Home> Health
Advertisement
Prev
Next

પોર્ન જોવામાં પુરૂષો કરતાં પાછળ નથી ભારતીય મહિલાઓ, સામે આવી હકિકત

ભારતમાં પોર્ન વેબસાઇટોને પ્રતિબંધ કરવા છતાં તેના લગામ કસવી સરળ નથી. ડિજિટલાઇલેશનના આ યુગમાં સ્માર્ટ ગેજેટની મદદથી યુવાનો સરળતાથી પોર્ન વેબસાઇટ સુધી પહોંચી રહ્યા છે. ઇન્ડીયા ટુડે સેક્સ સર્વે 2019માં ભારતીયો પોર્ન વેબસાઇટની સર્ફિંગ અથવા પોર્ન જોવાને લઇને ખુલાસો કર્યો છે.

પોર્ન જોવામાં પુરૂષો કરતાં પાછળ નથી ભારતીય મહિલાઓ, સામે આવી હકિકત

નવી દિલ્હી: ભારતમાં પોર્ન વેબસાઇટોને પ્રતિબંધ કરવા છતાં તેના લગામ કસવી સરળ નથી. ડિજિટલાઇલેશનના આ યુગમાં સ્માર્ટ ગેજેટની મદદથી યુવાનો સરળતાથી પોર્ન વેબસાઇટ સુધી પહોંચી રહ્યા છે. ઇન્ડીયા ટુડે સેક્સ સર્વે 2019માં ભારતીયો પોર્ન વેબસાઇટની સર્ફિંગ અથવા પોર્ન જોવાને લઇને ખુલાસો કર્યો છે. ભારતમાં જ્યાં પોર્ન કન્ટેટને બ્લોક કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સર્વેમાં 79 ટકા ભારતીયો નિયમિત રૂપે ક્યારેક ક્યારેક પોર્ન જોવાની વાત કબૂલી છે.

fallbacks

INDvsBAN: દીપક ચાહરે એક ઝટકે તોડ્યા 5 રેકોર્ડ, ટી20ના બેસ્ટ બોલર બન્યા

આ રિસર્ચનો ભાગ ફક્ત પુરૂષો જ નહી મહિલાઓ પણ સમાનરૂપથી સામેલ હતી. કિશોરો દ્વારા પોર્ન જોવાને લઇને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. વિશેષજ્ઞ પોર્ન વેબસાઇટોને કિશોરો માટે તેમની કામુક ઇચ્છાઓને સંતુષ્ટ કરવાનું એક માધ્યમ માને છે. 

સર્વેમાં સામે આવ્યું પરિણામોમાં 85.5 ટકા પુરૂષોએ એ પણ સ્વિકાર્યું કે તે નિયમિત રીતે અથવા ક્યારેક ક્યારેક પોર્ન જુએ છે. આ મામલે મહિલાઓ પણ પુરૂષો કરતાં વધુ પાછળ નથી. સર્વેમાં 71% મહિલાઓએ પોર્ન જોવાની વાત પર સહમતિ વ્યક્ત કરી હતી. સ્પષ્ટ વાત છે કે મહિલાઓનું પોર્ન જોવાનું કારણ પણ પુરૂષો જેવું જ હોઇ શકે છે. સાઇબર સુરક્ષા વિશેષજ્ઞ રિતેશ ભાટીયા કહે છે, 'સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ, ડેટિંગ પોર્ટલ અને સ્માર્ટફોન એપ મોટાપાયે સેક્સટોર્શન અને સાઇબર સ્કોટિંગ જેવા ગુનાઓમાં યોગદાન કરે છે. 
fallbacks

વિશેષજ્ઞોનું કહેવું છે કે પોર્નની લતથી ગુનામાં વૃદ્ધિ તો થાય છે. સાથે જ યૌન અસુરક્ષા પણ પેદા થઇ રહી છે. તે પોર્ન કન્ટેટને સંબંધોમાં કડવાશ ઉભી કરવા માટે પણ જવાબદાર છે. આ વિષય પર સાઇકોલોસ્જિટ સાદિયા સલીદનું કહેવું છે, 'પોર્નની લત કિશોરોમાં ઝડપથી ફેલાઇ રહી છે. લોકોને લાગે છે કે દિવસભરના થાક બાદ હકિકતમાં યૌન સંબંધ બાંધવાની ઝંઝટના બદલે તેના માધ્યમથી આનંદ પ્રાપ્ત કરવો વધુ સરળ છે.

'ચેહરે'નો FIRST LOOK થયો રિલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

સલીદ જણાવે છે કે ઇન્ટરનેટના લીધે કિશોરોના યૌન વ્યવહારમાં પણ ખૂબ મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે યૌન સંબંધો અને અંતરંગતા વિષય પર સલાહ લેનાર રોગીઓની સંખ્યા પહેલાંથી જ વધુ થઇ છે. સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે ભારતીય વર્જિનિટીના મામલે હજુ લકીરના ફકીર છે. ઇન્ડીયા ટુડે સેક્સ સર્વે 2019ના અનુસાર ભારતમાં 53 ટકા લોકો પોતાના પાર્ટનરની વર્જિનિટીને ખૂબ ગંભીરતાથી લે છે. 

અક્ષય કુમારે શેર કર્યું નવી ફિલ્મનું પોસ્ટર, 80ના દાયકાની છે કહાની

શું તમે ક્યારેય પોતાના પાર્ટનર સાથે બેવફાઇ કરવા વિશે વિચાર્યું છે? આ પ્રશ્નના જવાબમાં ઇન્દોરમાં 85 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો, લખનઉમાં હા કહેનારાની સંખ્યા 46.5 ટકા અને ગુરૂગ્રામમાં 42.6 ટકા રહી. તમને જણાવી દઇએ કે ઇન્ડીયા ટુડે સેક્સ સર્વે 23 જાન્યુઆરી 2019 થી 20 ફેબ્રુઆરી 2019 સુધી 4,028 લોકો સાથે વાતચીત પર આધારિત છે. તેમાં ઉંમર વર્ગ 14-29, 30-49 અને 50-69 વર્ષના લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More