Home> Spiritual
Advertisement
Prev
Next

Malavya Yog 2025: 12 મહિના પછી શુક્ર બનાવશે માલવ્ય મહાપુરુષ રાજયોગ, 3 રાશિઓની કરિયરમાં થશે પ્રગતિ, અપાર ધનલાભના પણ યોગ

Malavya Yog 2025: ધન, ઐશ્વર્યના દાતા શુક્ર તુલા રાશિમાં ગોચર કરી માલવ્ય મહાપુરુષ રાજયોગ બનાવશે. આ રાજયોગ બનતા જ રાશિચક્રની 3 રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે. આ રાશિઓ પદ, પ્રતિષ્ઠા અને ધન પ્રાપ્ત કરશે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.

Malavya Yog 2025: 12 મહિના પછી શુક્ર બનાવશે માલવ્ય મહાપુરુષ રાજયોગ, 3 રાશિઓની કરિયરમાં થશે પ્રગતિ, અપાર ધનલાભના પણ યોગ

Malavya Yog 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયે સમયે પોતાની ઉચ્ચ રાશિ અને સ્વરાશિમાં ગોચર કરે છે. જ્યારે ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ કે સ્વરાશિમાં ગોચર કરે ત્યારે રાજયોગનું નિર્માણ થતું હોય છે. આવા રાજયોગની અસર લોકોના જીવનની સાથે દેશ અને દુનિયા પર પણ જોવા મળે છે. 

fallbacks

આ પણ વાંચો: Saptahik Rashifal: આ સપ્તાહમાં મિથુન, કર્ક, મકર રાશિને ગ્રહો આપશે વિશેષ ફળ

જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં ધનના દાતા શુક્ર તુલા રાશિમાં ગોચર કરશે. આ ગોચરથી માલવ્ય મહાપુરુષ રાજયોગ સર્જાશે. આ રાજયોગ 12 મહિના પછી સર્જાશે. આ રાજ્યોગ કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. આ રાશિના લોકોને અપાર ધન, પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. સાથે જ દેશ-વિદેશની યાત્રા પણ કરવાના યોગ સર્જાઈ શકે છે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ચાલો જાણીએ 

આ પણ વાંચો: મહાભંયકર ગ્રહણ યોગથી પણ આ 3 રાશિઓને થશે લાભ, સૂર્ય-કેતુ આપશે રાજા જેવો વૈભવ

કન્યા રાશિ 

આ રાશિના લોકો માટે માલવ્ય રાજયોગ શુભ ફળદાય સિદ્ધ થશે. કારણ કે આ રાજયોગ આ રાશિના ધન ભાવમાં બનશે. સમયે સમયે આકસ્મિક ધન લાભ થતો રહેશે. નોકરી કરતા લોકોને પ્રતિભા દેખાડવાની તક મળશે. આ સમય કરિયરને લઈને શુભ રહેશે. અટકેલું ધન પરત મળી શકે છે. લોકો સાથેના સંપર્ક સુધરશે. આ સમય દરમિયાન લોકો તમારાથી પ્રભાવિત થશે. 

આ પણ વાંચો: ધનવર્ષા માટે તૈયાર રહે આ 5 રાશિઓ, 17 ઓગસ્ટના સૂર્ય ગોચરથી પલટી મારશે ભાગ્ય

મકર રાશિ 

માલવ્ય રાજયોગ મકર રાશિ માટે પણ અનુકૂળ સિદ્ધ થશે. કારણ કે શુક્ર આ રાશિના કર્યો અને કારોબારના સ્થાનમાં ગોચર કરશે. તેથી આ સમયે કામ અને વેપારમાં પ્રગતિ થવાના યોગ સર્જાશે. નોકરી કરતા લોકોને આ સમયે અધિકારીઓને પ્રભાવિત કરવાની તક મળશે. કરિયરમાં ઉન્નતિ થશે. નોકરીમાં મહેનતનું ફળ મળશે. વેપારીઓને ધન લાભ થઈ શકે છે. 

આ પણ વાંચો: Gajlaxmi Rajyog: 12 ઓગસ્ટથી આ 5 રાશિઓ માટે સારો સમય, ગજલક્ષ્મી રાજયોગ આપશે અપાર ધન

કુંભ રાશિ 

માલવ્ય રાજયોગ કુંભ રાશિના લોકોમાં પણ સકારાત્મક પરિવર્તન લાવશે. શુક્ર ગ્રહ આ રાશિના ભાગ્ય સ્થાનમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળશે. શુક્ર ગ્રહના પ્રભાવથી આવકમાં વૃદ્ધિ થશે. જમીન કે ફ્લેટની ખરીદીની ઈચ્છા પૂરી થઈ શકે છે. ધર્મ કર્મના કામોમાં રુચિ વધશે. કારકિર્દીને લઈને ગંભીરતા આવશે. અવિવાહિત લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. વેપારીઓને રોકાણથી લાભ થશે. દેશ-વિદેશની યાત્રા થઈ શકે છે..

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More