Home> Health
Advertisement
Prev
Next

Silver Coin: માટલામાં પાણી ભરો ત્યારે અંદર મુકી દેવો એક ચાંદીનો સિક્કો, આ પાણીથી શરીર પર થતી પોઝિટિવ અસરો વિશે જાણો

Silver Coin in Matka Benefits: આજે તમને શરીરને નિરોગી અને ફીટ રાખવાનો એકદમ સરળ ઉપાય જણાવીએ. તમે જે માટલામાં પીવા માટેનું પાણી ભરતા હોય તેમાં એક ચાંદીનો સિક્કો મુકી દેવો. આ સિક્કો તમારા શરીરને અઢળક લાભ કરશે. આ એક નાનકડો ફેરફાર તમારી લાઈફ બદલી દેશે.
 

Silver Coin: માટલામાં પાણી ભરો ત્યારે અંદર મુકી દેવો એક ચાંદીનો સિક્કો, આ પાણીથી શરીર પર થતી પોઝિટિવ અસરો વિશે જાણો

Silver Coin in Matka Benefits: એ વાત તો તમે પણ જાણતા હશો કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને અઢળક લાભ થાય છે. આ પાણી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે અને પાચન સુધારે છે સાથે જ ત્વચાને પણ ફાયદો કરે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી થતા ફાયદા કરતાં પણ વધારે ફાયદા જો તમારે મેળવવા હોય તો માટીના માટલામાં પીવાનું પાણી ભરીને તેમાં એક ચાંદીનો સિક્કો રાખી દો. ચાંદીનો સિક્કો રાખેલું પાણી પીવાથી પણ શરીરના દરેક અંગને ફાયદો થાય છે. 

fallbacks

આ પણ વાંચો: લિવરને નેચરલી ડિટોક્સ કરવું હોય તો સવારે ખાલી પેટ ખાવું આ ફળ, હેલ્ધી રહેશે લિવર

માટલામાં ચાંદીનો સિક્કો રાખીને તે પાણી પીવાથી ચાંદીના પ્રાકૃતિક ગુણ પાણીમાં ભળી જાય છે. આ પાણી પીવાથી શરીરને એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. માટલામાં ચાંદીનો સિક્કો રાખવાથી હાનિકારક બેક્ટેરિયા દૂર થઈ જાય છે. આ પાણી પીવાથી પણ રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. ચાંદી રાખેલું પાણી શુદ્ધ થઈ જાય છે અને તે આંતરડાને પણ ફાયદો કરે છે. 

આ પણ વાંચો: કાળઝાળ ગરમીમાં સેફ રહેવા કરો આ કામ, હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી પણ બચી જશો

ચાંદીનો સિક્કો રાખેલું પાણી પીવાથી થતા ફાયદા 

- આયુર્વેદ અનુસાર માટલામાં ચાંદીનો સિક્કો રાખ્યા પછી તે પાણી પીવાથી વાત્ત, પિત્ત અને કફ ત્રણેય દોષ સંતુલિત થાય છે. આ ત્રણેય દોષ અસંતુલિત હોય તો શરીરમાં અલગ અલગ સમસ્યા ઉભી થાય છે 

- આ પાણી પેટની તમામ સમસ્યાઓમાં લાભકારી છે. જેમકે પેટમાં દુખાવો, ગેસ, એસીડીટી, કબજિયાત વગેરેથી તુરંત રાહત આપે છે. આ પાણી પીવાથી આંતરડામાં જામેલી ગંદકી પણ સાફ થવા લાગે છે. 

આ પણ વાંચો: High BP: ગરમીમાં હાઈ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરશે 4 ફળ, રોજ ખાવું કોઈપણ એક

- ચાંદીનો સિક્કો રાખેલું હોય તે પાણી પીવાથી મગજ શાંત રહે છે અને સ્ટ્રેસથી રાહત મળે છે. 

- માટલામાં ચાંદીનો સિક્કો રાખી તે પાણી પીવાથી યાદશક્તિ મજબૂત થાય છે અને મગજ તેજ બને છે. 

આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તેના થોડા દિવસ પહેલા ચહેરા પર દેખાતા 5 લક્ષણો

- ચાંદીનો સિક્કો રાખેલું પાણી કિડની અને લીવરને પણ સ્વસ્થ રાખે છે. આ પાણી રક્ત શુદ્ધિ કરે છે. આ પાણી પીવાથી ઉનાળામાં ઠંડક પણ મળે છે અને શરીરમાં નવા સેલ્સનું નિર્માણ પણ ઝડપથી થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More