Home> Health
Advertisement
Prev
Next

Onion: ગરમીના દિવસોમાં બપોરે રોજ ખાવી કાચી ડુંગળી, લૂ નહીં લાગે અને જૂની બીમારીઓ પણ થશે દુર

Onion Benefits: ગરમીની શરુઆત થઈ ગઈ છે. ઉનાળાની ઋતુ દરમિયાન બપોરે ભોજનમાં કાચી ડુંગળી ખાવાનું રાખવું જોઈએ. તેનાથી લૂ નથી લાગતી અને અન્ય જૂની બીમારીઓ પણ મટવા લાગે છે. 
 

Onion: ગરમીના દિવસોમાં બપોરે રોજ ખાવી કાચી ડુંગળી, લૂ નહીં લાગે અને જૂની બીમારીઓ પણ થશે દુર

Onion Benefits: ડુંગળીનો ઉપયોગ શાક, દાળ અને સલાડમાં કરવામાં આવે છે. ડુંગળી ઉમેરવાથી ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે. ડુંગળી એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે. ઉનાળામાં તો ડુંગળી શરીર માટે ઔષધી જેવું કામ કરે છે. ગરમીના દિવસોમાં બપોરના ભોજન સાથે કાચી ડુંગળી ખાવી જોઈએ. કાચી ડુંગળી શરીરને અનેક ફાયદા કરે છે. 

fallbacks

આ પણ વાંચો: Depression Signs: પુરુષો ડિપ્રેશનમાં હોય તો જોવા મળે આ 5 લક્ષણો

કાચી ડુંગળીને સલાડ તરીકે, રાયતામાં કે ચાટમાં ઉમેરીને ઉપયોગમાં લઈ શકાય છે. ડુંગળી સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને લાભ પણ કરે છે. જો તમે ઉનાળામાં બપોરે ડુંગળી ખાવ છો તો શરીરને કયા લાભ થાય છે ચાલો તમને જણાવીએ.

ઉનાળામાં ડુંગળી ખાવાથી થતા લાભ

આ પણ વાંચો: સવારે નરણે કોઠે 1 ચમચી આમળા ચૂર્ણ ખાઈ લેવું, શરીરની આ 4 સમસ્યા દવા વિના દુર થશે

1. ડુંગળીમાં એવા પોષક તત્વ હોય છે જે શરીરને ફાયદો કરે છે. ડુંગળી સોડિયમ, પોટેશિયમ, વિટામિન ઈ, ફોલેટ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે એ હાડકાને મજબૂત બનાવે છે. 

2. કાચી ડુંગળીમાં ડાયટરી ફાઇબર હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. ડુંગળી ખાવાથી ડાયજેશન સુધરે છે અને કબજિયાત, એસિડિટી, પેટમાં ગેસ જેવી તકલીફો ઓછી થાય છે. 

આ પણ વાંચો: Saunf Mishri: ઉનાળામાં વરિયાળી અને સાકરનું પાણી પીશો તો નહીં થાય આ સમસ્યાઓ

3. કાચી ડુંગળી સલ્ફરથી ભરપૂર હોય છે. હાડકા માટે જરૂરી ફોસ્ફરસ પણ ડુંગળીથી મળી જાય છે. રોજ બપોરના ભોજન સાથે એક ડુંગળી ખાવાથી હાડકાની સ્ટ્રેન્થ વધે છે. 

4. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી વધારે ફાયદાકારક છે કારણ કે ડુંગળી ખાવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ડુંગળીમાં ક્રોમિયમ નામનું તત્વ હોય છે જે બ્લડ સુગર લેવલને વધતું અટકાવે છે. 

આ પણ વાંચો:Warm Water: આ 5 રોગના દર્દીએ સવારે ન પીવું હુંફાળુ પાણી, થઈ શકે છે ગંભીર સમસ્યા

5. એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરેલી ડુંગળી શરીરને બીમારીઓથી સુરક્ષિત રાખે છે. કાચી ડુંગળી ખાવાથી ઈમ્યુમ પાવર વધે છે જેના કારણે વારંવાર શરદી, ઉધરસ જેવી તકલીફો થતી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More