Home> Health
Advertisement
Prev
Next

Eye Care: આંખને હેલ્ધી રાખવા ભુલ્યા વિના રોજ કરો આ 2 કામ, ચશ્માના નંબર વધતા અટકશે

Eye Care: આજના સમયમાં અનેક લોકો એવા હશે જેમનો સ્ક્રીન ટાઈમ કલાકોનો હોય છે. આ સ્થિતિમાં આંખનું ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે. આંખનું ધ્યાન રાખવું હોય તો રોજ આ 2 કામ કરી લેવા જોઈએ.
 

Eye Care: આંખને હેલ્ધી રાખવા ભુલ્યા વિના રોજ કરો આ 2 કામ, ચશ્માના નંબર વધતા અટકશે

Eye Care: આંખ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તેના વિના જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. જો આંખના નંબર વધારે હોય તો ચશ્મા વિના એક મિનિટ પણ રહી ન શકાય. આજના સમયમાં આંખનું સ્વાસ્થ્ય વધારે ઝડપથી ખરાબ થઈ જાય છે. કારણ કે નાના બાળકોથી લઈ મોટા સુધી સૌ કોઈનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. અભ્યાસ, કામ બધું જ ઓનલાઈન થતું હોય છે તેથી કલાકો સુધી મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર સામે બેસવું પડે છે. 

fallbacks

આ પણ વાંચો: Shani Dev: 10 દિવસમાં 2 વાર ચાલ બદલશે શનિ, એપ્રિલ મહિનાથી ચમકી જશે 5 રાશિઓનું ભાગ્ય

જે લોકોનો સ્ક્રીન ટાઈમ વધારે હોય તેમણે આંખના સ્વાસ્થ્યને લઈ ખાસ સાવધાન રહેવું જોઈએ. કામ તો અટકતું નથી પરંતુ તમે રોજ આ 2 કામ કરીને આંખને થતા નુકસાનને અટકાવી શકો છો. આ 2 કામ રોજ કરી લેવાથી આંખનું સ્વાસ્થ્ય સારું રહેશે અને જો ચશ્માના નંબર વધતા હશે તો તેમાં વધારો અટકી પણ શકે છે.

આંખને સ્વસ્થ રાખવાના ઉપાય

આ પણ વાંચો: 23 માર્ચથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, સૂર્ય શુક્રની પૂર્ણ યુતિથી વધશે ધનની આવક

આંખની એક્સરસાઈઝ

આંખના સ્નાયૂને મજબૂત બનાવવા માટે નિયમિત એક્સરસાઈઝ કરો. તેના માટે આંખને ઘડિયાળની દિશામાં અને પછી વિપરિત દિશામાં ફેરવવી. ત્યારબાદ આંખને ઉપર-નીચે અને ડાબે-જમણે પણ ફેરવો. ત્યારબાદ આંખને થોડીવાર બંધ કરી રેસ્ટ આપો.આ એક્સરસાઈઝ દિવસમાં 3 થી 4 વખત તો કરી જ લેવી.

આ પણ વાંચો: Mangal Gochar : 3 એપ્રિલથી આ 5 રાશિના લોકો રહે સાવધાન, મંગળનું ગોચર આ લોકો માટે અશુભ

યોગ્ય આહાર

આંખને સ્વસ્થ રાખવામાં આહાર પણ મહત્વની ભુમિકા ભજવે છે. આહારમાં વિટામિન એ, વિટામીન સી, વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા તત્વનો સમાવેશ કરવો.તમે નિયમિત આહારમાં ગાજર, પાલક, માછલી, બદામ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

આ પણ વાંચો: 27 વર્ષ પછી શનિ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે, ધાર્યા કરતાં ચારગણું આપશે શનિ

આંખ માટે સૌથી જરૂરી ટીપ્સ

- લાંબા સમય સુધી જો કોમ્પ્યુટર કે લેપટોપ સામે કામ કરવાનું હોય તો દર 20 મિનિટે 20 સેકન્ડ માટે બ્રેક લો અને 20 કિમી દુર દ્રષ્ટિ જાય એ રીતે જોવાનું રાખો. 

આ પણ વાંચો: Gold : આ 5 રાશિઓના લોકોને જ ફળે સોનું, વૃષભ સહિતની 4 રાશિઓને હંમેશા કરાવે નુકસાન

- દર કલાકે આંખને ઠંડા પાણીથી સાફ કરો. 

- થોડા થોડા સમયે આંખનું ડોક્ટર પાસે ચેકઅપ કરાવતા રહો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More