Home> Health
Advertisement
Prev
Next

Kidney Health: કિડનીમાં સોજો આવી જાય ત્યારે શરીરમાં દેખાય આ 5 ફેરફાર, ઈગ્નોર કરવાથી કિડની થઈ જાય ડેમેજ

Kidney Swelling Symptoms: અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારના કારણે કિડની સંબંધિત સમસ્યા થઈ શકે છે. જો કે કિડની ડેમેજ થઈ જાય કે કિડની ફેઈલ થાય તે પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો પર ધ્યાન આપવામાં આવે તો કિડનીને ડેમેજ થતા બચાવી શકાય છે.
 

Kidney Health: કિડનીમાં સોજો આવી જાય ત્યારે શરીરમાં દેખાય આ 5 ફેરફાર, ઈગ્નોર કરવાથી કિડની થઈ જાય ડેમેજ

Kidney Swelling Symptoms: કિડની શરીરમાંથી વિષાક્ત પદાર્થને ફિલ્ટર કરીને પેશાબ દ્વારા શરીરમાંથી તેને બહાર કાઢવાનું કામ કરે છે. જો કિડનીમાં થોડી પણ ગડબડ થાય તો તેની અસર શરીરના દરેક અંગ પર પડે છે. સ્વસ્થ શરીર માટે કિડની પણ સ્વસ્થ રહે તે જરૂરી છે. અનહેલ્દી લાઈફસ્ટાઈલ અને આહારના કારણે ઘણા લોકોને કિડની સંબંધિત સમસ્યા થઈ જાય છે. જેમાં સૌથી સામાન્ય છે કિડનીમાં સોજો આવી જવો. કિડનીમાં સોજો આવવો એવી સમસ્યા છે જેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો કિડની ડેમેજ પણ થઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: Haldi Water: માઈગ્રેન, પીરિયડ પેઇન, સર્વાઈકલ સહિતની સમસ્યાની દવા છે આ પાણી

જ્યારે કિડનીમાં સોજો આવી જાય તો શરીરમાં તેના લક્ષણો દેખાવા લાગે છે. આ લક્ષણોને ઓળખી અને તુરંત જ યોગ્ય પગલાં લેવામાં આવે તો કિડનીને ડેમેજ થતા બચાવી શકાય છે. 

કિડનીમાં સોજાના લક્ષણો 

આ પણ વાંચો: Dry Eye: કલાકો સુધી રીલ્સ જોવાની આદત આંખ માટે મોટું જોખમ, તાત્કાલીક વાંચો આ ચેતવણી

પેશાબમાં સમસ્યા 

કિડનીમાં સોજો આવી જાય તો સૌથી પહેલા પેશાબ કરવામાં સમસ્યા થવા લાગે છે. પેશાબ સંબંધિત સમસ્યામાં વારંવાર પેશાબ જવું, પેશાબ કરતી વખતે દુખાવો અથવા તો બળતરા થવી, પેશાબમાં ફીણ નીકળવા પણ કિડનીમાં સોજાનું લક્ષણ છે. 

આ પણ વાંચો: Stomach Pain: જમ્યા પછી થતો ગેસ અને પેટનો દુખાવો દુર કરવા અજમાવો આ 4 ઘરેલુ નુસખા

સવારના સમયે ઠંડી લાગવી 

સવારના સમયે જો તમને ખૂબ જ ઠંડી લાગતી હોય તો તે સંકેત છે કે કિડનીમાં સોજો હોઈ શકે છે. જો ગરમીના દિવસોમાં પણ સવારે ઠંડકનો અનુભવ થાય તો તુરંત જ ડોક્ટરને મળવું જોઈએ. 

આ પણ વાંચો: Watermelon: ઉનાળામાં આ 4 લોકોએ રોજ ખાવું તરબૂચ, જાણો તરબૂચ ખાવાથી થતા લાભ વિશે

શરીરમાં સોજા 

કિડનીમાં સોજો આવે કે કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો શરીરમાં સોજા તરીકે દેખાવા લાગે છે. જ્યારે કિડની બરાબર કામ નથી કરતી તો શરીરમાં અતિરિક્ત પદાર્થ જમવા લાગે છે અને શરીરમાં સોજો બની જાય છે. કિડનીની તકલીફ હોય ત્યારે હાથ પગ અને ગોઠણમાં સોજા દેખાય છે. 

આ પણ વાંચો: ડાયાબિટીસ હોય તો સવારે જાગીને કરો આ યોગાસન, દવા ખાવાની ઝંઝટથી મુક્ત થઈ શકો છો

શ્વાસ લેવામાં સમસ્યા 

કિડનીમાં સોજો હોય ત્યારે શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ શકે છે કારણ કે કિડની બરાબર કામ કરતી નથી તેથી ફેફસા પર પ્રેશર આવે છે. જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. 

આ પણ વાંચો: Vitamin B 12: દૂધમાં આ વસ્તુઓ ઉમેરી પીવાનું શરુ કરો, દવા વિના વધવા લાગશે વિટામિન B12

પીઠ અને કમરની આસપાસ દુખાવો 

પીઠની નીચે કમરની આસપાસ દુખાવો થતો હોય તો તે કિડનીમાં સોજો કે અન્ય સમસ્યાના સંકેત હોઈ શકે છે. જો તમને વારંવાર કમરમાં દુખાવો રહેતો હોય તો તેને ઇગ્નોર કરવાને બદલે ડોક્ટરની સલાહ લેવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More