Home> LifeStyle
Advertisement
Prev
Next

Fruits For Hair: વાળને અંદરથી પોષણ આપે છે અને ગ્રોથને બમણો કરે છે આ 5 ફળ, આજથી ખાવાનું કરી દેજો શરુ

Fruits For Hair: અલગ અલગ પ્રકારના ફળ શરીરના સ્વાસ્થ્ય સાથે વાળની સુંદરતા પણ વધારી શકે છે. કેટલાક ફળ એવા છે જે વાળ માટે લાભકારી છે. આજે તમને 5 એવા ફળ વિશે જણાવીએ જેને ખાવાથી વાળને ફાયદો થાય છે.

Fruits For Hair: વાળને અંદરથી પોષણ આપે છે અને ગ્રોથને બમણો કરે છે આ 5 ફળ, આજથી ખાવાનું કરી દેજો શરુ

Fruits For Hair: આહાર સારો હોય તો શરીર અંદરથી અને બહારથી સ્વસ્થ દેખાય છે. જો આહાર યોગ્ય ન હોય તો તેની અસર સૌથી પહેલા વાળ પર દેખાવા લાગે છે. ઘણા લોકોના વાળ એકદમ બેઝાન અને ડ્રાય હોય છે. તેનું કારણ તેનો આહાર પણ હોઈ શકે છે. શરીરમાં પોષક તત્વની ખામી હોય તો તેના કારણે વાળ બેજાન થઈ જાય છે અને ખરવા પણ લાગે છે. 

fallbacks

આ પણ વાંચો: Cleaning Tips: ચાની ગંદી ગરણી આખા ઘરને બીમાર કરશે, સાફ કરવામાં 5 મિનિટ પણ નહીં લાગે

પોષક તત્વોનો અભાવ હેર ગ્રોથને પણ અટકાવે છે. જો વાળનો ગ્રોથ વધારવો હોય અને વાળને હેલ્ધી પણ રાખવા હોય તો વિટામીન, ખનીજ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર બેલેન્સ ડાયટ લેવી જરૂરી છે. વાળ ખરવાનું મુખ્ય કારણ પોષણનો અભાવ હોય છે. આજે તમને પાંચ એવા ફળ વિશે જણાવીએ જેને ખાવાથી વાળને જરૂરી પોષણ મળી જશે અને વાળનો ગ્રોથ સારી રીતે થશે. 

વાળની સુંદરતા માટે ખાઈ શકાય છે આ 5 ફળ 

આ પણ વાંચો: રોજ આ રોટલી ખાશો તો પેટ વધશે નહીં, આ સફેદ વસ્તુ ઉમેરી બાંધવો રોટલીનો લોટ, ઘટશે વજન

બેરીઝ 

સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસબેરી, બ્લેકબેરી વગેરે બેરીઝ વિટામીન, ઓક્સિજન અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ ફળ કોલાજન પ્રોડક્શન વધારે છે. તેનાથી વાળને મજબૂતી મળે છે અને વાળને જરૂરી અંદરની પોષણ મળે છે. 

આ પણ વાંચો: એલોવેરા સાથે આ વસ્તુઓ મિક્સ કરી લગાડો વાળમાં, વાળ થઈ જશે કાળા અને ઝડપથી થશે લાંબા

સંતરા 

વિટામીન સીથી ભરપુર સંતરા કોલાજન પ્રોડક્શનને વધારે છે. સંતરા ખાવાથી વાળનો ગ્રોથ સુધરે છે અને બે મુખી વાળની સમસ્યા પણ ઓછી થાય છે. સંતરા એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે ફ્રી રેડીકલ્સને દૂર કરે છે. 

આ પણ વાંચો: ચાંદની જેમ ચમકશે ચહેરો 1 ચમચી દહીં, ચપટી હળદર કરશે જાદુ, ટ્રાય કરો આ સ્કિન કેર ટીપ્સ

પપૈયુ 

પેટના સ્વાસ્થ્યને સુધારતું પપૈયું વાળ માટે પણ ફાયદાકારક છે. પપૈયું ખાવાથી વાળને પોષણ મળે છે. પપૈયામાં વિટામિન એ, ફોલેટ, વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને વાળને ખરતા અટકાવે છે. 

આ પણ વાંચો: Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય

અનાનસ 

હેર ફોલ રોકવા માટે અનાનસ પણ ફાયદાકારક છે. અનાનસ ખાવાથી શરીરને વિટામિન સી મળે છે અને કોલાજન પ્રોડક્શન વધારવામાં મદદ થાય છે. તેનાથી સ્કેલ્પ ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે. અનાનસ ખાવાથી શરીરને એન્ટીઓક્સિડન્ટ પણ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More