Monsoon Health Tips: ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણકે ચોમાસા દરમિયાન ઘણી બધી બીમારીઓ ફેલાવવાનું જોખમ વધી જાય છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને ગરમીથી રાહત મળે છે પરંતુ આ સમયે સંક્રમણ અને બીમારીઓ ફેલાવવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. ચોમાસાની ઋતુમાં શરદી, ઉધરસ, વાયરલ ફીવર, ફ્લુ, સ્કિન ઈનફેકશન અને પાચન સંબંધિત સમસ્યા ઝડપથી વધે છે. આ સમયે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તે જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચોમાસાની ઋતુમાં કાળા મરી અને તુલસીનો કાઢો પીવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Quit Sugar: 15 દિવસ ખાંડ નહીં ખાવ તો શરીરમાં દેખાશે આ પોઝિટિવ ફેરફાર
હેલ્થ એક્સપર્ટ અનુસાર વરસાદની ઋતુમાં પ્રાકૃતિક ઔષધીઓ શરીરનું રક્ષા કવચ બની જાય છે. આવી જ ઔષધી છે તુલસી અને કાળા મરી. તુલસી અને કાળા મરીથી બનેલો કાઢો શક્તિશાળી મિશ્રણ છે જે શરીરને ચોમાસામાં ફેલાતા સંક્રમણથી લડવામાં મદદ કરે છે. આ ઉકાળો પીવાથી ઘણી બધી બીમારીઓથી શરીર બચી જાય છે. ચોમાસામાં તુલસી અને મરીનો ઉકાળો પીવાથી કયા ફાયદા થાય છે જાણીએ.
આ પણ વાંચો: સવારે ખાલી પેટ લીલા ધાણાના પાન ચાવી લો, પાચન સુધરશે અને કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર
તુલસી અને મરીનો ઉકાળો પીવાથી થતા ફાયદા
1. તુલસી અને કાળા મરી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઔષધી ગણાય છે. તુલસી અને મરી શરીરની રોગ પ્રતિકારક શક્તિને બુસ્ટ કરે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે જેના કારણે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ ઘટી જાય છે.
2. ચોમાસામાં શરદી અને ઉધરસ થવા સામાન્ય વાત છે વરસાદમાં પલળી જવાથી અને ઠંડી હવા લાગવાથી શરદી, ઉધરસ અને ગળામાં તકલીફ થઈ શકે છે. આ સમસ્યામાં તુલસી અને મરીનો ઉકાળો ફાયદાકારક સાબિત થશે.
આ પણ વાંચો: Iron Rich Food: આયરનની ખામી દુર કરવા ખાવી આ 3 વસ્તુઓ, શરીરમાં ડબલ સ્પીડમાં વધશે લોહી
3. વરસાદી ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી જાય છે અને તેના કારણે પણ બીમારીનું જોખમ અનેક ઘણું વધે છે. તુલસી નિયમિત રીતે ચોમાસામાં લેવાથી પ્લેટલેટ્સની સંખ્યા વધારવામાં મદદ મળે છે. આ કાઢો મચ્છરથી ફેલાતા સંક્રમણ સામે પણ શરીરને સુરક્ષિત રાખે છે.
4. તુલસી અને કાળા મરી બંને પાચન માટે લાભકારી હોય છે. મરી અને તુલસી પાચન રસોને સક્રિય કરે છે જેના કારણે ગેસ, એસિડિટી, પેટમાં દુખાવો, અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે.
આ પણ વાંચો:આંખ સતત ફરકતી હોય તો શુભ-અશુભની ચિંતા છોડી આ કામ કરવું, આંખનું ઝબુકવું તુરંત અટકશે
કેવી રીતે બનાવવો તુલસી અને મરીનો ઉકાળો ?
સૌથી પહેલા એક વાસણમાં બે કપ પાણી ઉકાળો. પાણીમાં પાંચ કાળા મરીના દાણા અને છ થી સાત તુલસીના પાન ઉમેરો. સાથે જ તેમાં આદુ અને ચાર લવિંગ ઉમેરી દો. પાણીને બરાબર ઉકાળો અને એક કપ જેટલું બચે એટલે ગેસ બંધ કરી પાણી ગાળી લો. આ ઉકાળો હુંફાળો ગરમ હોય ત્યારે તેમાં મધ ઉમેરીને પીવો જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે