Congo Boat Accident: આફ્રિકન દેશ કોંગોમાં એક મોટી હોનારત સર્જાઈ છે. જેમાં 400થી વધુ લોકોને લઈને જતી બોટ પલટી જતાં 148 લોકોના ડૂબી જતાં મોત થયા છે. એચબી કોંગોલો નામની બોટ માટનકુમુ બંદરથી બોલોમ્બા જવા માટે રવાના થઈ હતી. આમાં લગભગ 400 મુસાફરો સવાર હતા. આ હોડીમાં એક મહિલા ભોજન બનાવી રહી હતી, જે બાદ એકાએક મોટરથી ચાલતી લાકડાની હોડીમાં અચાનક આગ લાગી. જેના કારણે અનેક લોકો નદીમાં કૂદી ગયા હતા, જેમાં મોટાભાગના લોકોને તરતા ન આવડતું હોવાથી ડૂબી જતાં તેમના મોત થયા છે.
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પર BCCIની મોટી કાર્યવાહી, આ ભૂલની સજા મળી!
આ ઘટનામાં લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પ્રત્યક્ષદર્શી લોકોએ જણાવ્યું કે હોડીમાં આગ લાગ્યા બાદ અનેક મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો નદીમાં કૂદી પડ્યાં, પણ તેમને તરતા આવડતું ન હતું. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બોટ આગમાં ખરાબ રીતે સળગી ગયેલી જોવા મળે છે. આ સમય દરમિયાન લોકો બૂમો અને ચીસો પાડી રહ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં તો 148 લોકોનાં મોતના સમાચાર છે. પરંતુ હજુ અનેક લોકો ગુમ હોવાથી મોતના આંકડો વધી પણ શકે છે.
ભારત પર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,આ રાજ્યોમાં અપાયું એલર્ટ, ગુજરાતમા શું થશે બદલાવ?
નોંધનીય છે કે, મધ્ય આફ્રિકન દેશમાં જીવલેણ બોટ અકસ્માતોના સમાચાર વારંવાર આવતા રહે છે. માર્ચ 2024માં કોંગોમાં એક બોટ પલટી જતાં 25 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં ઘણા ફૂટબોલ ખેલાડીઓ પણ હતા. ડિસેમ્બર 2024માં પણ આવા બે અકસ્માતો થયા હતા. કોંગોની બુસીરા નદીમાં એક પેસેન્જર બોટ પલટી જતાં 38 લોકોનાં મોત થયાં હતાં. આના ચાર દિવસ પહેલાં જ બીજી બોટ ડૂબવાથી 25 લોકોનાં મોત થયાં હતાં તેમજ ઓક્ટોબર 2024માં કોંગોના કિવુ તળાવમાં એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 78 લોકોનાં મોત થયાં હતાં.
આ 5 સંકેત જણાવે છે કે તમારો પાર્ટનર યોગ્ય છે કે નહીં, બ્રેકઅપ કરી લેવામાં જ છે ભલાઈ
આ વીડિયો ઓક્ટોબર 2024નો જ છે. જેમાં એક પેસેન્જર બોટમાં 200થી વધુ લોકો સવાર હતા. અને અચાનક આ બોટ પલટી હતી અને 78 લોકોના ડુબી જતાં મોત થયા હતા. ત્યારે 2025માં પણ આ દુર્ઘટનાઓનો સિલસિલો ચાલુ રહેતાં આ વખતની દુર્ઘટનામાં 148 લોકો મોતને ભેટ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે