How to Increase Focus: આજની દોડધામ ભરેલી જિંદગીમાં લોકોને મેમરી અને ફોકસ સંબંધિત સમસ્યાઓ વધારે રહે છે. કેટલાક લોકો પર કામનું વધારે પડતું પ્રેશર હોય છે તો કેટલાક લોકો સ્ક્રીન ટાઈમ વધારે આપે છે. બિનજરૂરી બાબતોમાં વધારે વિચારીને લોકો સ્ટ્રેસ લેતા હોય છે જેના કારણે જરૂરી કામ પર પણ ઇફેક્ટ થવા લાગે છે. જો રોજના જીવનમાં કેટલાક નાના નાના ફેરફાર પણ કરી લેવામાં આવે તો એકાગ્રતા વધી શકે છે અને યાદશક્તિ પણ સારી થાય છે. આજે તમને 5 અસરદાર ફેરફાર વિશે જણાવીએ જે એક મહિનામાં તમારી લાઇફ બદલી શકે છે. એક મહિના સુધી આ 5 આદતોને ફોલો કરશો તો લાઇફમાં ફેરફાર ચોક્કસથી દેખાશે.
આ પણ વાંચો: કોટનની સાડી સાથે પેર કરો આવા નેકલેસ, સિંપલ સાડીમાં પણ મહારાણી જેવો વટ પડશે
હેલ્થી ડાયટ
શરીર માટે જે રીતે પોષણ જરૂરી છે તે રીતે મગજ માટે પણ યોગ્ય પોષણ જરૂરી છે. જીભને ભાવે એવી વસ્તુઓને બદલે શરીરને પોષણ આપે તેવી વસ્તુઓનો ડાયટમાં સમાવેશ કરો. ખાસ કરીને ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટિ ઓક્સિડન્ટ અને વિટામીન બી થી ભરપુર વસ્તુઓ ડાયટમાં સામેલ કરવી જોઈએ તેનાથી મેમરી બુસ્ટ થાય છે. રોજના આહારમાં જંક ફૂડ, વધારે પડતી ખાંડ લેવાનું ટાળો કારણકે આવી વસ્તુઓથી મગજ સુસ્ત થઈ જાય છે. હેલ્ધી ડાયેટ ફોલો કરવાની સાથે રોજ સાત થી આઠ ગ્લાસ પાણી પણ પીવું.
આ પણ વાંચો: Recipe: દાળવડાને ભુલાવી દે એવા ટેસ્ટી અને કરકરા ભાતના ભજીયા બનાવવાની રીત
રેગ્યુલર એક્સરસાઇઝ કરો
ફિઝિકલ એક્ટિવિટી બ્રેનમાં બ્લડ ફ્લો વધારે છે. જેના કારણે મેમરી અને એકાગ્રતા સુધરે છે. રોજ 30 મિનિટ વોકિંગ યોગા કે મેડિટેશન કરવાથી લાભ થશે.જો તમે ભ્રાહ્મરી પ્રાણાયામ કે સૂર્ય નમસ્કાર કરી શકો છો તો સૌથી સારું. તેનાથી ફોકસ વધે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. જો રોજ એક્સરસાઇઝ ન કરો તો અઠવાડિયામાં 4 દિવસ એક્સરસાઇઝ કરવાનું નક્કી રાખો.
આ પણ વાંચો: Storage Hacks: આ રીતે રાખશો તો ફ્રીજમાં મહિના સુધી ફ્રેશ રહેશે મીઠા લીમડાના પાન
ઊંઘને મહત્વ આપો
મેમરી બુસ્ટ થાય તે માટે ઊંઘ જરૂરી છે. દરેક વ્યક્તિએ 7 થી 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે. રાત્રે સુતા પહેલા મોબાઇલ કે ટીવીમાં કલાકોનો સમય બગાડવાને બદલે ઊંઘને મહત્વ આપો. સુવાની એક કલાક પહેલાથી મોબાઈલ, લેપટોપ અને ટીવી બંધ કરીને રાખી દો. સૂવાનું અને સવારે જાગવાનો ટાઈમ નક્કી કરી લો.
આ પણ વાંચો: લિપસ્ટિક અને ટિંટેડ લિપ બામ વચ્ચે શું છે અંતર? જાણો કયા સમયે શું લગાડવું ?
માઈન્ડ ફુલનેસ પ્રેક્ટિસ
રોજ 10 મિનિટ માઈન્ડ ફુલના પ્રેક્ટિસ કરો તેનાથી મગજ શાંત થાય છે અને ફોકસ વધે છે. તેના માટે તમે ઊંડા શ્વાસ લેવા અને છોડવાની પ્રેક્ટિસ કરી શકો છો શ્વાસ લેતી અને છોડતી વખતે સંપૂર્ણ ધ્યાન શ્વાસ પર કેન્દ્રિત કરવું. અથવા તો કોઈ એક પોઈન્ટ પર ફોકસ રાખીને બ્રિધિંગ એક્સરસાઇઝ કરો તેનાથી મગજની એફિશિયન્સી સુધરે છે અને સ્ટ્રેસ ઘટે છે.
આ પણ વાંચો: એક્ઝોસ્ટ ફેન અને ચીમની પર જામેલી ચીકાશ ઈઝીલી સાફ થશે, અપનાવો ડીપ ક્લિનિંગની આ ટ્રિક
સ્ક્રીન ટાઈમ ઓછો કરો
આજના યુવાનો કલાકોનો સમય સોશિયલ મીડિયા પર રીલ્સ જોવામાં પસાર કરી નાખે છે. ઘણી વખત સ્ક્રીન ટાઈમના કારણે જરૂરી કામની પણ અવગણના કરી નાખવામાં આવે છે. વધારે પડતો સ્ક્રીન ટાઈમ મગજને નુકસાન કરે છે. તેથી રોજ એવો સમય નક્કી રાખો જ્યારે તમે ડિજિટલ ડિટોક્સ રુલ ફોલો કરો. એટલે કે એ સમય દરમિયાન ફક્ત કામ પર ધ્યાન આપો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે