Shravan 2025 : હાલ ઉત્તર ભારતનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. પરંતું ગુજરાતનો શ્રાવણ મહિનો હજુ શરૂ થયો નથી. ગુજરાતમાં અસંખ્ય ભક્તો શ્રાવણ મહિનાની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે, ક્યારે પૂરો થશે, અને તેમાં કેટલા સોમવાર આવે છે તે વિશેની તમારા કામના તમામ માહિતી આ રહી.
તમને સૌથી પહેલા જણાવી દઈએ કે, ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત 25 જુલાઈથી થશે. તો 23 ઓગસ્ટે શ્રાવણ મહિનો પૂરો થઈ જશે. આ દરમિયાન ચાર સોમવાર આવે છે. ત્યારે કઈ કઈ તારીખે સોમવાર આવે છે તે પણ જાણી લો.
શ્રાવણ મહિનો તેનું નામ કેવી રીતે પડ્યું?
હિન્દુ કેલેન્ડર મુજબ, જ્યારે આ મહિનો શરૂ થાય છે, ત્યારે ચંદ્ર 'શ્રવણ નક્ષત્ર'માં હોય છે. આ કારણોસર, આ મહિનાનું નામ શ્રાવણ રાખવામાં આવ્યું. સમય જતાં, 'શ્રવણ' બોલચાલની ભાષામાં 'શ્રાવણ' કહેવાવા લાગ્યું.
શિવલિંગ પર ચઢાવો આ વસ્તુઓ
એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી તેઓ ખૂબ જ ખુશ થાય છે અને તેમના ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે. તે જ સમયે શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આવી સ્થિતિમાં, ભક્તોના મનમાં એ જાણવાની ઉત્સુકતા રહે છે કે આ દિવસે શિવલિંગ પર કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ જેથી ભોલેનાથના આશીર્વાદ મેળવી શકાય. તો ચાલો જાણીએ કે આ વખતે શ્રાવણના બીજા સોમવારે ભગવાન શિવને શું ચઢાવવું શુભ રહેશે.
ચંદન
ભગવાન શિવને રાખ અને ચંદન ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે શિવપૂજા પછી શિવલિંગ પર ચંદન સાથે ત્રિપુંડ લગાવવાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે.
કાળા તલ
શ્રાવણના બીજા સોમવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે.
ઘઉં
શ્રાવણ સોમવારે શિવલિંગ પર ઘઉં ચઢાવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી બાળકોનું સુખ અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે.
અત્તર
મહાદેવને અત્તર ખૂબ જ ગમે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ સોમવારે શિવલિંગ પર અત્તર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તની બધી ઇચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે.
ઘી
એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર ઘી ચઢાવવાથી ભક્તના જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને બધા અટકેલા કાર્યોમાં સફળતા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે