Home> Health
Advertisement
Prev
Next

Frozen Matar: ફ્રોઝન વટાણા ખાવાથી પાચનથી લઈ શરીરને થઈ શકે છે આ 5 ગંભીર નુકસાન

Frozen Matar Side Effects: ચોમાસાની સીઝનમાં ઘણા ઘરોમાં ફ્રોઝન વટાણાનો ઉપયોગ થાય છે. ક્યારેય આ રીતે સ્ટોર કરેલા વટાણા ખાવામાં નુકસાન નથી પરંતુ રોજ ફ્રોઝન વટાણા ખાવા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફ્રોઝન વટાણાથી 5 ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.
 

Frozen Matar: ફ્રોઝન વટાણા ખાવાથી પાચનથી લઈ શરીરને થઈ શકે છે આ 5 ગંભીર નુકસાન

Frozen Matar Side Effects:  લીલા વટાણાનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં કરવામાં આવે છે. જોકે આખુ વર્ષ માર્કેટમાં તાજા વટાણા મળતા નથી તેથી ઘણા લોકો ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ફ્રોઝન વટાણા નો ઉપયોગ વધારે થતો હોય છે. ચોમાસામાં અલગ અલગ વાનગીઓ બનાવવા માટે વટાણાની જરૂર પડે તો ફ્રોઝન વટાણા યુઝ કરી લેવામાં આવે છે. જો તમે તાજા વટાણાનું સેવન કરો છો તો તેનાથી શરીરને ફાયદા પણ થાય છે. પરંતુ તાજા વટાણા શિયાળા દરમિયાન જ મળતા હોય છે. બાકીના મહિના માટે લોકો ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરે છે. 

fallbacks

આ પણ વાંચો: પબ્લિક ટોયલેટ યુઝ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું, નહીં તો યુઝ કર્યા પછી ચેપ લાગશે

ફ્રોઝન વટાણા માર્કેટમાં સરળતાથી મળી રહે છે. ફ્રીઝરમાં સ્ટોર કરવાથી તેની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે. પરંતુ ફ્રોઝન વટાણાને લઈને કેટલાક પ્રશ્નો વર્ષોથી ઉભા છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન છે કે ફ્રોઝન વટાણા ખાવા શરીર માટે નુકસાનકારક છે કે નહીં. શું ખરેખર ફ્રોજન વટાણા ખાવાથી શરીરને નુકસાન થઈ શકે ? તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો ચાલો તેનો જવાબ તમને જણાવીએ. 

આ પણ વાંચો: શરીરમાં ક્યાંથી શરુ થાય હાડકાનું કેન્સર ? જાણો હાડકાના કેન્સરથી બચવા શું કરવું જોઈએ

એક્સપર્ટ અનુસાર ચોમાસા દરમિયાન જ્યારે તાજા વટાણા મળતા નથી તો લોકો ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરે છે. ક્યારેક કોઈ વસ્તુમાં થોડી માત્રામાં વટાણાનો ઉપયોગ કરવામાં આવે તો હાનિકારક નથી. પરંતુ વધારે માત્રામાં અને રોજ ફ્રોજન વટાણા ખાવામાં આવે તો તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફ્રોઝન વટાણામાં સ્ટાર્ચ, સોડિયમ અને લેક્ટીન જેવા તત્વો હોય છે. જો રોજ ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં ઘણી બધી સમસ્યા થઈ શકે છે. 

આ પણ વાંચો: પેટની તકલીફો માટે વરદાન છે આ 7 મસાલા, ખાધાની સાથે અસર દેખાડવાનું શરુ કરી દે છે

ફ્રોઝન વટાણા ખાવાથી થતા નુકસાન 

1. ફ્રોઝન વટાણામાં લેક્ટીન હોય છે જે પાચનતંત્રની સપાટી સાથે ચીપકી જાય છે જેના કારણે સોજો અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે. જોકે ફ્રોજન વટાણા ને સારી રીતે કુક કરીને તેના ખરાબ પ્રભાવને ઘટાડી શકાય છે. ફ્રોઝન વટાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે પ્રિઝર્વેટિવનો ઉપયોગ પણ કરવામાં આવેલો હોય છે જેના કારણે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. 

આ પણ વાંચો: 300 પાર શુગર લેવલ પણ કંટ્રોલમાં આવી જશે. ડાયટમાં સામેલ કરી લો આ લીલી ચટણી

2. ફ્રોઝન વટાણામાં ફાઇબર, પ્રોટીન, વિટામિન સી અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે વટાણાને ફ્રીઝ કરવામાં આવે છે તો તેના પ્રાકૃતિક પોષક તત્વોનો નાશ થઈ જાય છે. ત્યાર પછી વારંવાર ડીફ્રોઝ અને પછી રિફ્રેશ કરવાની પ્રક્રિયાના કારણે તેમાં પોષક તત્વો રહેતા નથી. 

આ પણ વાંચો: પુરુષોની શક્તિ બમણી કરે છે હિમાલયની આ જડીબુટ્ટી, 60 વર્ષે પણ રહેશે 30 જેવી એનર્જી

3. ફ્રોઝન ફૂડમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. જો ફ્રોઝન વટાણાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે તો વજન વધવાનું કારણ પણ બની શકે છે. તેનાથી શરીરમાં વધારાનું ફેટ જામે છે અને સ્થૂળતાનું જોખમ ઊભું થાય છે. જો ફ્રોઝન વટાણાને પકાવતી વખતે તમે તેલ કે ઘીનો ઉપયોગ કરો છો તો તે હાઈ કેલરી ડીશ બની જાય છે. 

આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય તો ન ખાતા આ Food, ખાવાથી બ્લોક થઈ જશે ધમનીઓ

4. ફ્રોઝન વટાણાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે. ફ્રોઝન વટાણામાં સ્ટાર્ચ હોય છે ડાયાબિટીસના દર્દીઓ ફ્રોઝન વટાણા વધારે ખાય તો નુકસાન થઈ શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ફ્રોઝન વટાણા ખાવાનું ટાળવું જોઈએ. 

5. ફ્રોઝન ફૂડ દરેક વ્યક્તિને સૂટ કરતા નથી. ફ્રોઝન ફૂડમાં જે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકોને એલર્જી પણ હોય છે. આ સ્થિતિમાં ફ્રોઝન ફૂડ ખાવાથી ત્વચા પર લાલ નિશાન, ખંજવાળ, ગળામાં તકલીફ અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More