હરિદ્વારઃ હોળીના પાવન પર્વ પર પતંજલિ વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ સ્વામી રામદેવ તથા કુલપતિ આચાર્ય બાલકૃષ્ણના સાનિધ્યમાં એક વિશેષ હોલીકાત્સવ યજ્ઞ તથા ફૂલોની હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર આ અવસર પર ઋષિએ તમામ દેશવાસીઓને વાસંતી નવશાયેષ્ઠીની શુભકામનાઓ પાઠવી હતી.
હોલીકોત્સવ પર સ્વામી રામદેવે કહ્યુ કે હોળી ન માત્ર રંગો તથા ઉલ્લાસનું પર્વ છે, પરંતુ તે સામાજિક સમરસતા, પ્રેમ, ભાઈચારા અને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક પણ છે. ચાલો આપણે હોળી પર પ્રતિજ્ઞા લઈએ કે આત્મદોષ, આત્મવિસ્મૃતિ, સ્વ-સંમોહન વગેરે આપણી અંદર ન આવવા જોઈએ. હંમેશા સત્યમાં જડાયેલા રહીને, આપણે આપણા સત્યના માર્ગ પર, શાશ્વત માર્ગ પર, વેદના માર્ગ પર, ઋષિના માર્ગ પર, સદાચારના માર્ગ પર આગળ વધતા રહેવું જોઈએ, નવા નવા પગથિયાં ચડતા રહેવું જોઈએ અને આરોહણ પ્રાપ્ત કરવું જોઈએ. સનાતન સંસ્કૃતિના દરેક પર્વની ઉજવણી આપણે યોગ અને યજ્ઞની સાથે કરીએ છીએ. યોગ તથા યજ્ઞ આપણી સનાતન સંસ્કૃતિનું પ્રાણ તત્વ છે, આત્મ તત્વ છે. સ્વામીજીએ દેશવાસીઓને આહ્વાન કર્યું કે આ તહેવારને ભાંગ તથા દારૂના નશામાં ન બગડવા દો. તે સમાજ માટે હાનિકારક છે.
આ પ્રસંગે આચાર્ય બાલકૃષ્ણએ કહ્યુ કે હોળી અહંકારના ત્યાગનું પર્વ છે. આપણી અંદરના ખરાબ ભાવો રૂપિ હિરણ્યકશ્યપને હોળીમાં દહન કરવાનું પર્વ છે. હોળી પર બધા આપસી મતભેદોને ભૂલી ભાઈચારાની સાથે રંગના આ પર્વને સાર્થક બનાવો. તેમણે દેશવાસીઓને આહ્વાન કર્યું હતું કે હોળીનું પર્વ પૂર્ણ સાત્વિકતા સાથે મનાવો. હોળી પર ગોબર, કીચડ તથા કેમિકલ યુક્ત રંગોનો પ્રયોગ ન કરો. ફૂલો તથા હર્બલ ગુલાલથી હોળી રમો. આચાર્યજીએ કહ્યુ કે કેમિકલ યુક્ત રંગોથી આંખ તથા ત્વચાનો રોગ થવાની સંભાવના રહે છે. આચાર્ય બાલકૃષ્ણએ હોળી રમતા પહેલા કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે હોળી રમતા પહેલા તમારા શરીર પર સરસવ કે નાળિયેરનું તેલ અથવા કોલ્ડ ક્રીમ લગાવો. તેનાથી રસાયણયુક્ત હાનિકારક રંગોથી ત્વચા ખરાબ થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
કાર્યક્રમમાં પતંજલિ વિશ્વવિદ્યાલયના બધા અધિકારીઓ, કર્મચારીઓની સાથે-સાથે પતંજલિ સંસ્થા સાથે સંબંધિત બધા એકમોના પ્રમુખ, વિભાગના અધ્યક્ષ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, સંન્યાસીઓ ભઆઈ તથા સાધ્વી બહેનો ઉપસ્થિત રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે