Pranayama Benefits: આજની દડધામ ભરેલી જિંદગીમાં સ્વસ્થ રહેવા માટે પોષણયુક્ત આહાર અને નિયમિત એક્સરસાઇઝ કરવી જરૂરી છે. એક્સરસાઇઝ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. જો તમારી પાસે સમયનો અભાવ છે તો તમે ફક્ત 15 મિનિટમાં પણ તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારી શકો છો. તમે ભારી ભરકમ એકસરસાઈઝ લાંબા સમય સુધી નથી કરી શકતા તો પણ 15 મિનિટનો સમય સ્વસ્થ રહેવા માટે પૂરતો સાબિત થશે. આ 15 મિનિટનો સમય પ્રાણાયામ કરવા માટે કાઢવાનો છે.
આ પણ વાંચો: આ 2 દાળ પોષકતત્વોનો ખજાનો, સ્પર્મ કાઉંટ નેચરલી વધારવા હોય તો આ દાળ ખાવાનું રાખો
સવારના સમયે ફક્ત 15 મિનિટનો સમય પોતાના માટે કરીને પ્રાણાયામ કરી લો. પ્રાણાયામ કરવાથી શરીરમાં પોઝિટિવ ફેરફાર જોવા મળે છે. કોઈપણ વ્યક્તિ જો 15 મિનિટ માટે પ્રાણાયામ કરે છે તો તેના શરીરને ઊર્જા મળે છે માનસિક સંતુલન જળવાય છે અને ભાવનાત્મક શાંતિ પણ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: લિવર ડેમેજ થાય ત્યારે ચહેરા પર દેખાય છે આ 4 લક્ષણો, આ સ્કિન પ્રોબ્લેમ ઈગ્નોર ન કરો
યોગ એક્સપર્ટ અનુસાર સવારના શુદ્ધ અને શાંત વાતાવરણમાં ઓક્સિજન લેવલ પણ સૌથી વધારે હોય છે. આવા વાતાવરણમાં 15 મિનિટ માટે પણ પ્રાણાયામ કરી લેવામાં આવે તો રેસ્પરેટરી સિસ્ટમ સુધરે છે, મગજને વધારે ઓક્સિજન મળે છે, સ્ટ્રેસથી મુક્તિ મળે છે. આ કામ કરવા માટે વધારે તૈયારીની પણ જરૂર નથી. પ્રાણાયામ કરવા માટે એક શાંત જગ્યા અને એક આસનની જ જરૂર પડે છે જે દરેક વ્યક્તિ મેનેજ કરી શકે છે.
પ્રાણાયામ કરવાથી શરીરને થતા 5 ફાયદા
આ પણ વાંચો: No Sweating: ગરમીમાં પરસેવો થાય તે જરૂરી, પરસેવો ન થવો આ 5 બીમારીનું છે ગંભીર લક્ષણ
ફેફસાની શક્તિ વધશે
કપાલભાતિ, અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા જેવા પ્રાણાયામ કરવાથી ફેફસાની કામ કરવાની ક્ષમતા વધે છે. તેનાથી શરીરમાં ઓક્સિજનનો ફ્લો પણ સુધરે છે અને દરેક સેલ એક્ટિવ બને છે
બ્લડ સુગર અને બીપી કંટ્રોલમાં રહેશે
ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે પ્રાણાયામ રામબાણ સાબિત થશે. સવારના શાંત વાતાવરણમાં કરેલું પ્રાણાયામ મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને હોર્મોનલ બેલેન્સ પણ જાળવી રાખે છે જેના કારણે બ્લડ સુગર અને બીપી કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો: Cow Milk Vs Buffalo Milk: બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? આજે જાણો સાચો જવાબ
સ્ટ્રેટ અને ચિંતા ઘટશે
આજના સમયમાં માનસિક ચિંતા દરેક વ્યક્તિની સૌથી મોટી સમસ્યા છે. નિયમિત પ્રાણાયામ કરવાથી મગજની નશો શાંત થાય છે અને કોર્ટિસોલનું સ્તર ઘટે છે. કોર્ટિસોલ સ્ટ્રેસ હોર્મોન્સ છે જેને ઘટાડવામાં પ્રાણાયામ મદદ કરે છે. નિયમિત પ્રાણાયામ કરવાથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે અને મન સ્થિર રહે છે.
આ પણ વાંચો: મગજ માટે સૌથી જરૂરી છે આ 3 વિટામિન, ખામીથી થઈ શકે છે બ્રેન ડેમેજ અને ડિપ્રેશન
પાચન ક્રિયા મજબૂત થશે
નાડી શોધન અને અગ્નિસાર જેવા પ્રાણાયામ પેટના અંગોની માલિશ કરે છે. તેનાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને ગેસ, અપચો એસીડીટી જેવી સમસ્યામાં રાહત થાય છે.
આ પણ વાંચો: Herbal Drink: આ 3 મસાલાનું પાણી સવારે પી લેશો તો આખો દિવસ બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
ઈમ્યુન સિસ્ટમ મજબૂત થશે
નિયમિત પ્રાણાયામ કરવાથી શરીરનું ડિટોક્સિફિકેશન સારી રીતે થાય છે. ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હશે તો વારંવાર થતી નાની મોટી બીમારીઓથી બચાવ થશે. ગંભીર રોગો સામે લડવામાં પણ સિસ્ટમ મજબૂત હોય તે જરૂરી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે