Ashwagandha Benefits: વધતી ઉંમર સાથે પુરુષોમાં નબળાઈ વધવા લાગે છે. શરીરમાં સતત થાક અનુભવાય છે, એનર્જી ઘટી જાય છે, સ્ટેમિના ઓછો થઈ જાય છે. આ સમસ્યાઓ વધતી ઉંમરનો સતત અનુભવ કરાવે છે. આ સમસ્યાને દુર કરવા માટે હિમાલયમાં મળતી આ ઔષધીનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુની મદદથી પુરુષોમાં 60 વર્ષે પણ 30 જેવી એનર્જી જળવાઈ રહે છે.
આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય તો ન ખાતા આ Food, ખાવાથી બ્લોક થઈ જશે ધમનીઓ
જે ઔષધીની વાત થઈ રહી છે તે છે અશ્વગંધા. અશ્વગંધા પુરુષોની શારીરિક અને માનસિક શક્તિ વધારવાનો પ્રાકૃતિક ખજાનો છો. આ આયુર્વેદિક વસ્તુ સ્ટ્રેસ ઘટાડે છે અને શરીરમાં ઊર્જા, શક્તિ અને જોશ બમણા કરી દે છે. તો ચાલો જાણીએ કે અશ્વગંધા કઈ રીતે શરીરને 60 વર્ષે પણ એનર્જીથી છલોછલ રાખી શકે છે.
આ પણ વાંચો: Burn Injury:કોઈપણ વસ્તુથી દાઝ લાગે તો સૌથી પહેલા આ કામ કરજો, ચામડી પર ફોડલા નહીં પડે
અશ્વગંધા હિમાલયના ઠંડા વિસ્તારોમાં ઉગે છે. તેનો ઉપયોગ વર્ષોથી પુરુષોની શક્તિ વધારવા માટે કરવામાં આવે છે. અશ્વગંધાના મૂળ અને પાનનો ઉપયોગ થાય છે. અશ્વગંધા પ્રાચીન આયુર્વેદિક ઔષધી છે.
આ પણ વાંચો: Fatty Liver: આ 4 આદતોના કારણે જુવાનીમાં જ સડી જાય છે લીવર, તમને તો નથી ને આ આદતો ?
અશ્વગંધા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારવામાં મદદ કરે છે. જે સ્નાયૂની શક્તિ વધારે છે. નિયમિત રીતે અશ્વગંધાનું સેવન કરવાથી જીમમાં વર્કઆઉટ કરવાની ક્ષમતા પણ વધે છે અને થાક પણ ઓછો થાય છે.
આ પણ વાંચો: મોઢામાં કેન્સર થયું હોય તો શરુઆતમાં દેખાય આ 8 સંકેત, સામાન્ય ગણી ઈગ્નોર ન કરવા
અશ્વગંધા સ્ટ્રેસ ઓછો કરવા માટે ચમત્કારી છે. તેનાથી કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન નિયંત્રિત રહે છે. જેના કારણે માનસિક શાંતિ મળે છે. અશ્વગંધા લેવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. અશ્વગંધા લેવાથી 60 વર્ષે પણ શરીરમાં 30 વર્ષ જેવો જોશ અનુભવી શકાય છે. તેનાથી રક્તસંચાર સુધરે છે અને ઉર્જાનું સ્તર વધે છે. અશ્વગંધાના કારણે તમે આખો દિવસ ફ્રેશ ફીલ કરી શકો છો.
આ પણ વાંચો: લીવરને સડતા બચાવવું હોય તો આ રીતે ખાવી હળદર, આ ઉપાય ફેટી લીવરમાં કરશે ફાયદો
અશ્વગંધાનું સેવન કેવી રીતે કરવું ?
અશ્વગંધાનું ચૂર્ણ, કેપ્સૂલ અને ટેબલેટ માર્કેટમાં સરળતાથી મળી રહે છે. અશ્વગંધાનું ચૂર્ણ લેવા માંગતા હોય તો દૂધ સાથે દિવસમાં એકવાર તેનું સેવન કરવું. સામાન્ય રીતે 1 થી 2 ગ્રામ ચૂર્ણ લઈ શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે