Shukra Gochar 2025: શુક્ર ગ્રહ મિથુન રાશિમાં 26 જુલાઈએ પ્રવેશ કરશે. શુક્રના મિથુન રાશિમાં પ્રવેશ સાથે ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે, કારણ કે મિથુન રાશિમાં પહેલાથી જ ગુરુ ગ્રહ બિરાજમાન છે. મિથુન રાશિમાં આ સંયોગ 24 વર્ષ પછી સર્જાશે. મિથુન રાશિમાં ગુરુ શુક્રની યુતિથી જે ગજલક્ષ્મી રાજયોગ સર્જાશે તેના પર રાહુની પંચમ દ્રષ્ટિ રહેશે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 18 જુલાઈ: તુલા રાશિ માટે આજનો દિવસ શુભ, ધંધામાં નવી તકો પણ મળશે
જ્યોતિષ ગણના અનુસાર 26 જુલાઈની સવારે 8.56 મિનિટે શુક્ર મિથુન રાશિમાં પહોંચશે. મિથુન રાશિમાં ગુરુ અને શુક્ર એકસાથે હશે ત્યારે તેનો પ્રભાવ પણ ડબલ થઈ જશે અને રાશિઓને તેનો લાભ પણ ડબલ મળશે. ગજલક્ષ્મી રાજયોગ કઈ રાશિઓ માટે લાભકારી છે ચાલો જાણીએ વિસ્તારથી.
આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારથી શરુ થશે શ્રાવણ મહિનો? જાણો સોમવારના વ્રતના લાભ અને શિવ પૂજાની વિધિ
મિથુન રાશિ
શુક્રનું ગોચર મિથુન રાશિમાં જ થવા જઈ રહ્યું છે તેવામાં જે ગજલક્ષ્મી રાજયોગ બનશે તે આ રાશિને આર્થિક લાભ સાથે પ્રસિદ્ધિ પણ અપાવશે. પૈતૃક સંપત્તિનું સુખ મળવાની સંભાવના. આસપાસના લોકોનો વ્યવહાર સુધરવા લાગશે. આત્મવિશ્વાસ વધશે. ખર્ચ વધશે પરંતુ સામે આવક પણ થશે. વાહન ખરીદીના પણ યોગ બની રહ્યા છે.
આ પણ વાંચો: 18 જુલાઈથી કર્ક રાશિમાં વક્રી રહેશે બુધ, જાણો મેષથી લઈ મીન રાશિ પર કેવો પડશે પ્રભાવ
તુલા રાશિ
તુલા રાશિના નવમા ભાવમાં ગજલક્ષ્મી રાજયોગ બનશે. તુલા રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. પિતા તરફથી લાભ થઈ શકે છે. મન ધર્મ-કર્મમાં વધારે લાગશે. જીવનના દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવામાં સફળતા મળશે. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. યાત્રા સફળ અને ફાયદાકારક રહેશે.
આ પણ વાંચો: ભગવદ્ ગીતાના 5 ઉપદેશ, જે સમજી જાય તેની જીંદગી બદલી જાય, દરેક કામમાં મળશે સફળતા
ધનુ રાશિ
આ રાશિના સાતમા ભાવમાં ગજલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. લગ્નજીવનમાં ખુશીઓ વધશે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે. આ સમયમાં કરિયરમાં કોઈ મોટી સફળતા મળી શકે છે. જે લોકો પાર્ટનરશીપમાં કામ કરે છે તેમને ધન લાભ થઈ શકે છે.
આ પણ વાંચો: Kamdhenu: કામધેનુ ગાયની મૂર્તિ ઘરમાં રાખવાથી થતા લાભ વિશે જાણો
કુંભ રાશિ
કુંભ રાશિના પંચમ ભાવમાં ગજલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. તેવામાં કુંભ રાશિના લોકોને સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય લાભકારી સાબિત થશે. આ સમય દરમિયાન પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકોની આવક વધી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે