Home> World
Advertisement
Prev
Next

નવા નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીએ ચોંકાવ્યા...ભારત સાથે છે કનેક્શન, આ ઘટનાઓ પડી છે સાચી

Nostradamus Predictions : નવા નોસ્ટ્રાડેમસ તરીકે જાણીતા ક્રેગ હેમિલ્ટન-પાર્કરની વધુ એક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. તેમણે 7 દિવસ અગાઉ કરેલી આગાહી સાચી સાબિત થતાં બધા ચોંકી ગયા છે, ત્યારે આ લેખમાં જાણીશું કે તેમણે શું ભવિષ્યવાણી કરી હતી. 

નવા નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીએ ચોંકાવ્યા...ભારત સાથે છે કનેક્શન, આ ઘટનાઓ પડી છે સાચી

Craig Hamilton Parker : બ્રિટનના જાણીતા આગાહીકાર અને 'નવા નોસ્ટ્રાડેમસ' તરીકે જાણીતા ક્રેગ હેમિલ્ટન-પાર્કરની વધુ એક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. તેમણે આગાહી કરી હતી કે ઓઇલ ટેન્કર મોટા અકસ્માતનો ભોગ બની શકે છે. માત્ર સાત દિવસ પછી 11 માર્ચે, ઉત્તર સમુદ્રમાં એક મોટો દરિયાઈ અકસ્માત થયો જ્યારે માલવાહક જહાજ એમવી સોલોંગ એમવી સ્ટેના ઇમમક્યુલેટ નામના યુએસ-ફ્લેગ વાળા તેલ ટેન્કર સાથે અથડાયું. આ ટેન્કર 18000 ટન જેટ ઈંધણ લઈ જતું હતું. આ ટક્કરના કારણે એક જોરદાર વિસ્ફોટ થયો જેનો ધુમાડો અવકાશમાંથી પણ દેખાઈ રહ્યો હતો.

fallbacks

ચૈત્ર નવરાત્રી પહેલા ધનના દાતા શુક્રનો થશે ઉદય...આ 3 રાશિના લોકો થશે માલામાલ

પ્રાચીન ભારતીય ભવિષ્યવાણીની રીત 

હકીકતમાં ક્રેગ હેમિલ્ટન-પાર્કર પ્રાચીન ભારતીય ભવિષ્યવાણીની રીત નાડી જ્યોતિષનો ઉપયોગ કરે છે. તેમણે આ પહેલા પણ ઘણી મોટી ઘટનાઓની આગાહી કરી છે. તેમણે કોરોના મહામારી, યુરોપિયન યુનિયનથી બ્રિટનનું અલગ થવું (બ્રેક્ઝિટ), ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું મૃત્યુ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાની સચોટ આગાહી કરી હતી. આ વખતે 4 માર્ચે, તેમણે તેના યુટ્યુબ વીડિયોમાં ચેતવણી આપી હતી કે જહાજ અથવા ઓઇલ ટેન્કર સાથે ગંભીર અકસ્માત થઈ શકે છે.

કિલિંગહોમ બંદરમાં પ્રવેશવા માટે સ્ટેના ઇમમક્યુલેટને લંગર મારવામાં આવી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન એમવી સોલોંગ નામના માલવાહક જહાજે તેને ટક્કર મારી હતી. અથડામણ એટલી જોરદાર હતી કે સમગ્ર સમુદ્ર વિસ્તાર આગ અને વિસ્ફોટોથી હચમચી ગયો હતો. રેસ્ક્યુ ટીમે એમવી સોલોંગના 13 ક્રૂ સભ્યોને બચાવ્યા જ્યારે એક વ્યક્તિનું મોત થયું. તો સ્ટેના ઈમેક્યુલેટમાં સવાર તમામ 13 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ વર્ષનું ચોમાસું કેવું જશે? હોળીની જાળ જોઈ ગુજરાતના 5 મોટા આગાહીકારોએ કર્યો વરતારો

ગયા વર્ષે લોકપ્રિયતા વધી

ક્રેગ હેમિલ્ટન-પાર્કરની લોકપ્રિયતા ગયા વર્ષે વધી હતી જ્યારે તેણે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ચેતવણી આપી હતી. જુલાઈ 2024 માટેના તેમના ભવિષ્યવાણી વીડિયોમાં તેમણે કહ્યું હતું કે તેમને હંમેશા લાગતું હતું કે ટ્રમ્પ પર જીવલેણ હુમલો થઈ શકે છે. માત્ર બે દિવસ પછી, પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પ પર ગોળી ચલાવવામાં આવી હતી.

ભારત સાથે છે કનેક્શન

ક્રેગ હેમિલ્ટન-પાર્કરના ભારત સાથે ઊંડા સંબંધો છે. તેઓ તેમના 20 ના દાયકામાં ભારતીય ઉપખંડમાં આવ્યા હતા જ્યાં તેમણે નાડી જ્યોતિષવિદ્યા અને અન્ય પ્રાચીન ભારતીય ભવિષ્યકથન રીતનો અભ્યાસ કર્યો હતો. ભારતના સ્થાનિક જ્યોતિષીઓ દ્વારા પ્રેરિત થઈને, તેઓ પોતે આગાહીકાર બન્યા અને તેમની પ્રેક્ટિસ શરૂ કરી. તેમની સરખામણી પ્રખ્યાત ફ્રેન્ચ પ્રોફેટ નોસ્ટ્રાડેમસ સાથે કરવામાં આવે છે જેમણે હિટલરનો ઉદય, 9/11ના હુમલા અને કોવિડ-19 રોગચાળા જેવી ઘણી મોટી ઘટનાઓની આગાહી કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More