Home Remedies for Burning Feet: ગરમીના દિવસોમાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. શરીરનું તાપમાન વધવાથી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. જેમકે વધારે પરસેવો થવો, ચક્કર આવી જવા, માથામાં દુખાવો, સુસ્તી અને પગના તળીયામાં બળતરાની સમસ્યા થઈ શકે છે. પગના તળીયામાં બળતરા અને દુખાવો વધારે રાતના સમયે અનુભવાય છે.
આ પણ વાંચો: હીટવેવના કારણે આંખમાં થઈ શકે છે આવી સમસ્યાઓ, આ રીતે ગરમીમાં આંખોનું ધ્યાન રાખો
શરીરમાં પાણીની ઊણપના કારણે પગના તળીયામાં બળતરા થઈ શકે છે. ડિહાઈડ્રેશનના કારણે બળતરા વધી પણ જાય છે. આ સિવાય અન્ય કેટલીક બીમારીમાં પણ પગના તળીયામાં બળતરા થઈ શકે છે. તમને પણ ઉનાળામાં પગના તળીયા બળતા હોય તો આ ઘરેલુ ઉપાયોની મદદ લઈ શકો છો.
પગના તળીયા બળતા હોય તો આ રીતે મેળવો રાહત
આ પણ વાંચો: ઘઉં, જુવાર નહીં ઉનાળામાં આ લોટની રોટલી શરીર માટે સારી, ગરમીમાં પેટને મળશે ઠંડક
એલોવેરા જેલ લગાડો
એલોવેરા જેલ ઠંડક આપવાનું કામ કરે છે. સ્કિનની બળતરા, દુખાવો અને ઈંફ્લેમેશનની સમસ્યાથી એલોવેરા જેલ રાહત આપે છે. તળીયામાં થતી બળતરાથી આરામ મેળવવા માટે એલોવેરા જેલથી માલિશ કરી શકાય છે.
આ પણ વાંચો: કચરો સમજી તરબૂચના બીને ફેંકતા નહીં, હાર્ટ પ્રોબ્લેમથી લઈ અનેક તકલીફમાં ઉપયોગી છે
બરફવાળા પાણીમાં પગ રાખવા
જો કોઈને વધારે બળતરા થતી હોય તો તેણે દિવસમાં 1 વાર ટબમાં બરફનું પાણી ભરી તેમાં પગ બોળી રાખવા. 20 થી 30 મિનિટ સુધી પગ બોળી રાખવાથી બળતરા દુર થશે.
આ પણ વાંચો: Haldi Water: માઈગ્રેન, પીરિયડ પેઇન, સર્વાઈકલ સહિતની સમસ્યાની દવા છે આ પાણી
મુલ્તાની માટીનો લેપ
બળતરા, દુખાવો અને સોજો દુર કરવા માટે પગમાં મુલ્તાની માટીનો લેપ પણ કરી શકાય છે. તેનાથી સ્કિનની સમસ્યાઓ પણ દુર થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે