કીન કેર કરવી જરૂરી છે. ત્વચા પર ઉંમરની અસર ન થાય અને ત્વચા યુવાન રહે તેવી ઈચ્છા હોય તો તમે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. ઘરના રસોડામાં એવી 5 વસ્તુઓ છે જે બેજાન ત્વચામાં ગ્લો વધારે છે. આ 5 વસ્તુઓનો ઉપયોગ કરવાથી ઢીલી પડેલી ત્વચા પણ ટાઈટ થઈ જાય છે. 

fallbacks

આ પણ વાંચો: હોઠને નેચરલી પિંક બનાવવા અપનાવો આ 3 ઘરેલુ ઉપાય, લિપસ્ટિક કરવાની જરૂર નહીં પડે

કોફી અને દહીં 

30 વર્ષની ઉંમર પછી ત્વચા પર કોફી અને દહીંનું ફેસ માસ્ક લગાડી શકાય છે. કોફી અને દહીંમાં એવા તત્વ હોય છે જે ત્વચા પરની ડેડ સ્કીનને દૂર કરે છે. દહીમાં રહેલું લેક્ટિક એસિડ ડાઘને દૂર કરે છે અને સ્કીનને ટાઈટ બનાવે છે. તેના માટે બે ચમચી દહીંમાં એક ચમચી કોફી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને અડધી કલાક માટે ચહેરા પર લગાવો પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લો. 

આ પણ વાંચો: વજન ઘટાડી સ્લીમ રહેવું હોય તો ડાયટમાં સામેલ કરી લો આ 3 ડ્રિંક્સ, વજન રહેશે કંટ્રોલમા

મધ 

તમે સ્કિન પર મધનો ઉપયોગ પણ કરી શકો છો. મધમાં મોશ્ચુરાઇઝિંગ ગુણ હોય છે જે ત્વચાને પોષણ આપે છે અને કોમલ બનાવે છે. મધમાં એન્ટી એજન્ટ પ્રોપર્ટી હોય છે જે ત્વચાની કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક ચમચી મધને ચહેરા પર સારી રીતે અપ્લાય કરવું અને પછી પાંચ મિનિટ મસાજ કરવી. મધ અપ્લાય કર્યા પછી ત્વચા ને હૂંફાળા પાણીથી સાફ કરવી.

આ પણ વાંચો: Skin Care: જાયફળના પાવડરમાં આ વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાડો, ડેડ સ્કિન નીકળી જશે

કાકડીનો રસ 

કાકડી પણ ત્વચા માટે ફાયદાકારક છે. કાકડીમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી એજીંગ ગુણ હોય છે જે ત્વચાને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે. કાકડીનો રસ નિયમિત સ્કિન પર લગાડવાથી ત્વચાની સુંદરતા કુદરતી રીતે વધવા લાગે છે. કાકડીનો રસ ચહેરા પર 30 મિનિટ માટે અપ્લાય કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. 

આ પણ વાંચો: Knee Pain: રોજ કરો આ 4 યોગાસન, તેલ, બામ કે દવા વિના ઘુંટણના દુખાવાથી મળશે રાહત

ટમેટાનો રસ 

ટમેટામાં સાઈટ્રિક એસિડ હોય છે જે ત્વચાના ડાઘને દૂર કરે છે અને ત્વચાની સુંદરતા વધારે છે. ટમેટાનો રસ લગાડવાથી ત્વચા પરની કરચલીઓ અને ફાઈન લાઇન્સ દૂર થાય છે. 30થી વધુ ઉંમરની મહિલાઓએ ટમેટાનો રસ ત્વચા પર જરૂર લગાડવો. તેનાથી ત્વચા યુવાન દેખાશે. તમે ટમેટાનો રસ કાઢીને સ્કીન પર અપ્લાય કરી શકો છો. ટમેટાનો રસ 10 થી 15 મિનિટ માટે જ સ્કિન પર રાખો. 

આ પણ વાંચો: Haldi: આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો સ્કિન પર, ચહેરા પરના વાળથી મળી જશે છુટકારો

બટેટાનો રસ 

બટેટા પણ દરેક ઘરના રસોડામાં હોય છે. બટેટામાં એન્ટી એજિંગ ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવા માટે બટેટાને ખમણીને તેનો રસ કાઢી લો. જો લીંબુથી એલર્જી ન હોય તો બટેટાના રસમાં ત્રણ ચાર ટીપા લીંબુના ઉમેરો. આ મિશ્રણને સ્કિન પર લગાવો અને 10 મિનિટ રાખો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More