Home> Health
Advertisement
Prev
Next

Cancer: અન્નનળીમાં કેન્સર વધતું હોય ત્યારે દેખાય આવા લક્ષણો, એસિડીટી સમજી ઈગ્નોર ન કરો

Food Pipe Cancer Symptoms: કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આ બીમારી શરીરને કોઈપણ અંગમાં થઈ શકે છે. જ્યારે ફૂડ પાઈપ એટલે કે અન્નનળીમાં કેન્સર થઈ જાય છે ત્યારે શરીરમાં કેવા લક્ષણો જોવા મળે ચાલો જણાવીએ.
 

Cancer: અન્નનળીમાં કેન્સર વધતું હોય ત્યારે દેખાય આવા લક્ષણો, એસિડીટી સમજી ઈગ્નોર ન કરો

Food Pipe Cancer Symptoms: ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ એક એવી બીમારી છે જેમાં મોટાભાગના લોકોને કેન્સરની ખબર ત્યારે પડે છે જ્યારે કેન્સર છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય. એવું નથી કે કેન્સરના લક્ષણો છેલ્લા સ્ટેજમાં જ સામે આવે છે. શરીરમાં કેન્સર વધતું હોય ત્યારે કેટલાક સંકેતો જોવા મળે છે પરંતુ લોકો તેને સામાન્ય સમસ્યા સમજી ઈગ્નોર કરી દેતા હોય છે. કારણ કે કેટલાક કેન્સરના લક્ષણો સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા જેવા જ દેખાતા હોય છે. 

fallbacks

આ પણ વાંચો: સાવ સરળ છે દીર્ઘ પ્રાણાયામ કરવું, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે વરદાન છે આ આસન

ફુડ પાઈપ એટલે કે અન્નનળીમાં જ્યારે કેન્સર વધતું હોય ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને લોકો એસિડીટીની સમસ્યા સમજી ઈગ્નોર કરવાની ભુલ કરી બેસે છે. ડોક્ટર્સ જણાવે છે કે ફુડ પાઈપ કેન્સરની શરુઆતમાં જોવા મળતા આ લક્ષણોને ક્યારેય ઈગ્નોર કરવા નહીં. આજે અન્નનળીના કેન્સર વિશે વિસ્તારપૂર્વક માહિતી જણાવીએ.

આ પણ વાંચો: હાડકાનું કેન્સર થાય ત્યારે જોવા મળે છે આ લક્ષણો, 90 ટકા લોકો સામાન્ય સમજી ઈગ્નોર કરે

કેવી રીતે ફેલાય છે અન્નનળીનું કેન્સર ?

ગળાની આસપાસ અનિયંત્રિત રીતે સેલ્સ વધવા લાગે તો તે કેન્સરનું જોખમ વધારે છે. કેન્સર સેલ્સ ખાવાની નળીથી પેટ સુધી ફેલાય શકે છે. અન્નનળીમાં કેન્સર વધે છે તો ધીરેધીરે નળી બ્લોક થઈ જાય છે. આ કેન્સરમાં સૌથી પહેલા ભોજન ગળે ઉતારવામાં દુખાવો થવાની સમસ્યા દેખાય છે. આ સિવાય પણ કેન્સરના અન્ય લક્ષણો દેખાય છે જેને ઈગ્નોર કરવામાં આવે તો એસોફેગલ કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય છે.

આ પણ વાંચો: લીવર સડવા લાગે ત્યારે રાત્રે દેખાય છે આ લક્ષણ, આ લક્ષણ દેખાય તો ન કરતા ઈગ્નોર

અન્નનળીના કેન્સરને એસોફેગલ કેન્સર કહેવાય છે. ડોક્ટર્સના જણાવ્યાનુસાર અન્નનળીમાં કેન્સર થાય ત્યારે દેખાતા લક્ષણો આ પ્રમાણે હોય શકે છે. 

એસોફેગલ કેન્સરના લક્ષણો

આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો આ 3 વસ્તુ અજમાવો, નસોમાં જામેલું બ્લોકેજ ઝડપથી સાફ થશે

1. લાંબા સમય સુધી ગેસ્ટ્રિક એસિડનું ફુડ પાઈપમાં આવવું કેન્સરનું શરુઆતી લક્ષણ હોય શકે છે. 
2. જો અચાનક ભોજન ગળે ઉતારવામાં તકલીફ જણાય તો તેને પણ ઈગ્નોર કરવાની ભુલ ન કરો.
3. વારંવાર કે નિયમિત એસિડિટી રહેતી હોય તો તેને સામાન્ય ન ગણો. યોગ્ય તપાસ કરાવી લો.
4. અન્નનળીમાં સતત થતી બળતરા અને સોજો પણ કેન્સરનું લક્ષણ હોય શકે છે.
5. જેમજેમ કેન્સર વધે છે તેમતેમ દેખાતા લક્ષણોમાં છાતીમાં દુખાવો, અવાજ બેસી જવો, સતત ઉધરસ આવવી, પેટમાં બળતરા જેવી તકલીફો થાય છે. 
6. કેન્સર ગંભીર સ્ટેજમાં પહોંચી જાય તો દર્દીને લોહીની ઉલ્ટી અને ઉધરસમાં લોહી નીકળવા જેવી તકલીફ જોવા મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More