Home> Health
Advertisement
Prev
Next

Oil Massage: સૂતા પહેલા પગમાં તેલ લગાડવાથી શરીરને થતા લાભ વિશે જાણો

Oil Massage: આયુર્વેદ એક્સપર્ટ્સ અનુસાર જો તમે રોજ રાત્રે સુતા પહેલા પગમાં થોડું તેલ લગાડી માલિશ કરો છો તો તેનાથી શરીરને લાભ થાય છે. પગમાં તેલ લગાડવાથી થતા લાભ વિશે જાણો.
 

Oil Massage: સૂતા પહેલા પગમાં તેલ લગાડવાથી શરીરને થતા લાભ વિશે જાણો

Oil Massage: આજની દોડધામ ભરેલી જિંદગીમાં ઘણી વખત આપણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને ઇગ્નોર કરીએ છીએ. સમયના અભાવ અને સ્ટ્રેસના કારણે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવતું નથી. જોકે આયુર્વેદમાં કેટલીક એવી આદતો વિશે જણાવેલું છે જેને ડેઇલી રૂટિનમાં અપનાવી લેવામાં આવે તો મહેનત વિના હેલ્થ સુધારી શકાય છે. 

fallbacks

આ પણ વાંચો: મોઢામાં કેન્સર થયું હોય તો શરુઆતમાં દેખાય આ 8 સંકેત, સામાન્ય ગણી ઈગ્નોર ન કરવા

આજે તમને આવી એક આદત વિશે જણાવીએ જેને રોજ રાત્રે અપનાવી લેશો તો શરીરમાં ઘણા પોઝિટિવ ફેરફાર દેખાશે. જે આદતની અહીં વાત થઈ રહી છે તેને પાદ અભ્યંગ કહેવાય છે. એટલે કે રાત્રે સુતા પહેલા પગમાં તેલ લગાડી માલિશ કરવી. આ કામ માટે વધારે સમય ફાળવવાની જરૂર પણ નથી. રોજ રાત્રે સુતા પહેલા બસ 5 મિનિટનો સમય કાઢવો જરૂરી છે. 

આ પણ વાંચો: લીવરને સડતા બચાવવું હોય તો આ રીતે ખાવી હળદર, આ ઉપાય ફેટી લીવરમાં કરશે ફાયદો

રોજ રાતે સુતા પહેલા પગ પર થોડું તેલ લગાડી માલિશ કરવાથી શરીરને જબરદસ્ત ફાયદા થાય છે. જેમાંથી ત્રણ ફાયદા એવા છે એના વિશે જાણીને તમે આજથી જ રાત્રે તેલથી પગમાં માલિશ કરવાનું શરૂ કરી દેશો. 

આંખની રોશની વધશે

આ પણ વાંચો: ચોમાસામાં શરીરને ડિટોક્સ કરવા પીવું લીંબુ-સિંધવ મીઠાનું આ ડ્રિંક, શરીરનો થાક થશે દુર

આપણા પગ શરીરની હજારો નાડીઓ અને નર્વ્સ સાથે જોડાયેલા હોય છે. પગના તળિયામાં તેલ લગાડીને માલિશ કરવાથી થાક દૂર થાય છે, શરીર રિલેક્સ થાય છે અને આંખનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. આયુર્વેદ અનુસાર પગના તળિયામાં કેટલાક વિશેષ પોઇન્ટ હોય છે જેનો સંબંધ આંખ સાથે હોય છે. પગની માલિશ કરતી વખતે આ પોઇન્ટ પર તેલ અથવા ઘી લગાડવાથી આંખનો થાક દૂર થાય છે અને આંખની રોશની પણ સુધરે છે. 

આ પણ વાંચો: બાળકોમાં હાર્ટ એટેક પહેલા દેખાય આ 5 લક્ષણો, આ જગ્યાએ દુખાવો સૌથી ગંભીર લક્ષણ

ગાઢ ઊંઘ આવશે 

જો તમે રાત્રે સુતા પહેલા પાંચ મિનિટ માટે પગમાં તેલ લગાડી મસાજ કરશો તો શરીરનો થાક ઉતરી જશે અને ગાઢ ઊંઘ આવશે. જે લોકોને રાત્રે થાકનો અનુભવ થતો હોય અને ઊંઘ સમયસર આવતી ન હોય તેમના માટે આ ઉપાય સૌથી અસરકારક છે. સુતા પહેલા પગમાં તેલ લગાડીને માલિશ કરવાથી શરીર અને મન શાંત થાય છે અને નસો ને આરામ મળે છે જેના કારણે સ્ટ્રેસનું સ્તર ઘટી જાય છે. શરીર અને મગજ. 

આ પણ વાંચો: ત્રિફળાનું પાણી પીવાના 5 જબરદસ્ત ફાયદા, પેટ સાફ કરવાથી લઈ વજન ઘટાડવામાં કરશે મદદ

એકાગ્રતા વધશે 

રોજ રાત્રે સુતા પહેલા પગમાં તેલ લગાડીને માલિશ કરવાથી શરીરને જ નહીં મનને પણ ફાયદો થાય છે. તેનાથી માનસિક થાક દૂર થાય છે અને મગજની નસો રિલેક્સ થઈ જાય છે. જેના કારણે ફોકસ કરવાની ક્ષમતા વધે છે યાદશક્તિ સુધરે છે અને નિર્ણય લેવાની શક્તિમાં પણ સુધારો થાય છે. 

આ પણ વાંચો: 40 વર્ષ પછી પણ શરીર રહેશે એકદમ ફીટ અને સ્લીમ, બસ 5-5 મિનિટ માટે કરો આ 6 યોગાસન

કેવી રીતે કરવી પગની માલિશ ?

ઉપર જણાવેલા ફાયદા માટે પગની માલિશ કરવાની હોય તો સુતા પહેલા પગને સારી રીતે ધોઈને કોરા કરી લેવા. પગમાં લગાડવા માટે તલનું તેલ, નાળિયેરનું તેલ અથવા ગાયના ઘીનો ઉપયોગ કરી શકાય છે. સૌથી પહેલા પગના તળિયામાં તેલ અથવા ઘી લગાડવું અને પછી પગના તળિયાથી શરુ કરી એડી અને પંજા પર પાંચ મિનિટ હળવા હાથે માલીશ કરવી. માલિશ કર્યા પછી પગ ધોવાની જરૂર નથી તેલ અથવા ઘીને આખી રાત પગ પર રહેવા દો.. સવારે સૌથી પહેલાં હુંફાળા પાણીથી પગ ધોવા અને પછી નહાવું. નિયમિત રીતે આ કામ કરવાથી થોડા જ દિવસોમાં તમને શરીરમાં ફેરફાર દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More