Date Milk Benefits: ઋતુ બદલે એટલે આહારમાં પણ ફેરફાર થઈ જાય છે. ખાવા પીવાની આદતોમાં ફેરફાર કરવો જરૂરી પણ હોય છે. જો તમે બદલતા વાતાવરણમાં હેલ્ધી વસ્તુઓ ખાવાનું રાખો છો તો સ્વાસ્થ્ય સારું રહે છે. જેમકે શિયાળો શરૂ થાય એટલે એવી વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ જે શરીરને ગરમી આપે અને જેની તાસીર ગરમ હોય. આવી વસ્તુઓનું સેવન કરવાથી શિયાળામાં સ્વાસ્થ્ય સારું રહે છે. શિયાળો શરૂ થાય એટલે મોટાભાગના લોકો રાતના સમયે ગરમ દૂધ પીતા હોય છે. દૂધ પીવું શરીર માટે ફાયદાકારક છે પરંતુ જો શિયાળામાં તમે દૂધમાં ખજૂર ઉકાળીને તેનું સેવન કરશો તો તેનાથી શરીરને વધારે ફાયદો થશે. ખજૂરવાળુ દૂધ પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે ચાલો તે પણ તમને જણાવીએ.
ખજૂર અને દૂધના ફાયદા
આ પણ વાંચો: સવારે કરી લેશો આ 5 કામ તો આખો દિવસ શરીરમાં રહેશે સ્ફુર્તિ, કામ કરવામાં નહીં લાગે થાક
શરીરને રાખે છે ગરમ
શિયાળામાં શરીરને ગરમી આપવાનું કામ દૂધ અને ખજૂર કરે છે જો તમે ખજૂરને દૂધમાં ઉકાળીને તેનું સેવન કરો છો તો તેનાથી શરીર અંદરથી ગરમ રહે છે.
શરીરને મળે છે એનર્જી
ખજૂરમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે રોજ દિવસમાં એક વખત ખજૂર અને દૂધ પીવાથી શરીરને એનર્જી મળે છે રાત્રે ખજૂર વાળું દૂધ પીવાથી ઊંઘ પણ સારી આવે છે.
આ પણ વાંચો: લવિંગ ખાવા કરતાં લવિંગવાળુ દૂધ પીવાથી શરીરને થશે લાભ, જાણો 4 ચમત્કારી ફાયદા વિશે
પાચન માટે ફાયદાકારક
દૂધ અને ખજૂર પાચન માટે પણ ખૂબ જ લાભકારી છે તેમાં વધારે ફાઇબર હોય છે જે પેટ સાફ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાને મટાડે છે.
હાડકા થાય છે મજબૂત
હાડકાની મજબૂતી માટે પણ ખજૂર વાળું દૂધ ફાયદાકારક છે. ખજૂરવાળુ દૂધ પીવાથી શરીરને જરૂરી કેલ્શિયમ મળે છે તેના કારણે હાડકા મજબૂત રહે છે જે લોકોને સાંધાનો દુખાવો રહેતો હોય તેમણે નિયમિત એક ગ્લાસ ખજૂર વાળું દૂધ પીવું જોઈએ.
આ પણ વાંચો: શિયાળામાં અર્જુનની છાલ અને આમળાના રસનું રોજ કરો સેવન, બેડ કોલેસ્ટ્રોલનો થશે સફાયો
કેવી રીતે બનાવવું ખજૂરવાળું દૂધ ?
ખજૂરવાળુ દૂધ બનાવવું ખૂબ જ સરળ છે. તેના માટે એક ગ્લાસ દૂધને ઉકાળવા મૂકો અને તેમાં ત્રણ ખજૂરના ટુકડા કરીને ઉમેરી દો. દૂધમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી દૂધમાં ખજૂર ઉકાળશો એટલે તેમાં કુદરતી મીઠાશ આવી જશે. થોડીવાર દૂધને ઉકાળી અને પછી તેનું સેવન કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે