Home> Health
Advertisement
Prev
Next

Water: દિવસમાં આ 5 સમયે પાણી પીવું સૌથી જરૂરી, શરીરને થશે અગણિત લાભ

Right Time to Drink Water: દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવું શરીર માટે જરૂરી છે. પરંતુ 5 કામ એવા છે જેને કરતા પહેલા પાણી પીવું સૌથી વધારે જરૂરી છે. તેનાથી શરીરને અગણિત લાભ થાય છે.
 

Water: દિવસમાં આ 5 સમયે પાણી પીવું સૌથી જરૂરી, શરીરને થશે અગણિત લાભ

Right Time to Drink Water: પાણી શરીરને હેલ્ધી રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ વાત તમે અત્યાર સુધીમાં લાખો વખત સાંભળી હશે કે સ્વસ્થ રહેવું હોય તો દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને શરીર બધા જ ફંક્શન સારી રીતે કરી શકે છે, દિવસ દરમિયાન થોડી થોડી માત્રામાં પાણી પીતા રહેવું જોઈએ. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે દિવસમાં કેટલોક સમય એવો પણ હોય છે જ્યારે પાણી પીવું સૌથી વધારે જરૂરી હોય છે? આયુર્વેદ અને મોડર્ન સાયન્સમાં પણ પાણી પીવાના ટાઈમિંગને મહત્વ આપવામાં આવ્યું છે. જો આ સમયે પાણી પીવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. દિવસમાં 5 સમય એવા હોય છે જ્યારે પાણી પીવું જ જોઈએ. 

fallbacks

આ પણ વાંચો: Monsoon Food Tips: ચોમાસામાં આ 3 દાળ ખાવાનું ટાળો, વરસાદી વાતાવરણમાં બગાડશે ડાયજેશન

સવારે જાગીને પાણી પીવું 

સવારે જાગીને સૌથી પહેલા 1 કે 2 ગ્લાસ પાણી પીવું શરીર માટે ફાયદાકારક છે. આખી રાતની ઊંઘ અને આરામ પછી સવારે જાગો ત્યારે શરીર ડિહાઈડ્રેટ હોય છે. પાણીની આ ઉણપને દૂર કરવા માટે દિવસની શરૂઆત પાણી પીને કરવી જોઈએ. તેનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે અને શરીરના ટોક્સિન બહાર નીકળી જાય છે. ખાલી પેટ પાણી પીવાથી મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે. 

આ પણ વાંચો: Mango: ઉનાળામાં તો ખૂબ ખવાય છે પણ વરસાદ પડી જાય પછી કેરી ખાવી કે નહીં ?

જમતા પહેલા 

જમવા બેસો તેની અડધી કલાક પહેલા પાણી પીવાની આદત પણ લાભકારી છે. અડધી કલાક પહેલા પાણી પીને પછી જમશો તો ડાયજેસ્ટિવ જ્યુસ બનાવવામાં શરીરને મદદ મળશે. તેનાથી ખાધેલા ખોરાકનું પાચન સારી રીતે થશે અને એસિડિટી તેમજ બ્લોટીંગ જેવી સમસ્યાથી રાહત મળશે. જમતા પહેલા પાણી પીવાથી ઓવર ઈટિંગથી પણ બચી શકાય છે. 

આ પણ વાંચો: પગમાં સોજા સહિત આ 5 ફેરફાર દેખાય તો ડોક્ટર પાસે જવું, ગંભીર બીમારીનું લક્ષણ હોય શકે

વર્કઆઉટ કરતા પહેલા 

જો કોઈ વ્યક્તિ સવારે અને સાંજે વર્કઆઉટ કરે છે તો વર્કઆઉટ કરતા પહેલા પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી શરીર હાઈડ્રેટ થાય છે અને વર્કઆઉટ દરમિયાન શરીર વધારે એક્ટિવ રહે છે. એક્સરસાઇઝ કરતા પહેલા પાણી પી લેવાથી શરીરને એનર્જી મળે છે અને સ્નાયુને પણ સપોર્ટ રહે છે. 

આ પણ વાંચો: Healthy Breakfast: સવારે નાસ્તામાં દૂધમાં પલાળેલી રોટલી ખાવાથી થતા લાભ વિશે જાણો

સ્ટ્રેસ ફિલ થાય  ત્યારે 

દિવસમાં જો કોઈ સમયે મૂડ ખરાબ થતો હોય તેવું લાગે અથવા તો સ્ટ્રેસ અનુભવાય ત્યારે એક ગ્લાસ પાણી લઈ નિરાંતે બેસી જવું અને ધીરે ધીરે પાણી પીવું. આ રીતે પાણી પીવાથી મગજ ઠંડો થશે અને રિલેક્સ થશે. જ્યારે સ્ટ્રેસ વધે છે તો શરીરની કોશિકાઓ સંકોચાઈ જાય છે જેના કારણે ઓક્સિજન ફ્લોસ્લો થઈ જાય છે. આ સ્થિતિમાં જો તમે નોર્મલ ટેમ્પરેચરનું પાણી ધીરે ધીરે પીશો તો મૂડ સુધારવા લાગશે. 

આ પણ વાંચો: હાડકાનું કેન્સર થાય ત્યારે જોવા મળે છે આ લક્ષણો, 90 ટકા લોકો સામાન્ય સમજી ઈગ્નોર કરે

સુતા પહેલા 

રાત્રે સુવાની 30 મિનિટ પહેલા એક અથવા અડધો ગ્લાસ પાણી પીને સૂવાનું શરૂ કરો. આમ કરવાથી બોડી રાત્રે હાઇડ્રેટ રહેશે અને કિડની તેમજ હાર્ટ હેલ્ધી રહેશે. જોકે રાત્રે સુતા પહેલા વધારે પાણી પીવાનું પણ ટાળવું અડધો ગ્લાસ પાણી પીવો પણ પૂરતું છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More