Home> Gujarat
Advertisement
Prev
Next

માં અને દીકરીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો... નજીવી બાબતે માતાએ જ 6 વર્ષની પુત્રીનું ગળું દબાવી ઉતારી મોતને ઘાટ

Ahmedabad News: અમદાવાદમાં એક જનેતા એ પોતાની 6 વર્ષની દીકરીનું ગળુ દબાવીને હત્યા કરી છે. દીકરી એ કામમાં મદદ નહીં કરતાં માતાએ ગુસ્સામાં આવી હત્યા કરી નાખી. ઓઢવ પોલીસે હત્યાના ગુનામાં આરોપી મહિલા માતાની ધરપકડ કરી છે. કોણ છે આ નિર્દય માં...

માં અને દીકરીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો... નજીવી બાબતે માતાએ જ 6 વર્ષની પુત્રીનું ગળું દબાવી ઉતારી મોતને ઘાટ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદની ઓઢવ પોલીસની કસ્ટડીમાં જોવા મળતી આરોપી મહિલા એક માં છે અને જેનું નામ છે ઉષા લોધીની જેણે પોતાની 6 વર્ષની દીકરીની હત્યા કેસમાં ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. માં અને દીકરીના સંબંધને લાંછન લગાવતી આ નિર્દય માતાએ પોતાની માસૂમ દીકરીનું ગળુ દબાવીને હત્યા કરી દીધી છે. 

fallbacks

ઘટનાની વાત કરીએ તો ઓઢવ વિસ્તારમાં 2 જુલાઈના દિવસે 6 વર્ષની બાળકી અરૂસી બપોરે 12 વાગે સ્કૂલેથી ઘરે આવી હતી. ત્યારબાદ બપોરે 3.30 વાગે આરોપી ઉષાએ દીકરીને ચમચી ભરવાનું કામમાં મદદ કરવાનું કહ્યું. પરંતુ દીકરી એ કામ કરવાની ના પાડતા ગુસ્સે થયેલી માં ઉષાએ દીકરીને બે લાફા માર્યા અને ગળુ દબાવીને હત્યા કરી દીધી. દીકરી મૃત્યુ થતા આરોપી મહિલાએ આખરે બચવા માટે દીકરી પથારીમાં સૂતી હતી અને ઉંઘમાંથી ઉઠી નથી રહી તેવું તરકટ રચ્યું હતું. પરંતુ દીકરીના શરીર પર નિશાન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી બાળકીની હત્યા થઈ હોવાનું ખુલતા ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી માતાની ધરપકડ કરી છે. 

IRCTCએ ટિકિટ બુકિંગ સાથે જોડાયેલા 7 નિયમોમાં કર્યો ફેરફાર,જાણો તમારા પર શું થશે અસર?

અમદાવાદની ઓઢવ પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપી ઉષા લોધી મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી છે. દોઢ વર્ષ પહેલા અમિત લોધી સાથે બીજા લગ્ન થયા હતા. આરોપી ઉષાનો પ્રથમ પતિ ટીબીની બીમારીથી મૃત્યુ પામ્યો હતો. તેના પ્રથમ લગ્નમાં બે સંતાન હતા. જેમાં 12 વર્ષના દીકરાને પ્રથમ પતિના ઘરે મૂકીને આવી હતી. જ્યારે દીકરી આરુશીને લઈને બીજા પતિ સાથે અમદાવાદમાં રહેતી હતી. 

બીજો પતિ ફેબ્રિકેશન હેલ્પરનું કામ કરે છે. જ્યારે ઉષા ઘરે બેઠા આજીવીકા માટેથી ચમચી પેકિંગ નું કામ કરતી હતી. આ ઘટનાના દિવસે દીકરીએ ઘરકામ અને ચમચી પેકિંગમાં મદદ નહીં કરતાં તેની હત્યા કરી નાખી અને પતિ અમિતને દીકરી સુઈ ગયા બાદ ઉઠતી નહીં હોવાનો ફોને પણ કર્યો. જેથી આરુશીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી. જેથી બાળકીનું મૃતદેહ ઘરે પરત લાવ્યા.

કપિલ શર્માએ 63 દિવસમાં ઘટાડ્યું વજન, તેમના ફિટનેશ કોચે જણાવ્યો 21-21-21નો નિયમ

આ દરમિયાન કોઈ એ 108ને કોલ કરતા ઓઢવ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને મૃતદેહ શંકાસ્પદ લાગતા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને માતાનો હત્યા કર્યાનો ભાંડો ફૂટી ગયો અને પોલીસ ગિરફ્તમાં આવી ગઈ હતી. 

ઓઢવ પોલીસે માસૂમ દીકરી ની હત્યા કરનાર હત્યારી માતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી છે. દીકરીની હત્યા કામ નહીં કરવાના ગુસ્સો જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પોલીસે મહિલા આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More