Heart Attack Symptoms in Children: આજના સમયમાં કહી ન શકાય કે હાર્ટ અટેક કઈ ઉંમરના વ્યક્તિને આવી જાય અને તેનું મોત થઈ. મોટી ઉંમરના લોકોને હાર્ટ અટેક આવે તે માન્યતા હવે ખતમ થઈ ગઈ છે કારણ કે નાના નાના બાળકોને પણ હાર્ટ એટેક આવી જાય છે અને તેમનું મોત થઈ જાય છે. આવી અનેક ઘટનાઓ બની ચુકી છે અને તાજેતરમાં પણ રાજસ્થાનમાંથી આવી ઘટના સામે આવી છે. જેમાં 9 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો હોય અને તેનું મોત થયું હોય તેવી વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર બાળકી સ્કૂલમાં હતી અને પોતાનો લંચ બોક્સ ખોલતી વખતે અચાનક બેભાન થઈને પડી ગઈ. તેની ગણતરીની મિનિટોમાં જ તેનું મોત થઈ ગયું.
આ પણ વાંચો: દાઝ્યા પર ટુથપેસ્ટ લગાડવી કે નહીં ? જાણો બળેલી ત્વચા પર સૌથી પહેલા શું લગાડવું ?
આવી આઘાતજનક ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં માતા-પિતાએ એ વાત સમજવી જરૂરી છે કે બાળકોમાં પણ હાર્ટ પ્રોબ્લેમ ગંભીર ધારણ કરી શકે છે. તેથી જ બાળકોમાં હાર્ટ સંબંધિત સમસ્યાના લક્ષણોને ઓળખવા જોઈએ. બાળકમાં આ 5 માંથી કોઈ પણ 1 લક્ષણ પણ દેખાય તો તેને ગંભીરતાથી લઈને બાળકની તપાસ તુરંત કરાવવી. બાળકોમાં દેખાતા આ લક્ષણોને મોનિટર કરવા જોઈએ અને તેને જરૂરી મેડિકલ સારવાર લેવી જોઈએ જેથી બાળકનો જીવ બચાવવામાં મદદ મળે.
આ પણ વાંચો: ત્રિફળાનું પાણી પીવાના 5 જબરદસ્ત ફાયદા, પેટ સાફ કરવાથી લઈ વજન ઘટાડવામાં કરશે મદદ
બાળકોમાં દેખાતા હાર્ટ એટેકના લક્ષણ
છાતીમાં દુખાવો
જો તમારું બાળક ફિઝિકલ એક્ટિવિટી પછી છાતીમાં દુખાવો, ચક્કર આવવા કે ગભરામણ થવા જેવી ફરિયાદ કરે તો આ લક્ષણની અવગણના ન કરવી. રમતગમત પછી છાતીમાં થતો ઝીણો દુખાવો પણ હાર્ટ કન્ડિશન સંબંધિત લક્ષણ હોઈ શકે છે તેથી સામાન્ય થાક સમજીને તેને અવગણો નહીં.
આ પણ વાંચો: 40 વર્ષ પછી પણ શરીર રહેશે એકદમ ફીટ અને સ્લીમ, બસ 5-5 મિનિટ માટે કરો આ 6 યોગાસન
બેભાન થવું
એક્સપર્ટ અનુસાર બાળકો ઘણી વખત સ્કૂલમાં એસેમ્બલીમાં ઉભા રહે તે દરમિયાન ગરમીના કારણે બેભાન થઈ જતા હોય છે. ઘણી વખત રમતગમત દરમિયાન પણ થાકના કારણે આવી સમસ્યા થાય છે. ગરમી દરમિયાન થતી આ સમસ્યા ડીહાઇડ્રેશનના કારણે હોઈ શકે છે પરંતુ બાળક રમતી વખતે અચાનક વારંવાર બેભાન થઈ જતું હોય તો તે ચિંતાજનક છે તેથી તેનું ચેકઅપ તુરંત કરાવો.
આ પણ વાંચો: જમતા પહેલા પી લો 1 ચમચી, ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરવાનો રામબાણ નુસખો
ધબકારા વધી જવા
બાળકને બીક લાગે, દોડધામ કરે ત્યારે થોડીવાર માટે હૃદયના ધબકારા વધી જાય તે સામાન્ય છે. ફિઝિકલ એક્ટિવિટી પછી ધબકારા વધે તો 5 મિનિટની અંદર ધબકારા નોર્મલ થઈ જાય છે. પરંતુ જો તમારું બાળક ફિઝિકલી એક્ટિવ ન હોય અને અચાનક જ કારણ વિના ધબકારા વધી જવાની ફરિયાદ કરે તો તેને ઇગ્નોર કરવાની ભૂલ કરવી નહીં.
આ પણ વાંચો: ધનુરનું ઈન્જેકશન ઈજા પછી કેટલા સમયમાં લઈ લેવું? ટીટેનસ શોટ ન લેવામાં આવે તો શું થાય?
શરીર પીળું પડી જવું
અચાનક બાળકના હોઠ, આંગણા, અંગૂઠાનો રંગ પીળો અથવા તો ફીકો પડવા લાગે તો હાર્ટમાં ગડબડનો સંકેત હોઈ શકે છે આ લક્ષણ ધબકારા વધી જાય ત્યારે વધારે જોવા મળે છે.
આ પણ વાંચો: Tooth Cavity Remedy: જમ્યા પછી રોજ ચાવી લો આ 1 વસ્તુ, દાંત ક્યારેય નહીં થાય સડો
ભૂખનો અભાવ
જો બાળકની ખાવા પીવાની પેટર્નમાં અચાનક ફેરફાર થઈ જાય એટલે કે બાળકને સમયસર ભૂખ ન લાગે, ભૂખ ઓછી થઈ જાય કે બાળક ખોરાક ખાઈ ન શકે તો તે શરીરમાં વધતી ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. જેમાં હાર્ટ એટેકનો સમાવેશ પણ થાય છે જો પરિવારમાં હાર્ટ અટેકની હિસ્ટ્રી હોય તો બાળકની ભૂખમાં થતા ફેરફારને પણ સામાન્ય સમજવાની ભૂલ કરવી નહીં તુરંત જ ડોક્ટરની સલાહ લેવી..
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે