Pomegranate Health Benefits: દાડમમાં વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, આયરન, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. દાડમ પોષકતત્વોના કારણે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકો રેગ્યુલર દાડમ ખાતા હોય છે તેમને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનું જોખમ ઘટી જાય છે. કારણ કે દાડમ ખાવાથી ઇમ્યુનિટી મજબૂત રહે છે. દાડમ ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે ચાલો જાણીએ.
આ પણ વાંચો: ઘરથી નીકળો ત્યારે આ વાતોનું રાખો ધ્યાન, ગરમ હવાથી બચી જશો અને લૂ પણ નહીં લાગે
કયા સમયે ખાવું દાડમ?
દાડમ આમ તો કોઈ પણ સમયે ખાઈ શકાય છે પરંતુ સવારે નાસ્તામાં જો તમે દાડમનું સેવન કરો છો તો સૌથી વધુ ફાયદો કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સવાર સવારમાં 1 વાટકી દાડમ ખાવાથી શરીરને ફાયદો થાય છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો રોજ નાસ્તામાં એક વાટકી દાડમ ખાવાનું શરૂ કરો. તેનાથી થોડા જ અઠવાડિયામાં શરીરમાં પોઝિટિવ ફેરફાર દેખાવા લાગશે.
આ પણ વાંચો: દિવસમાં એકવાર 1 ગ્લાસ સત્તુનું શરબત પી લેશો તો નહીં લાગે લૂ, ઉનાળાનું અમૃત છે આ પાણી
દાડમ ખાવાથી થતા ફાયદા
સવારે નાસ્તામાં દાડમ ખાવાથી નબળી ઈમ્યુનિટી ઝડપથી સ્ટ્રોંગ થાય છે. જો ઇમ્યુનિટી ઓછી હોય તો વારંવાર બીમારી આવે છે. જો તમે વારંવાર નાની મોટી બીમારીથી પરેશાન રહેતા હોય તો નાસ્તામાં દાડમ ખાવાનું શરૂ કરો. દાડમને ડાયટ પ્લાન નો ભાગ બનાવવાથી ઇમ્યુનિટી ઝડપથી બુસ્ટ થશે.
આ પણ વાંચો: નાળિયેર તેલમાં આ 2 વસ્તુઓ મિક્સ કરી માલિશ કરો, ગમે તેવો સાંધાનો દુખાવો હશે મટી જશે
જે લોકો રેગ્યુલર દાડમનું સેવન કરે છે તેની ગટ હેલ્થ પણ સુધરે છે. દાડમ ખાવાથી કબજિયાત જેવી પેટની સમસ્યાથી છુટકારો મળે છે. રોજ દાડમનું સેવન કરવાથી મેમરી પણ બુસ્ટ થાય છે. દાડમ સ્વાસ્થ્યની સાથે ત્વચાની રંગત સુધારવામાં પણ મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે