Home> Health
Advertisement
Prev
Next

Fruit Juices: ગરમીમાં બાળકોને કોલ્ડ ડ્રિંક્સને બદલે પીવડાવો આ ફળના જ્યૂસ, બાળક રહેશે હેલ્ધી અને અનેર્જેટિક

Fruit Juices: ગરમીની શરુઆત થઈ ચુકી છે અને આ સમયે બાળકો પણ ઠંડી વસ્તુઓ ખાવાપીવા માંગે છે. આ સમયે ઉનાળામાં કોલ્ડડ્રિંક્સને બદલે આ કુલ જ્યૂસ પીવડાવવા જોઈએ. તેનાથી તેમને એનર્જી પણ મળશે અને હેલ્થ પણ ખરાબ નહીં થાય.
 

Fruit Juices: ગરમીમાં બાળકોને કોલ્ડ ડ્રિંક્સને બદલે પીવડાવો આ ફળના જ્યૂસ, બાળક રહેશે હેલ્ધી અને અનેર્જેટિક

Fruit Juices: ગરમી શરુ થાય એટલે ઠંડી વસ્તુઓ ખાવા-પીવાની ઈચ્છા વધારે થાય છે. બાળકો પણ આ સમયે ઠંડા પીણા પીવા માંગે છે. પરંતુ કોલ્ડ ડ્રિંક્સ આપવાને બદલે બાળકોને એવી વસ્તુ આપવી જોઈએ જે તેને નુકસાન ન કરે અને એનર્જી પણ આપે.

fallbacks

આ પણ વાંચો:Roti : ડાયાબિટીસના દર્દી માટે ઉનાળામાં આ 3 લોટની રોટલી બેસ્ટ, બ્લડ શુગર કંટ્રોલ કરશે

ગરમીના દિવસોમાં કેટલાક ફ્રુટ જ્યૂસ બાળકને આપવા જોઈએ. આ ફ્રુટ જ્યૂસ બાળકને આપવાથી તેને ઠંડક પણ મળશે અને સાથે જ ઈમ્યુનિટી પણ બુસ્ટ થશે. આ જ્યૂસ શરીર માટે લાભકારી પણ હોય છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં કયા કયા જ્યૂસ પીવાથી લાભ થાય છે.

આ પણ વાંચો: Betel Leaf: વર્ષો જૂની કબજિયાત આ પાનથી મટી જશે, જાણી લો ક્યારે ખાવું અને કેવી રીત ?

તરબૂચનું જ્યૂસ

ઉનાળામાં તરબૂચનું જ્યૂસ પીવું જોઈએ. તેનાથી શરીરને હાઈડ્રેશન મળે છે અને સાથે જ શરીરને ઠંડક પણ મળે છે. તેનાથી શરીરની ઈમ્યૂન સિસ્ટમ પણ મજબૂત થાય છે. 

કેરીનો રસ

ઉનાળો એટલે કેરીની સીઝન. આ સીઝનમાં બાળકોને કેરીનો રસ પણ આપવો જોઈએ. ખાંડ વિના કેરીનો રસ બાળકને આપવાથી હેલ્થ સારી રહે છે. કેરી વિટામીન એ અને વિટામીન સીનો સારો સોર્સ છે. 

આ પણ વાંચો: Kidney Stone: મોટી પથરીને પણ ઓગાળી શકે છે આ 2 દેશી વસ્તુઓ, દુખાવાથી પણ આપે રાહત

નાળિયેર પાણી

નાળિયેર પાણી શરીરને ઠંડક કરે છે અને શરીરમાં જો ઈલેક્ટ્રોલાઈટની ખામી હોય તો તેને પણ દુર કરે છે. તેનાથી બાળક હાઈડ્રેટ રહે છે.

આ પણ વાંચો: ધમનીઓ બ્લોક હોય ત્યારે શરીરમાં દેખાય આ લક્ષણો, 5 માંથી 1 ને પણ ઈગ્નોર ન કરતાં

અનાનાસનું જ્યૂસ

અનાનાસ પણ વિટામીન સીથી ભરપુર ફળ છે. તે ઈમ્યુનિટી બુસ્ટ કરે છે અને પાચન પણ સુધારે છે. તેનાથી શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. અનાનાસ શરીરને ઠંડક આપે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More