Home> LifeStyle
Advertisement
Prev
Next

Belly Fat: પેટની ચરબી ઉતારવા સવારે કરો આ 4 કામ, ચાર ગણી સ્પીડે ઘટશે જીદ્દી બેલી ફેટ

Morning Routine For  Weight Loss: પેટની જીદ્દી ચરબી ઉતારવી સરળ કામ લાગતું નથી પણ આ કામ સરળતાથી થઈ શકે છે. એક્સપર્ટ અનુસાર જે લોકોને પેટની ચરબી ઝડપથી ઓછી કરવી હોય તેમણે સવારના સમયે આ 4 કામ કરવા જોઈએ. આ કામ ફેટ લોસ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આ કામ કયા છે ચાલો જણાવીએ.
 

Belly Fat: પેટની ચરબી ઉતારવા સવારે કરો આ 4 કામ, ચાર ગણી સ્પીડે ઘટશે જીદ્દી બેલી ફેટ

Morning Routine For  Weight Loss: આજના સમયમાં સ્થૂળતા અને ખાસ કરીને પેટ પર જામેલી ચરબી અનેક લોકોની સમસ્યા છે. પેટના ભાગે ચરબી જામી જાય તો તેનાથી પર્સનાલિટી ખરાબ થાય છે અને સાથે જ ગંભીર બીમારીઓનું જોખમ પણ વધે છે. તેથી જરૂરી છે કે વજન સંતુલિત પ્રમાણમાં રહે. જો તમે પણ વધારે વજનથી પરેશાન છો અને વજન ઘટાડવાનો સરળ રસ્તો શોધી રહ્યા છો તો આ આર્ટીકલ તમને મદદ કરશે. જે લોકોને પેટના ભાગે જામેલી ચરબી ઝડપથી ઓછી કરવી હોય તેમના માટે એક સરળ રસ્તો હેલ્થ એક્સપર્ટ જણાવે છે. પેટ પર ચમેલી ચરબીને ઘટાડવી સરળ નથી પરંતુ દિવસની શરૂઆતમાં જો 4 કામ કરવામાં આવે તો આ મુશ્કેલ કામ સરળતાથી થઈ શકે છે. સવારના સમયે કરેલા આ 4 કામથી ફેટ લોસ પ્રોસેસ ઝડપી થઈ જાય છે. સવારના સમયે કયા ચાર કામ કરવાથી શરીર ઝડપથી ચરબી પાડે છે ચાલો જાણીએ. 

fallbacks

પેટની ચરબી ઘટાડવા સવારે કરો આ 4 કામ 

આ પણ વાંચો: 50 વર્ષે પણ સ્કિન રહેશે ટાઈટ અને શરીર લોખંડ જેવું મજબૂત, આ વસ્તુઓ દૂધ સાથે પીવા લાગો

દેશી ઘી અને આમળાનો પાવડર 

હેલ્થ એક્સપર્ટ અનુસાર સવારે જાગીને ખાલી પેટ 1 ચમચી ગાયના ઘીમાં 1/4 ચમચી આમળાનો પાવડર મિક્સ કરીને ખાવો જોઈએ. ઘી અને આમળાનો પાવડર ડાયરેક્ટ પણ ખાઈ શકાય છે અને હુંફાળા પાણી સાથે પણ લઈ શકાય છે. એક્સપર્ટ અનુસાર ઘી અને આમળા લીવર ડિટોક્સને સપોર્ટ કરે છે અને ફેટ બ્રેક ડાઉનમાં મદદ કરે છે. 

આ પણ વાંચો: Beauty Hacks: શરીર પર આ વસ્તુ લગાડી પરફ્યુમ છાંટો, આખો દિવસ શરીરમાંથી આવશે સુગંધ

ઠંડા પાણીમાં ચહેરો ડુબાડવો 

જાણીને નવાઈ લાગશે પરંતુ સવારે જાગીને 15 થી 30 સેકન્ડ માટે ઠંડા પાણીથી ચહેરો ધોવાથી અથવા ઠંડા પાણીમાં ચહેરો ડુબાડી રાખવાથી ફેટ બર્ન કરવામાં મદદ મળી શકે છે. બરફના પાણીથી ચહેરો ધોવાથી અથવા તો બરફના પાણીમાં ચહેરો ડુબાડવાથી બ્રાઉન ફેટ સક્રિય થઈ જાય છે. બ્રાઉન ફેટ શરીરને ગરમ રાખવાનું કામ કરે છે અને સફેદ ફેટને બાળે છે. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે અને શરીર વધારે એનર્જી યુઝ કરશે. 

આ પણ વાંચો: Hair Care:બેજાન વાળ માટે સંજીવની છે નાળિયેરનું દૂધ, ઘરે આ રીતે રેડી કરી વાળમાં લગાડો

બ્રિધિંગ એકસરસાઈઝ 

સવારે 10 થી 15 મિનિટ માટે અનુલોમ વિલોમ અથવા તો બોક્સ બ્રિધિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. એક્સપર્ટ અનુસાર બ્રિધિંગ એકસરસાઈઝ શરીરને એક્ટિવ કરે છે અને કોર્ટિસોલ લેવલ ઘટાડે છે જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. બ્રિધિંગ એક્સરસાઇઝ કરવાથી પાચન અને ગટ હેલ્થ સુધરે છે. 

આ પણ વાંચો: ગંદા જૂતા સાફ કરવા આ રીતે બટેટાનો યુઝ કરો, વર્ષો જુના શૂઝ પણ નવા હોય એવા સાફ લાગશે

ફિઝિકલ એક્ટિવિટી 

હેલ્થ એક્સપર્ટ અનુસાર સવારે શરીર જેટલું એક્ટિવ રહેશે એટલી ઝડપથી ચરબી મળશે. સવારના સમયે 10 મિનિટ માટે લાઈટ એક્સરસાઇઝ કરો જેમકે યોગ, સ્ટ્રેચિંગ અથવા તો સામાન્ય વોક. કોઈપણ કામ કરીને સવારે શરીરને એક્ટિવ રાખવાથી શરીરમાં એવા એન્જાઈમ સક્રિય થાય છે જે શરીરની ફેટ બર્નિંગ સ્વીચને ઓન કરે છે અને ચરબી ઝડપથી ઓછી થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More