Home> Health
Advertisement
Prev
Next

Brain Power: પોષકતત્વોની ખાણ છે આ લાડુ, બાળકોનો બ્રેન પાવર વધારવા રોજ ખવડાવો 1 લાડુ

How To Boost Brain Power: બાળકોનો માનસિક વિકાસ સારી રીતે થાય અને તેની યાદશક્તિ તેજ રહે તેવી ઈચ્છા હોય તો ઘરમાં આ લાડુ બનાવી લો અને બાળકને રોજ એક ખવડાવો. આ લાડુ બાળકનો બ્રેન પાવર વધારવામાં મદદ કરી શકે છે.

Brain Power: પોષકતત્વોની ખાણ છે આ લાડુ, બાળકોનો બ્રેન પાવર વધારવા રોજ ખવડાવો 1 લાડુ

How To Boost Brain Power: બાળકનો શારીરિક વિકાસ જેટલો જરૂરી છે એટલો જ જરૂરી માનસિક વિકાસ પણ છે. જો બાળકનું મગજ દુરસ્ત રહે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સૌથી વધારે તો બાળકોને એવી વસ્તુઓની જરૂર હોય છે જે તેના બ્રેન પાવરને વધારે. બ્રેન પાવર વધારવા માટે બાળકોના આહારમાં અલગ અલગ વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. જોકે બાળકો ઘણી બધી વસ્તુઓ ખાવાનું ટાળે છે. આ સ્થિતિમાં તેમના મગજને ફાયદો કરે તેવી વસ્તુઓ તેમને ખવડાવી હોય તો આ ટેસ્ટી લાડુ ઘરે બનાવી શકો છો. 

fallbacks

આ પણ વાંચો: જમ્યા પછી બેડ પર ચાદરની જેમ પથરાઈ જાવ છો ? ન કરો આ ભુલ, દરેક મીલ પછી 15 મિનિટ ચાલવું

બાળકનો બ્રેન પાવર સારો હશે તો તે અભ્યાસમાં પણ સારું પર્ફોર્મન્સ કરશે અને જે પણ કામ કરશે તેમાં તે સારી રીતે ફોકસથી ધ્યાન આપી શકશે. તેનું મગજ તેજ થાય તે માટે આ લાડુ તેને ખવડાવવા જોઈએ. આજે તમને એક એવા લાડુ વિશે જણાવીએ જે બાળકોનો બ્રેઇન પાવર વધારી શકે છે. 

આ પણ વાંચો: તમારા ઘરના રસોડામાં જ છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડતી 5 વસ્તુઓ, રોજ ખાવાનું કરી દો શરુ

બાળકો માટે બેસ્ટ હોમમેડ લાડુ  

બ્રેન પાવર વધારતા લાડુમાં અળસીના બી, પિસ્તા, અખરોટ, ખજૂર અને ઘી ઉમેરવાના હોય છે. આ લાડુ ખાવાથી બાળકોના શરીરમાં ઓમેગા 3 વધે છે જે મગજ તેજ કરવામાં મદદ કરે છે. તેનાથી બાળકની ફોકસ કરવાની ક્ષમતા સુધરે છે. 

આ પણ વાંચો: પીળા દાંતને સાફ કરવા હોય તો ટૂથપેસ્ટમાં આ 5 માંથી કોઈ 1 વસ્તુ ઉમેરી બ્રશ કરવું

લાડુ બનાવવા માટે સૌથી પહેલા 2 ચમચી અળસીના બીને શેકી લેવા અને પછી તેમાં એક-એક કપ અખરોટનો પાવડર અને પિસ્તાનો પાઉડર ઉમેરો. હવે આ પાવડર સાથે ચારથી પાંચ ખજૂરને મિક્સરમાં વાટી લો. તૈયાર કરેલા પાવડરમાં બે ચમચી ગાયનું ઘી મિક્સ કરીને નાની નાની લાડુડી બનાવી લો. આ લાડુડીને કાચની બોટલમાં સ્ટોર કરી લો. આ લાડુમાંથી રોજ એક લાડુ બાળકને ખવડાવવાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થશે..

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More