Clove Water With Lemon Benefits: લીંબુ અને લવિંગ દરેક ભારતીય રસોડાની મહત્વની વસ્તુઓ છે. આ 2 વસ્તુ દરેક ઘરમાં હોય જ. આ વસ્તુઓનો ઉપયોગ અલગ અલગ રીતે તમે પણ કર્યો હશે. પરંતુ આજે તમને જે રીત જણાવવાના છીએ એ રીતે તમે લવિંગ અને લીંબુ યુઝ કરશો તો શરીરમાં જબરદસ્ત લાભ જોવા મળશે.
આ પણ વાંચો: Sattvic Food: શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન કરવાથી શરીરને શું ફાયદો થાય ?
લવિંગ અને લીંબુનો આ નુસખો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવે છે કે લવિંગ અને લીંબુને આ રીતે લેવાથી શરીરની અનેક સમસ્યા દુર થઈ શકે છે. તો ચાલો સૌથી પહેલા જાણીએ લવિંગ અને લીંબુનું સેવન કરવાની રીત કઈ છે.
લવિંગ અને લીંબુની ચા
આ પણ વાંચો: શરીરના ટોક્સિન્સને બહાર કાઢી નાખે છે આ ફળ, રોજ 1 ખાવાથી લીવર અને કિડની રહેશે હેલ્ધી
1 કપ પાણીમાં 3 લવિંગ ઉમેરી 5 મિનિટ ઉકાળો. 5 મિનિટ પછી જ્યારે પાણીનો રંગ બદલી જાય ત્યારે ગેસ બંધ કરી પાણીને કપમાં ગાળી લો. કપમાં કાઢ્યા બાદ તેમાં અડધું લીંબુ નિચોવો. આ ચા રોજ સવારે ખાલી પેટ પી પીવાની છે.
લવિંગ અને લીંબુની ચા પીવાથી કેવા લાભ થાય ?
આ પણ વાંચો: ફેટી લીવરનો મફત ઈલાજ છે આ 5 હોમમેડ ડ્રિંક્સ, ગણતરીના દિવસોમાં દેખાવા લાગશે અસર
1. લીંબુ વિટામિન સી અને સિટ્રિક એસિડથી ભરપુર હોય છે. જે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. લવિંગમાં યૂજિનોલ નામનું એન્ટી બેક્ટેરિયલ હોય છે જે એન્ટી વાયરલ કંપાઉંડ હોય છે. આ બંને વસ્તુને સાથે મિક્સ કરવાથી તે ઈમ્યુનિટી બુસ્ટર બની જાય છે.
2. પાચન સંબંધિત સમસ્યા હોય, પેટ સાફ ન આવતું હોય, ગેસ કે અપચાની સમસ્યા હોય તો લીંબુ અને લવિંગનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. આ 2 વસ્તુ સાથે મળી પેટ સાફ રાખવામાં મદદ કરે છે. ગેસની સમસ્યાને ઘટાડે છે.
આ પણ વાંચો: લીવર ડેમેજ લાસ્ટ સ્ટેજમાં હોય ત્યારે થાય આ 5 તકલીફો, 1 પણ જણાય તો પહોંચો ડોક્ટર પાસે
3. લીંબુ અને લવિંગમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આ બંને વસ્તુનુ સાથે સેવનન કરવાથી સાંધાના દુખાવા, જકડાયેલા સાંધા, સોજાની સમસ્યાથી રાહત મળે છે.
4. લવિંગ અને લીંબુની ચા અથવા ઈનફ્યૂઝ્ડ પાણી પીવાથી ગળાને રાહત મળે છે અને રેસ્પિરેટરી હેલ્થ સુધરે છે. શરદી-ઉધરસ, ગળામાં તકલીફ, અસ્થમા, શ્વાસની સમસ્યામાં આ ચા ફાયદાકારક સાબિત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે