Mulberries Benefits: ઉનાળાની સિઝનમાં મળતું શેતુર ફળ સ્વાદમાં ખાટું મીઠું હોય છે. શેતૂર વિટામીન, મીનરલ અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેનાથી ડાયજેશન, બ્લડપ્રેશર, નબળી ઇમ્યુનિટી, સ્કીન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. ઉનાળા દરમિયાન શેતૂર પણ મળતા હોય છે. ઉનાળાની સિઝનમાં કેરી, તરબૂચ, શકકરટેટી જેવા ફળ ખાવાથી ફાયદા થાય છે એટલા જ ફાયદા શેતૂર ખાવાથી પણ થાય છે.
આ પણ વાંચો: Constipation: કબજિયાત થાય તો ખાવા આ 5 ફળ, આંતરડામાં ફસાયેલો કચરો પણ સાફ કરશે
શેતૂરના ફળ નાના-નાના હોય છે. જ્યારે આ ફળ લાલ હોય છે ત્યારે તેનો સ્વાદ ખાટો લાગે છે જેમ આ ફળનો રંગ ડાર્ક થવા લાગે છે તેમ તેમ મીઠું થઈ જાય છે. સેતુરને કોઈપણ રીતે ખાવાથી ફાયદા થાય છે.
આ પણ વાંચો: Health Tips: લૂ નો કાળ છે 5 વસ્તુઓ, ખાઈને ઘરેથી નીકળશો તો શરીર અંદરથી રહેશે ઠંડુ
કેટલાક રિપોર્ટ અનુસાર સેતુરના પાન બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને ડાયાબિટી સંબંધિત સમસ્યાઓને પણ ઓછી કરે છે. સેતુરના ફળ પણ એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તેનાથી ઘણી બધી બીમારીઓનું જોખમ ઘટે છે.
આ પણ વાંચો: Kidney Health: કિડની માટે સ્લો પોઈઝન છે આ 5 ફુડ, રોજ ખાવાથી કિડની ડેમેજનું જોખમ વધે
સેતુરમાં એવા કમ્પાઉન્ડ હોય છે જે શરીરને હેલ્ધી રાખવામાં અને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. સેતુર ખાવાથી ડાઇઝેશન સિસ્ટમ પણ મજબૂત થાય છે અને કબજિયાત પેટની તકલીફોથી રાહત મળે છે. સેતુર કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાને પણ સેતુર ઘટાડી શકે છે.
આ પણ વાંચો: ડાયાબિટીસ હોય તો રોજ સવારે આ યોગાસન કરો, આખો દિવસ કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર
ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં પણ સેતુરનું ફળ ફાયદાકારક છે. સેતુરમાં વિટામીન સી હોય છે જે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. શેતુર ખાવાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરવામાં મદદ મળે છે. વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર શેતુર ખાવાથી ચહેરાની સમસ્યાઓ જેમકે કરચલીઓ અને ફાઈન લાઇન્સ ઘટી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે