Home> Health
Advertisement
Prev
Next

Watermelon Seeds: કચરો સમજી તરબૂચના બીને ફેંકતા નહીં, હાર્ટ પ્રોબ્લેમ, વધારે વજનથી લઈ અનેક તકલીફમાં ઉપયોગી સાબિત થશે

Watermelon Seeds Uses and Benefits: તરબૂચ ખાતી વખતે 99 ટકા લોકો તેના બી ખાતા નથી. પરંતુ તરબૂચના બી પણ તરબૂચની જેમ જ ગુણકારી છે. તરબૂચના બી ખાવાથી શરીરને અઢળક લાભ થાય છે. ચાલો તમને જણાવીએ તરબૂચના બી થી લાભ વિશે.
 

Watermelon Seeds: કચરો સમજી તરબૂચના બીને ફેંકતા નહીં, હાર્ટ પ્રોબ્લેમ, વધારે વજનથી લઈ અનેક તકલીફમાં ઉપયોગી સાબિત થશે

Watermelon Seeds Uses and Benefits: ઉનાળામાં નાના મોટા સૌ કોઈ તરબૂચ ખાય છે. આ સિઝનમાં તરબૂચ ખાવું શરીર માટે ફાયદાકારક પણ છે કારણ કે તરબૂચ પાણીથી ભરપૂર હોય છે તેથી તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ગરમીના વાતાવરણમાં તરબૂચ ખાવાથી શરીરને ઠંડક પણ મળે છે.જોકે તરબૂચ ખાતા 99% લોકો એક મોટી ભૂલ કરે છે. તરબૂચ ખાઈને લોકો તેના બી કચરો સમજીને ફેંકી દે છે. પરંતુ તરબૂચના બી તરબૂચની જેમ જ શરીરને ફાયદો કરી શકે છે. 

fallbacks

આ પણ વાંચો: કિડનીમાં સોજો આવે ત્યારે શરીરમાં દેખાય આ 5 ફેરફાર, ઈગ્નોર કરવાથી કિડની થઈ જાય ડેમેજ

આજે તમને જણાવીએ તરબૂચના બીથી થતા ફાયદા વિશે અને તેને ખાવાની સાચી રીત વિશે. જો તમે શરીરને નેચરલી ફીટ રાખવા માંગો છો તો આ રીતે તરબૂચના બીનો ઉપયોગ કરવાનું શરૂ કરો. તે પહેલા જાણી લો કે તરબૂચના બી શરીરને કેવા લાભ કરે છે...

તરબૂચના બી ખાવાથી થતા ફાયદા 

આ પણ વાંચો: Watermelon: ઉનાળામાં આ 4 લોકોએ રોજ ખાવું તરબૂચ, જાણો તરબૂચ ખાવાથી થતા લાભ વિશે

1. તરબૂચના બીમાં કેલેરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ સ્નેક તરીકે તરબૂચના બી ને પોતાની ડાયટમાં સામેલ કરી શકે છે તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. 

2. તરબૂચના બી મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે જે હાર્ટને હેલ્ધી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તરબૂચના બી ખાવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને બેડ કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ ઘટે છે. 

આ પણ વાંચો: Vitamin B 12: દૂધમાં આ વસ્તુઓ ઉમેરી પીવાનું શરુ કરો, દવા વિના વધવા લાગશે વિટામિન B12

3. મેગ્નેશિયમથી ભરપૂર તરબૂચના બી હાડકાને પણ મજબૂત બનાવે છે. જે લોકોના હાડકા નબળા હોય તેમણે આ બીને ડાયટમાં સામેલ કરવા જોઈએ તેનાથી ફાયદો થઈ શકે છે. 

4. તરબૂચના બી માં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયરન, ઝિંક અને કોપર હોય છે. તે વાળના સ્વાસ્થ્ય માટે પણ સારા છે. તેનું સેવન કરવાથી ખરતા વાળને રોકવામાં મદદ મળી શકે છે. 

આ પણ વાંચો: Watermelon v/s Muskmelon: તરબૂચ કે શક્કરટેટી ઉનાળામાં વજન ઘટાડવા માટે કયું ફળ ખાવું?

કેવી રીતે ખાવા તરબૂચના બી ?

તરબૂચના બી સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર છે પરંતુ તેને ક્યારેય કાચા ખાવા નહીં. તરબૂચમાંથી બીને અલગ કરી તેને પાણીથી ધોઈને કોરા કરી લેવા. ત્યાર પછી ધીમા તાપે તેને શેકી લેવા. ત્યારબાદ આ બીને યોગ્ય માત્રામાં ખાવાનું રાખવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More